________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, 201 પર્યન્ત અવયવોમાં, વક્ષયોનિક અધ્યારૂહ વૃક્ષોમાં, અધ્યારૂહ યોનિક અધ્યરૂહમાં, અધ્યારૂહયોનિક મૂલથી લઈ બીજ સુધી વયવોમાં, તૃણયોનિક મૂલથી લઈને બીજ પર્યન્ત અવયવોમાં, આ જ પ્રમાણે ઔષધિ તથા લીલોતરીના વિષયમાં પણ ત્રણ ભેદ કહેવા જોઈએ. પૃથ્વીયોનિક આર્ય કાય, તથા ક્રૂર વૃક્ષોમાં, ઉદકયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂલ અને બીજમાં, આ જ પ્રમાણે અધ્યારૂહોમાં, તૃણોમાં અને ઔષધિ તથા હરિતકાયોમાં ત્રણ ત્રણ ભેદ કહેવા જોઈએ. ઉદક યોનિક ઉદક આવક અને પુષ્કરાક્ષી અને ભગ નામક વનસ્પતિમાં ત્રસપણે ઉત્પન્ન થાય છે. તે જીવે તે પૃથ્વીયોનિક વૃક્ષોના ઉદકયોનિક વૃક્ષોના, વૃક્ષયોનિક વૃક્ષોના, અધ્યારૂહથોનિક વૃક્ષોના, તેમજ તૃણયોનિક ઔષધિયોનિક, હસ્તિયોનિક વૃક્ષોના તથા વૃક્ષઅધ્યારૂહ તૃણઔષધિ હરિત, મૂલ, બીજ, આર્યવૃક્ષ, કામવૃક્ષ, કૂરવૃક્ષ તેમજ ઉદક, અવક તથા પુષ્કરાક્ષી અને ભગ નામક વનસ્પતિના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિનો પણ આહાર કરે છે. તે વૃક્ષોથી ઉત્પન્ન, તથા અધ્યારૂહથી ઉત્પન. તૃણથી ઉત્પન્ન, ઔષધિઓથી ઉત્પન્ન, હરિતોથી ઉત્પન્ન, મૂલથી ઉત્પન્ન, કન્દોથી ઉત્પન્ન બીજથી ઉત્પન્ન, આર્યવૃક્ષોથી ઉત્પન, કામવૃક્ષોથી ઉત્પન, યાવતું ક્રૂર વૃક્ષોથી ઉત્પન્ન, ઉદકથી ઉત્પન્ન, અવકથી ઉત્પન્ન અને પુષ્કરાક્ષથી ઉત્પન્ન તથા ભગ નામક વનસ્પતિથી ઉત્પન્ન ત્રસ પ્રાણીઓના અનેક વર્ણવાળા, ગન્ધવાળા રસવાળા, સ્પર્શવાળા બીજા પણ શરીરો તીર્થકર ભગવાને વર્ણવેલા છે. [688] વનસ્પતિકાયનું વર્ણન કર્યા બાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના મનુષ્યો કહ્યા છે, જેમકે-કોઈ મનુષ્ય કર્મભૂમિમાં, કોઈ મનુષ્ય અકર્મભૂમિમાં, કોઈ અન્તર્લીપમાં ઉત્પન્ન થાય છે. તેમજ કોઈ આર્ય અને કોઈ પ્લેચ્છ હોય છે. તે જીવો પોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તે ઉત્પત્તિનું કારણ સ્ત્રી અને પુરુષના પૂર્વકમ નિમિત યોનિમાં થાય છે. આવો સંયોગ થતા ઉત્પન્ન થનારા જીવ બંનેના રસનો આહાર કરે છે. ત્યાં તે જીવ સ્ત્રી, પુરુષ અને નપુસંકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ માતાના આર્તવ અને પિતાના શુકનો, જે પરસ્પર મળી ગયેલ મલિન અને ધૃણાસ્પદ હોય છે, પ્રથમ આહાર કરે છે. ત્યારબાદ તે જીવ માતા જે અનેકવિધ વસ્તુઓનો આહાર કરે છે તેનો એક દેશરૂપે ઓજ આહાર કરે છે. ગર્ભમાં ક્રમશઃ વૃદ્ધિ પામે. ગર્ભમાં પરિપકવ બની માતાના ગર્ભથી જન્મ ધારણ કરી કોઈ સ્ત્રીપણે, કોઈ પુરુષપણે, કોઈ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ બાળક બની દૂધ અને ધૃતનો આહાર કરે છે. ત્યારબાદ ક્રમશઃ વૃદ્ધિ પામીને તે જીવ ભાત-અડદ-આદિ સર્વ ખાદ્ય પદાર્થોનો અને ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિનો આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. આ કર્મભૂમિ. અકર્મભૂમિ અને અન્તર્દીિપોમાં રહેનાર આર્ય અને અનાર્ય મનુષ્યોના શરીરને અનેક વર્ણવાળહોય છે, તેમ શ્રી તીર્થકરે કહ્યું છે. [68] હવે શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના જે પાંચ ઇન્દ્રિયવાળા જલચર તિર્યંચો કહ્યા છે, તેઓનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે માછલાથી લઈ સુંસુમાર પર્યન્ત જીવો જલચર તિર્યો છે. તે જીવો પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર સ્ત્રી-પુરુષના સંયોગથી પોતાના કમનુસાર ગર્ભમાં ઉત્પન્ન થઈ એ જ આહાર ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org