Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 95
________________ 204 સૂયગડો-૨૩-૬૯૦ વર્ણવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ કહ્યું છે. ત્યાર બાદ ઉદકયોનિક ત્રસકાયનું વર્ણ કરે છે - આ જગતમાં કોઈ જીવ પોતાના કનુસાર ઉદકયોનિક ઉદકમાં ત્રસરૂપે આવે છે. અને ઉદકયોનિક ઉદકમાં ત્રણ પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ તે ઉદક યોનિ વાળા ઉદકના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ઉદકોનિક ઉદકમાં ઉત્પન્ન થનાર ત્રણ જીવોના બીજા પણ અનેક શરીરો હોય છે. [691 ત્યાર બાદ ભગવાને બીજી પણ વાત કહી છે- આ જગત્માં કોઈ જીવ પૂર્વ જન્મમાં અનેકવિધ યોનિયોમાં ઉત્પન્ન થઈ, કર્મને વશીભૂત બની અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરોમાં અગ્નિકાય રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે અને તે જીવ પૃથ્વી આદિ કાયનો પણ આહાર કરે છે તે ત્રસ અને સ્થાવર યોનિક અગ્નિકાયોના બીજા પણ અનેકવર્ણવાળા શરીરો કહેલા છે. શેષ ત્રણ બેદ ઉદક સમાન જાણવા. [2] ત્યારબાદ આગળ કહે છે કે આ જગતમાં કોઈ જીવ પૂર્વજન્મમાં અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થઈ ત્યાં કરેલા કર્મના પ્રભાવથી ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરમાં વાયુકાય રૂપે ઉત્પન્ન થાય છે. જ્યાં પણ તેના ચાર આલાપક અગ્નિસમાન જાણવા. [93 ત્યારબાદ ભગવાને અન્ય પણ કહ્યું છે. આ જ્ઞતમાં કોઈ જીવ અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થઈ પોતાના કર્મના પ્રભાવે પૃથ્વીકાયમાં આવી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત. અને અચિત્ત શરીરોમાં પૃથ્વી શર્કરા તથા વાલુકા રૂપે ઉત્પન્ન થાય છે. તેમના ભેદો નીચે ગાથાઓમાં વર્ણવ્યા છે. [94-698] પૃથ્વી, શર્કરા, વાલુકા, પથ્થર, શિલા, નમક, લોઢ કલઈ, ત્રાંબુ, સીસું, રૂપું, સોનું, વજ. હરતાલ, હીંગળોક, મણસીલ, પારો, અંજન, પ્રવાલ, અબરખ અને અબરખની રેતી અને મણિઓના ભેદ તે બધા પૃથ્વીકાય છે. ગોમિકરત્ન, રૂચકરત્ન, અંતરત્ન, સ્ફટીકરત્ન, લોહિતાક્ષરત્ન, મરકતરત્ન મસાર-ગલ્લરત્ન, ભુજ,રત્ન, ઈન્દ્રનીલરત્ન, ચંદનરત્ન, વૈર્યરત્ન, જલકાન્તરત્ન, સૂર્યકાન્ત રત્ન આ સર્વમણિના ભેદો છે. આ રીતે ઉત્પન્ન થઈને તે જીવો તે અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે. પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે જીવોના બીજા પણ અનેક પ્રકારના શરીરો કહ્યા છે. શેષ ત્રણ આલાપાક અપકાયની જેમ જાણવા. [69] ત્યારબાદ ભગવંતને કહ્યું છે કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થઈ ત્યાં જ સ્થિત રહી વૃદ્ધિ પામે છે. તેઓ શરીરમાં જ ઉત્પન્ન થઈ તેમાં રહી વૃદ્ધિ પામી અને શરીરનો આહાર કરે છે. તે જીવો કર્મના અનુગામી છે-કર્મ તેઓની ઉત્પત્તિનું કારણ છે. તેમની ગતિ અને સ્થિતિ કર્મ અનુસાર હોઈ તેઓ કર્મના કારણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પામે છે. માટે હે સાધકો, આ પ્રમાણે સમજે અને સમજીને આહારગુપ્ત, બન, જ્ઞાનાદિ સહિત બનો, સમિતિ યુક્ત બનો અને સંયમપાલનમાં પ્રયત્નશીલ બનો. અધ્યયન-૩-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116