Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ 166 સંયમો-૧૧પ૯૭ ભગવંતે કહ્યું છે. જેમ માર્ગને જાણનાર નેત્ર સહિત હોવા છતાં અંધકારમયી રાત્રિમાં ન દેખવાના કારણે માગને જાણી શકતો નથી, પરંતુ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાઈ જવાથી તે માર્ગને જાણે છે. તેમ ધર્મમાં નિપુણ શિષ્ય પણ અજ્ઞાનના કારણે ધર્મ જાણતો નથી, પરંતુ જિનવચનોથી વિદ્વાન બની જતાં, ધર્મને જાણી લે છે. પ૩] ઊંચ નીચ અને તિછ દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ નિવાસ કરે છે, તેમાં સાધક હમેશાં યતનાપૂર્વક સંયમનું પાલન કરે તથા તેમના ઉપર મનથી જરામાત્ર પણ દ્વેષ ન કરતાં સંયમમાં દૃઢ થઈને વિચરે. પિ૯૪] સમ્યફ આચારવાનું આચાર્ય સામે ઉચિત અવસર જોઈને સાધુ સૂત્ર તેમજ અર્થની પૃચ્છા કરે અને આગમનો ઉપદેશ કરનાર આચાર્યનો સત્કાર-સન્માન કરે. આચાર્યની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરતા થકા કેવળિભાષિત સમાધિને પોતાના હૃદયમાં ધારણ કરે. (પ૯૫] ગુરૂના ઉપદેશમાં બરાબર સ્થિત સાધુ મન, વચન અને કાયાથી પ્રાણીઓની રક્ષા કરે. કારણ સમિતિ અને ગુપ્તિના પાલનમાં જ તીર્થકરોએ શાંતિની પ્રાપ્તિ અને કર્મક્ષય કહેલ છે, તે ત્રિલોકદર્શી પુરુષનું આ કથન છે કે સાધુએ ફરીથી કદી પણ પ્રમાદનો સંગ કરવો જોઈએ નહીં. પિ૯૬-૫૭] ગુરુસેવામાં રહેનાર મુનિ સાધુના આચારને સાંભળીને તથા મોક્ષરૂપી ઇષ્ટ અર્થને જાણીને તત્વમાં કુશળ અને સિદ્ધાંતના વ્યાખ્યાતા બની જાય છે, મોક્ષની પ્રગતિના ઈચ્છુક તે સાધુ તપ તેમજ સંયમને પ્રાપ્ત કરીને, નિર્દોષ આહાર દ્વારા મોક્ષ મેળવે છે. ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સમ્યક્ પ્રકારથી ધર્મને જાણીને તેની પ્રરૂપણા કરે છે. તે બુદ્ધ (જ્ઞાની) પૂર્વ સંચિત કર્મોનો અંત કરે છે, પોતાને અને બીજાને કમપાશથી છોડાવી સ્વયં સંસારથી પાર થઈ જાય છે અને બીજાને પણ પાર કરાવે છે તે મુનિ વિચારીને પ્રશ્નોના ઉત્તરો આપે છે. 1. પ૯૮ પ્રશ્નનો ઉત્તર આપતાં સાધુએ સૂત્રના અસલી અર્થને છુપાવવો ન જોઈએ તેમજ શાસ્ત્રથી વિપરીત વ્યાખ્યા પણ ન કરવી જોઈએ. હું બહુ જ્ઞાની છું, ઉગ્ર તપસ્વી છું એવું અભિમાન ન કરવું જોઈએ તથા પોતાના ગુણો જાહેર ન કરવા જોઈએ. કારણવશ શ્રોતા તત્વને ન સમજે તો તેની હાંસી ન કરે તેમજ કોઈને આશીર્વાદ ન આપે. પિ૯૯સાધુ પાપની ધૃણા કરીને પ્રાણીઓના વિનાશની શંકાથી કોઈને આશીવદિ ન આપે. મંત્રવિદ્યાનો પ્રયોગ કરીને પોતાના સંયમને નિસાર ન બનાવે તેમજ પ્રજાજનો પાસેથી કોઈ વસ્તુની ઈચ્છા ન કરે અને અસાધુના ધર્મનો ઉપદેશ ન આપે. [09]-સાધુએ એવો શબ્દ અથવા એવી શારીરિક ચેષ્ટા ન કરવી જોઈએ કે જેનાથી પોતાને અથવા બીજાને હાંસી આવે. પાપમય કર્તવ્યનો ઉપદેશ પણ ન દેવો જોઈએ. રાગદ્વેષથી રહિત સાધુ બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવા સત્ય વચનનો પણ પ્રયોગ ન કરે. આદર સન્માન પામીને અભિમાન ન કરે, આત્મપ્રશંસા ન કરે અને લોભાદિ કષાયોથી રહિત થઈને વિચરે. so૧-સૂત્ર અને અર્થના વિષયમાં નિશંક હોવા છતાંય બુદ્ધિમાન સાધુ ગર્વ ન કરે અને સાદ્વાદમય-સાપેક્ષ વચન કહે. સત્ય અને વ્યવહાર આ બે ભાષાઓનો જ ઉપયોગ કરે ધર્મનિષ્ઠ સાધુઓની સાથે વિચરે અને રાજા તથા રેક પર સમાન ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116