________________ શ્રુતસ્કંધ-ર, અધ્યયન-૨, 197 જોઇએ. ધસ, દાસીના રૂપે રાખવા જોઈએ. તેમને પરિતાપ આપવો જોઈએ. તેમને કલેશ આપવા જોઈએ, ઉપદ્રવ કરવો જોઈએ; તેઓ ભવિષ્યમાં છેદન ભેદન પામશે યાવતું તેઓ ભવિષ્યમાં ઉત્પત્તિ, રા, મરણ, અનેક યોનિઓમાં વારંવાર પરિભ્રમણ, જન્મ, વારંવાર સંસારમાં ઉત્પત્તિ, ગર્ભવાસમાં આવી સાંસારિક ભવપ્રપંચમાં પડી મહાક ભોગવશે. તે ઉપરાંત તેઓ અતિદંડ, મુંડન, તર્જન, તાડન, બંધન યાવતું મસળવાનું દુઃખ ભોગવશે, તેમજ માતાના, પિતાના, ભાઈના, બહેનના, પત્નીના, પુત્રના, પુત્રીના પુત્રવધૂના મરણનું દુખ ભોગવશે. તેમજ દરિદ્રતા, દર્ભાગ્ય, અપ્રિયની પ્રાપ્તિ અને પ્રિયનો. વિયોગ વિગેરે ઘણા ઘણા દુઃખો ભોગવશે, દોર્મનસ્ય ભોગવશે. તેઓ આદિ અંત રહિત દીર્ઘ મધ્યવાળી ચતુર્ગતિક સંસાર-અટવીમાં વારંવાર ભટક્યા કરશે. તેઓ સિદ્ધિ અને બૌધ પ્રાપ્ત કરી શકશે નહિ. સર્વ દુઃખનો નાશ પણ કરશે નહિ. તે વાત સર્વને માટે સમાન છે, પ્રમાણરૂપ છે, સારભૂત છે અને સર્વને તે વાત એક સરખી લાગુ પડે છે. પરંતુ જે શ્રમણ માહણ એમ કહે છે કે-સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વને હણવા નહિ, તેઓને આજ્ઞા કરવી નહિ, તેમજ બળાત્કારથી દાસદાસી બનાવવા નહિ, દુઃખ આપવું નહિ ઉપદ્રવ કરવો નહિ. આ પ્રમાણે કહેનારા સંત-પુરુષો ભવિષ્યમાં છેદન ભેદન પામશે નહિ યાવતું મહાકાષ્ટ ભોગવશે નહિ. વળી અતિદંડ ભોગવશે નહિ યાવત્ સંસારરૂપી ઘોર અટવીમાં વિભટકશે નહિ. તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. [74] પૂર્વોક્ત બાર ક્રિયાસ્થાનોમાં વર્તતા જીવોએ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. તેઓએ બુદ્ધ યાવત્ મુક્ત બની, નિર્વાણ પામીને સર્વ દુઃખનો અંત કર્યો નથી. તે વર્તમાનમાં દુઃખનો નાશ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહિ. પરંતુ તેરમાં ક્રિયાસ્થાનમાં વર્તતા જીવોએ તે સ્થાનનું સેવન કર્યું છે. તેઓએ સિદ્ધિ, બોધિ, મુક્તિ અને નિર્વાણને પ્રાપ્ત કરી સર્વ દુઃખોનો નાશ કર્યો છે, કરે છે અને ભવિષ્યમાં કરશે. આ પ્રમાણે બાર ક્રિયા સ્થાનને વર્જિત કરનાર આત્માર્થી આત્મકલ્યાણ કરનાર, આત્માનું રક્ષણ કરનાર, મનની શુદ્ધ પ્રવૃત્તિ કરનાર, સંયમનું આચરણ કરનાર, સંયમમાં પરાક્રમ પ્રગટ કરનાર, આત્માને સંસાર દાવાનળથી બચાવનાર, આત્માની દયા કરનાર, આત્માનો જગતમાંથી ઉદ્ધાર કરનાર, સાધુ પુરુષ પોતાના સર્વ પાપથી નિવૃત્ત થાય છે. તેમ હું કહું છું. બીજું કિયાસ્થાન સમાપ્ત. અધ્યનન-૨-ની મુનિદીપરાનસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયન-૩-આહારપરિણા ) [૭પો હે આયુષ્યમનું ! ભગવાન પાસે મેં આ પ્રમાણે સાંભળ્યું છે, સર્વજ્ઞના શાસનમાં “આહારપરિજ્ઞા” નામક અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે છે. આ લોકમાં પૂવાદિ દિશાઓ તથા વિદિશાઓમાં ચારે બાજુ ચાર પ્રકારના બીજકાયો છે. તે આ પ્રમાણે છે- અઝબીજ, મૂલબીજ, પર્વબીજ ને સ્કન્ધબીજ તે તે મૂળબીજ, અઝબીજ, પર્વબીજ. તે સ્કન્ધબીજ, તે બીજકાયવાળા જીવોમાં જે જે બીજથી અને જે પ્રદેશમાં ઉત્પન થવાની યોગ્યતા રાખે છે તે બીજથી અને તે ક્ષેત્રમાં પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે અને તેના ઉપર સ્થિત રહે છે ને તે પૃથ્વી ઉપર વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પૃથ્વી ઉપર ઉત્પન્ન થનાર, તેના ઉપર સ્થિત રહેનાર તથા વૃદ્ધિ પામનાર તે જીવ કર્મને વશીભૂત બનીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org