________________ - - - ..... - - 188 સૂયગડો- 22 વદ 3 ઘર માટે, પરિવાર માટે, કોઈ પુરુષની પાછળ પડે છે. કોઈ પાપી ધન હરવા માટે સેવા કરે છે. કોઇ સન્મુખ જઈને ધન હરણ કરે છે. કોઈ પાપી ઘરમાં છેદ કરીને ધન હરણ કરે છે. ગાંઠ છોડીને ધન હરણ કરે છે. અથવા ઘેટા-બકરા તથા ભૂંડ ચારવાનો ધંધો કરવા હિંસા કરે છે. ઝાળ નાખી મૃગ પક્ષીઓ કે માછલા પકડે, ગાયોની હત્યા કરે. અથવા ગોવાળ બની પાપમયી કાર્યો કરે અથવા કૂતરા પાળનાર કે કૂતરા દ્વારા શિકાર કરાવનાર શિકારી બને છે. કોઈ પુરુષ એક ગામથી બીજે ગામ જનારની પાછળ પડીને, તેને મારીને અથવા તલવાર આદિથી કાપીને, શૂળ આદિથી ભેદને, ઘસડીને અથવા ચાબૂક આદિથી મારીને અથવા તેની હત્યા કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ પ્રમાણે મહાકર્મ કરનારા પુરુષ જગતમાં મહાપાપીના નામે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. કોઈ પાપી કોઇ ધનવાનું વ્યક્તિનો સેવક બનીને પોતાના સ્વામીને મારી, પીટી તથા છેદન-ભેદન અને ઘાત કરીને તથા તેના જીવનનો નાશ કરીને તેનું ધન હરી લઈ, પોતાના ખાનપાન અને ભોગ-ઉપભોગની સામગ્રી મેળવે છે. તે પુરુષ મહાન પાપ કર્મો દ્વારા મહાપાપી તરીકે પ્રસિદ્ધ થાય છે. કોઈ પાપી પુરષ ગામ-નગર વગેરેથી આવતી કોઈ વ્યક્તિની સામે જઈને તેને મારીને, પીટીને તથા તેનું છેદન-ભેદન આદિ કરીને તેના ધનને લૂંટીને આજીવિકા ચલાવે છે. આમ મહાન પાપો કરીને પોતાને મહાન પાપી તરીકે પ્રસિદ્ધ કરે છે. કોઈ પાપી પુરુષ ધનવાનોના ઘરમાં ખાતર પાડી, ધાડ પાડી કે ધનની ગાંસડી છોડી પ્રાણીઓને હણી, છેદી ભેદી પ્રાણ લે છે અને તેનું ધન હરી લઈ આજીવિકા ચલાવે છે. તેથી મહાનું પાપો કરીને મહાપાપી તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય છે. કોઇ પાપી પુરુષ ઘેટાને પાળનાર ભરવાડ બની ઘેટાને કે બીજા પ્રાણીઓને મારીને અથવા વાઘરી બનીને મૃગઘાત કરીને મૃગને અથવા અન્ય પ્રાણીઓને મારીને પોતાની આજીવિકા ચલાવે છે. તે પાપી જગતમાં મહાન પાપ કર્મો કરી મહાપાપીને નામે પ્રસિદ્ધ થાય છે. કોઈ પાપી પુરુષ શાનિક બની પક્ષી પકહવાના કાર્ય કરી ત્રસપ્રાણીઓને મારી અથવા માછીમારનો ધંધો કરીને માછલા તથા અન્ય જલચરજીવોને મારીને પોતાની આજીવિકા ચલાવે છે. તે પોતાને પાપી તરીકે જગતમાં પ્રસિદ્ધ કરે. કોઈ પાપી પુરુષ કસાઈનો ધંધો કરી ગૌહત્યા કરીને અને અન્ય ત્રણ પ્રાણીઓને મારીને આજીવિકા ચલાવે છે. તે પાપી તરીકે પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ ગોવાળ બનીને ગાયના નાના વાછરડાને ટોળામાંથી બહાર કાઢીને મારી પીટીને પોતાની આજીવિકા ચલાવે છે તે પાપી છે. કોઈ પુરુષ કૂતરા પાળવાનું કામ કરી તે કૂતરાને કે બીજા પ્રાણીઓને મારીને અથવા કોઈ પુરુષ કૂતરાઓ વડે મૃગ વગેરે બીજા પ્રાણીઓને મરાવીને આવી રીતે પોતાની આજીવિકા ચલાવે છે. તેથી તે મહાપાના સેવનથી જગતમાં મહા પાપીના નામે પ્રસિદ્ધ થાય છે. આ ઉપર વર્ણન કરેલ આજીવિકા ઘોર પાપમય છે. નરક આદિ દુગતિઓમાં પરિભ્રમણ કરાવવામાં કારણભૂત છે. માટે વિવેકવાન પરષોએ આવી આજીવિકાથી દૂર જ રહેવું જોઈએ. [64] કોઈ પુરુષ સમૂહમાં ઉઠીને પ્રતિજ્ઞા કરે છે કે “હું આ પ્રાણીને મારીશ” એમ કહીને તે તેતર, બટેર, લાવક, કબૂતર, કપીંજલ કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારી એ ઘોર પાપ કર્મને કારણે મહાપાપીના નામે પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ સડેલું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org