Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ 136 સૂયગડો-૧૩/૨૨૦૦ ભોગવવામાં આપને દોષ કેવી રીતે લાગે ? આ પ્રમાણે જેમ શાલિને ફેલાવીને સુવરને લલચાવે છે તેમ ભોગ ભોગવવાનું નિમંત્રણ આપીને સાધુને ફસાવે છે. [201-203] સાધુની સમાચારાનું પાલન કરવા માટે, આચાર્યદ્વારા પ્રેરિત તે શિથિલ સાધુ જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય છે. તેમ તે પણ સમાચારીથી પડી જાય છે અને સંયમને છોડી દે છે. જેમ ચઢાણવાળા માર્ગમાં ઘરડો બળદ કષ્ટ પામે છે તેમ સંયમનું પાલન કરવામાં અસમર્થ તેમજ તપસ્યાથી પીડિત મદ્ સાધુ સંયમમાર્ગમાં કલેશ પામે છે. આ રીતે ભોગનું આમંત્રણ મળતાં, કામભોગમાં આસક્ત, સ્ત્રીમાં મોહિત અને વિષયભોગમાં દત્તચિત્ત પુરુષો સંયમ પાળવા માટે ગુવદિવડે પ્રેરણા કરવા છતાં ફરી ગૃહસ્થ બની જાય છે, એમ હું કહું છું. | અધ્યયન 3- ઉદ્દેસોર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ ૩-ઉદેસો 3 ) [204-205] જેમ કોઇ કાયર પુરુષ યુદ્ધને સમયે "કોનો પરાજય થશે તે કોણ જાણે છે?" એવું વિચારીને પ્રાણ બચાવવા માટે પાછળની બાજુએ ખાડો, ગહન સ્થાન કે કોઈ છાનું સ્થાન જોઈ રાખે છે. વળી તે ડરપોક એવું વિચારે છે કે ઘણા મુહૂત્તોમાં એક મુહર્ત એવું પણ આવે કે જેમાં પરાજિત થઈને હું છુપાઈ શકું. [206-208] જેમ સંગ્રામભૂમિમાં ગયેલ કાયર પુરષ પહેલેથી છુપાવવાનું સ્થાન ગોતી રાખે છે તેમ કોઈ કોઈ કાયર શ્રમણ જીવનપર્યત સંયમ પાલનમાં પોતાને અસમર્થ જાણીને ભાવિષ્યકાલીન ભયની કલ્પના કરીને જ્યોતિષ વગેરે શાસ્ત્રને શીખી રાખે છે કે જેથી પોતાની રક્ષા થઈ શકે. વળી તે કાયર સાધુ વિચારે છે કે સ્ત્રી સેવનથી અથવા કાચા પાણીનો ઉપભોગ કરવાથી હું કેવી રીતે સંયમથી ભ્રષ્ટ થઇ જઈશ તે કોણ જાણે છે? મારી પાસે પૂર્વોપાર્જિત દ્રવ્ય પણ નથી. માટે હસ્તવિદ્યા, ધનુર્વેદ અથવા વ્યાકરણ આદિ કોઈ પૂછશે તો તેનો અર્થ બતાવી મારી આજીવિકા ચલાવીશ આ પ્રમાણે ચંચળ ચિત્તવાળા, સંયમપાલનમાં સંશય કરનાર અને સન્માર્ગને નહીં જાણનારા સાધુઓ, આજિવિકાના સાધનનો વિચાર કરતા રહે છે. 0i09-210) જે પુરુષો જગત પ્રસિદ્ધ અને વીરોમાં અગ્રગણ્ય છે તેઓ યુદ્ધના સમયે પોતાની રક્ષા માટે પાછળ નજર કરતા નથી. તેઓ સમજે છે કે મૃત્યુ સિવાય બીજું શું થઇ શકવાનું હતું ? તે પ્રમાણે જે ભિક્ષ ગૃહસ્થીના બંધનોને છોડીને તથા સાવદ્ય ક્રિયાનો ત્યાગ કરી સંયમમાં ઉદ્યત થયા છે, તે મોક્ષ માટે શુદ્ધ સંયમમાં સ્થિર રહે છે. [211] સંયમજીવી સાધુને કોઈ કોઈ અન્ય તીર્થિઓ આક્ષેપ વચનો કહે છે. પરંતુ આક્ષેપ કરનારાઓ સમાધિથી દૂર રહે છે. રિ૧૨-૨૧] ગોશાકમતાનુયાયી જે નિંદા કરે છે તે બતાવે છે. તેઓ કહે છેતમારો વ્યવહાર ગૃહસ્થ સમાન છે. જેમ ગૃહસ્થ માતા-પિતા આદિમાં આસક્ત રહે છે તેમ તમો પણ પરસ્પર આસક્ત છે, બીમાર સાધુ માટે આહાર લાવીને આપો છો. આ પ્રમાણે તમે રાગથી યુક્ત છો અને પરસ્પર એકબીજાને આધીન છો તેથી તમે સન્માર્ગથી તથા સદૂભાવથી રહિત છો. માટે તમે સંસારને પાર કરી શકો તેમ નથી. પૂર્વોક્ત રીતથી નિંદા કરનારને મોક્ષમાર્ગમાં કુશળ સાધુ આ પ્રમાણે ઉત્તર આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116