________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, શિલા, લાલરત્ન અને ઉત્તમ મણિ આદિ સમ્પત્તિ મારી છે, મનોહર શબ્દ કરનાર વીણા-વેણુ વગેરે મારાં છે. સુંદર રૂપવતી નારી મારી છે, અત્તર તેલ આદિ સુગન્ધી પદાર્થો મારા છે, ઉત્તમોત્તમ રસ મારા છે, આ સર્વ પદાર્થોનો સમૂહ મારા ભોગ અને ઉપભોગના સાધનો છે. અને હું તેનો ઉપભોગ કરનાર છું. બુદ્ધિમાનું પુરુષે પ્રથમથી જ વિચારી લેવું જોઈએ કે-જ્યારે મને દુઃખ કે રોગ ઉત્પન્ન થાય છે. જે ઈષ્ટ નથી, પ્રીતિકર નથી. કિન્તુ અપ્રિય છે, અશુભ છે. અમનોજ્ઞ છે. વિશેષ પીડા આપનાર છે, દુખરૂપ છે પણ સુખરૂપ નથી. આવા સમયે જો કદાચ એમ કહું કે-હે ભયથી રક્ષા કરનાર મારા ધન-ધાન્ય આદિ કામ ભોગો મારા આ અનિષ્ટ, અપ્રિય, અત્યન્ત દુખદ રોગને તમો વેચી લો, ભાગ કરી લો. કારણ કે હું આ રોગોથી અતિ દુઃખી થાઉં છું. હું શોકમાં પડ્યો છું. આત્મનિન્દા કરી રહ્યો છું. હું કષ્ટનો અનુભવ કરું છું, ભયંકર વેદના પામી રહ્યો છું. તેથી તમો મને આ અપ્રિય, અનિષ્ટ તથા દુઃખદ રોગથી અને વેદનાથી મુક્ત કરો. ત્યારે ધન, ધાન્ય અને ક્ષેત્ર સાંભળીને દુઃખથી મુક્ત કરી શકે, તેમ કોઇ દિવસ બની શકે નહિ. વસ્તુતઃ ધન-ધાન્ય અને સમ્પતિ મનુષ્યની રક્ષા કરવામાં સમર્થ હોતાં નથી. કોઈવાર તો મનુષ્ય ક્ષેત્રાદિ કામભોગોની સમ્પત્તિને અહીં મૂકીને ચાલ્યા જાય છે. કોઈ વખતે કામભોગો તેને છોડી ચાલ્યા જાય છે. તેથી તે મારાથી ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું, છતાં પણ હું શા માટે મારાથી ભિન્ન એવી સમ્પત્તિ અને કામભોગના સાધનોમાં આસક્ત બની રહેલ છું? અરે, હવે આવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું તેથી હું અવશ્ય સંપત્તિનો ત્યાગ કરીશ ને ભિક્ષાવૃત્તિને ધારણ કરીશ.... આ રીતે બુદ્ધિમાનું પુરષ વિચાર કરતો આગળ વિચારે છે કે નિકટના સ્નેહી અને સ્વજનો પણ આત્માથી ભિન્ન છે. માતા-પિતા, ભાઈ, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી, દાસ-દાસી, જ્ઞાતિજન, પુત્રવધૂ મિત્રવર્ગ, પરિચિત, સ્નેહીજન વિગેરેમાં મનુષ્ય તાદાભ્ય ભાવ સ્થાપિત કરીને માને છે, કે આ બધા મારા છે અને હું તેમનો છું. કિન્તુ બુદ્ધિમાન પુરુષે તો પ્રથમ વિચારી લેવું જોઈએ કે જ્યારે મને કોઈ પ્રકારનું દુઃખ કે રોગ ઉત્પન્ન થાય કે જે અનિષ્ટ અને દુઃખદાયી અથવા એ સમ્બધિઓને અનિષ્ટ અને દુઃખદાયી કોઈ પણ પ્રકારનું દુઃખ કે રોગ ઉત્પન્ન થાય ત્યારે મારા રોગાદિમાં તેઓ ભાગ પડાવી શકતાં નથી અને તેઓના રોગાદિમાં હું ભાગ પડાવી શકતો નથી, અમો પરસ્પર એકબીજાને દુઃખાદિથી બચાવી શકતાં નથી. એકના કર્મના ફળને અન્ય કોઈ ભોગવી શકતો નથી. જીવ એકલો જન્મ ધારણ કરે છે, એકલો જ મરે છે, એકલો જ બીજી ગતિમાં જાય છે, એકલો જ જીવનના સર્વ સાધનોને પ્રાપ્ત કરે છે, એકલો જ કષાય ભાવને ગ્રહણ કરે, એકલો જ પદાર્થને સમજે છે, એકલો જ ચિન્તન કરે છે, એકલો જ વિદ્વતા પ્રાપ્ત કરે છે અને એકલો જ સુખ દુઃખ ભોગવે છે. આ જગતમાં સગા, સ્નેહી અને બાંધવોનો સંયોગ દુખથી રક્ષા કરવામાં કે શરણભૂત બનાવવામાં સમર્થ નથી. કોઈ વાર પોતે સંયોગને છોડીને ચાલ્યો જાય છે અને કોઈવાર મનુષ્યને સંયોગો છોડીને ચાલ્યા જાય છે. તેથી એમ સમજાય છે કે સગા-સ્નેહી અને સર્વ સંયોગો મારાથી ભિન્ન છે, અને હું તે સર્વથી ભિન્ન છું. તો પછી અમો પરસ્પર એકબીજામાં શા માટે આસક્ત બની રહ્યા છીએ? એવું જાણ્યા બાદ હું જ જ્ઞાતિજનો અને સર્વ સંયોગોનો ત્યાગ કરું, આ વિચાર કર્યા બાદ હજુ અતિ સૂક્ષ્મતાથી બુદ્ધિમાને વિચારવું જોઈએ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org