Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 83
________________ 192 સયગડો- ૨૨મદદ૭ જેવી રીતે કોઈ અત્યન્ત પૂર પુરુષ ચોખા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચણા, વિગેરેને અપરાધ વિનાજ દેત આપે છે. તેમાં કોઈ જૂર જીવાત્મા તેતરને. બતકને, લાવકને કબૂતરને કપિંજલને, મૃગને પાડાને, ભંડને, ગ્રાહને ગોહને કાચબાને સપને, સરિસૃપ જાતિના સર્વ જીવોને અત્યન્ત ક્રૂરતાપૂર્વક અપરાધ વિના મિથ્યાદંડ આપે છે. તે પુરુષની બહારની પર્ષદ્ર હોય છે, જેમાં દાસ, ધસી, નોક, ચાકર, સેવક, સેવિકા, ઊપજમાં થોડો ભાગ લઈ ખેતી કરી દેનાર કર્મચારી અને ભોગ પુરૂષ હોય છે. તેઓનો જરા પણ અપરાધ થતાં તે દૂર પુરુષ કઠોરતાથી દડે છે અને કહે છે કે આ લોકોને મારો, મસ્તક ભંડો અને ધમકાવો અને પીટો, આના હાથ પાછળ બાંધી દો, અને હેડના બંધનમાં નાખો, આને ચારક બંધનમાં નાખો, આને બેડીઓથી બાંધી તેના અંગો મરડી નાખો, તેના હાથ કાપી નાખો, પગ કાપી નાખો, કાન કાપી નાખો, નાક ઓષ્ઠ શિર મુખ કાપી નાખો, તેને મારીને મૂર્શિત કરો, તેની ચામડી ઉતારી નાખો, આંખ કાઢી લો. દાંત. અંડકોશ અને જીભ ખેંચી તેને ઉંધો લટકાવો, ઘસડો, પાણીમાં બોળો, શૂળી ઉપર ચડાવો, તેમના શરીરમાં કાંટાઓ, ભાલાઓ ભોકાઓ, તેના અંગો કાપી તેના ઉપર મીઠું નાખો મારી નાખો, તેને સિંહના પૂંછડા સાથે બાંધી છે, તેને બળદના પૂંછડા સાથે બાંધી દો. દાવાગ્નિમાં બાળી નાખો, તેનું માંસ કાપીને કાગડા કુતરાને ખવરાવી દે, સંપૂર્ણ અન્ન-પાણી બંધ કરી તેને જીવન પર્યંત કેદમાં પૂરી રાખો. તેને આવી રીતે કમોતે મારી નાખો-જીવન-રહિત કરી નાખો. તે કૂર પુરુષની અંદરની પરિષદ પણ આ પ્રમાણે હોય છે જેમ કે માતા-પિતા, ભાઈ બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ આદિ. આ આંતરિક પરિવારમંડળીને નાના નાના અપરાધના કારણે ભયંકર દંડ આપે છે. જેમ કે શિયાળાની કડકડતી ઠંડીમાં પાણીમાં તેઓ તેને ડૂબાડે વિગેરે વર્ણન મિત્ર દોષ પ્રત્યકિ ક્રિયાસ્થાનમાં જે જે દંડનું વર્ણન છે તે પ્રમાણે જાણી લેવું. આવા ક્રૂર આત્મા અંતમાં દુઃખી થાય છે. શોક અને પશ્ચાત્તાપ કરે છે. પીડા અને પરિતાપ પામે છે. તે વધબંધન આદિ કલેશોથી નિવૃત્ત થઈ શકતો નથી. ઉપરોક્ત પ્રકારથી સ્ત્રીમાં અને કામભોગમાં આસક્ત થયેલ, તેમાં જ ફસાયેલો તેમાં જ ડૂબેલો તથા તેમાં જ તલ્લીન બનેલો પુરુષ ચાર-પાંચ-છ કે દશ વર્ષ સુધી થોડા યા વધારે કાળ સુધી શબ્દાદિ વિષયોનો ભોગ કરીને અને પ્રાણીઓની સાથે વૈરની પરંપરાને વધારીને તેમ જ ઘણા જ પાપકર્મોનો સંચય કરીને પાપકર્મના ભારથી ભારે બનીને નીચે ને નીચે ચાલ્યો જાય છે. જેમ કે લોઢાનો યા પત્થરનો ગોળો પાણીમાં નાખવાથી તે પાણીને કાપીને ભારને કારણે તળિયે જઈને નીચે બેસી જાય છે. તે પ્રમાણે કર્મના ભારથી ભારેકમ મલિન વિચારવાળો તથા વૈર-ક્રોધ-દંભ-ઠગાઈ અને દ્રોહ વિગેરેથી યુક્ત તથા ભેળસેળ કરી પદાર્થોને વેચનાર અપયશવાળો તથા ત્રસ જીવોની વાત કરનાર તે મૂર્ખ પાપી પુરુષ આયુષ્ય પૂર્ણ કરી રત્નપ્રભાદિ પૃથ્વીનું અતિક્રમણ કરીને નરકના તળિયે જઈને વાસ કરે છે. [68] તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ હોય છે. તે નીચેથી એટલે કે તળિયાભાગથી અસ્ત્રાની ધાર જેવા તીક્ષ્ણ હોય છે. તેમાં હંમેશા ઘોર અંધકાર ભરેલો હોય છે. તે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને જ્યોતિમંડળની પ્રભાથી રહિત હોય છે. ત્યાંની ભૂમિ મેદ-ચરબી-માંસ રક્ત અને રસીથી ઉત્પન્ન થયેલ કિચડથી લિંપાયેલી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116