________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪, 205 (અધ્યયન-૪-પ્રત્યાખ્યાનજિયા) 700] હે આયુષ્યનું મેં ભગવાન પાસે આ પ્રમાણે સાંભળ્યું છે. આ આગમમાં પ્રત્યાખ્યાનક્રિયા નામનું અધ્યયન છેય તેનો અર્થ આ પ્રમાણે છે-આત્મા અપ્રત્યાખ્યાની પણ હોય છે. તેમજ અકર્તવ્યકુશલ જીવ મિથ્યાત્વના ઉદયમાં સ્થિત પણ રહે છે. જીવ બીજા પ્રાણીઓને એકાન્ત દંડ આપનારા પણ છે. આત્મા એકાન્ત અજ્ઞાની, આત્મા એકાન્ત રૂપે સૂતેલો આત્મા અવિચારપણે મન, વચન, કાયાથી વક્ર એટલે કે અવિચારપૂર્વક કામ કરનાર પણ હોય છે. પૂર્વકૃત કર્મનો નાશ નહિ કરનાર તથા ભાવિ પાપનું પ્રત્યાખ્યાન નહિ કરનાર પણ હોય છે. ભગવાને આવા આત્માને અસંત-અવિરત પાપકર્મનો વિઘાત અને પ્રત્યાખ્યાન નહિ કરનાર, સક્રિય અસંવૃત, પ્રાણીઓને એકાન્ત દિડ આપનાર, એકાંત અજ્ઞાની અને એકાંતે સુષુપ્ત કહેલ છે. તે અજ્ઞાની અવિચારપણે મન, વચન કાયાથી વક્ર છે. તેમની સ્વપ્ન જેટલી ચેતના પણ ન હોય અર્થાત્ અવ્યકત વિજ્ઞાનવાળો હોય તો પણ તે પાપકર્મ કરે છે. 701] અપ્રત્યાખ્યાનીને પ્રાણીઘાત ન કરવા છતા પણ પાપકર્મ શા માટે લાગે? આ વિષયમાં પ્રશ્નકત આચાર્ય પ્રતિ આ પ્રમાણે કહે છે-પાપયુક્ત મન, પાપયુક્ત વચન અને પાપયુક્ત કાયા ન હોવા છતાં પણ પ્રાણીઓની હિંસા ન કરવા છતાં, હિંસાના વિચાર રહિત મન, વચન કાયા અને વાક્ય બોલવામાં પણ હિંસાથી રહિત તથા જે સ્વપ્નદર્શન જેટલી પણ ચેતનાવાળો પણ ન હોય અથતું જે અવ્યક્ત વિજ્ઞાનવાળો હોય છે, તે પાપકર્મનું બંધન કરતો નથી. આ પ્રમાણે પ્રશ્નકર્તાએ કથન કર્યું ત્યારે આચાર્યે કહ્યું કે તેનું શું કારણ છે? તેના જવાબમાં પ્રશ્નકર્તા કહે છે - પાપયુક્ત મન થાય તો માનસિક પાપકર્મ થાય છે. વચન પાપયુક્ત થતાં વચન દ્વારા પાપ કરવામાં આવે છે. તેમજ શરીર જ્યારે પાપયુક્ત થાય ત્યારે જ શરીર દ્વારા પાપકર્મ કરાય છે. જે પ્રાણીઓની હિંસા કરે છે અને મનસહિત છે, તેમજ મન વચન અને કાયા અને વાણીના વિચારથી યુક્ત છે અને સ્થાન પણ જનાર એટલે સ્પષ્ટ વિજ્ઞાનવાળો છે, આવા પ્રકારના પ્રાણીઓ દ્વારા પાપકર્મ કરાય છે અને પાપકર્મનો સંચય થાય છે. પ્રશ્નકર્તા આગળ પણ કહે છે- પાપયુક્ત મન વચન કાયા ન હોવા છતાં, હિંસા ન કરવા છતાં, મનરહિત હોવા છતાં તથા મન વચન કાયથી વક્રતાના વિચાર રહિત હોવા છતાં તથા સ્વપ્ન જેટલી પણ ચેતના ન હોવા છતાં પણ પ્રાણીઓ પાપકર્મ કરે છે, એમ કહેવું તે મિથ્યા છે, આ પ્રશ્નકર્તાનો આશય છે. આચાર્ય ઉત્તર આપે છે- મેં જે પ્રથમ કહ્યું તે યથાર્થ છે. મન પાપયુક્ત ભલે ન હો, વચન અને કાયા પણ પાપયુક્ત ન હોય અને તે ભલે મન-વચન-કાયા-વાણીના વિચારથી રહિત હોય, ભલે અવ્યક્ત વિજ્ઞાનવાળો હોય, તે પણ પાપકર્મ કરે છે, આ કથન સત્યજ છે. તેનું શું કારણ છે? આચાર્ય જવાબ આપે છે. આ વિષયમાં શ્રી તીર્થંકર ભગવાને છે પ્રકારના જીવોને કર્મબન્ધનાં કારણો વર્ણવ્યાં છે, તે આ પ્રમાણે પૃથ્વીકાયથી લઈ ત્રસકાય પર્યન્ત આ છ પ્રકારના જીવોની હિંસાથી ઉત્પન્ન થતાં પાપને રોક્યું નથી. અને ઈચ્છાપૂર્વક પ્રત્યાખ્યાન દ્વારા પાપકર્મનો ત્યાગ કર્યો નથી પરંતુ હંમેશા નિષ્ફરતાપૂર્વક તેમને દંડ દેવામાં ચિત્તવૃત્તિ રાખે છે, દંડ આપે છે. અને પ્રાણાતિપાતથી માંડી પરિગ્રહ પર્યન્ત અને ક્રોધથી માંડી મિથ્યાદર્શન શલ્ય પર્યન્ત પાપોનું સેવન કરે છે. તે કોઈ પણ અવસ્થામાં હોય તો પણ પાપકર્મનો બન્ધ કરે છે તે સત્ય જ છે. ફરી આચાર્ય કહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org