________________ . કુતસ્કંધ-૨, અધ્યયન-૨, 189 મળવાથી કે બીજી કોઈ અભીષ્ટ અર્થની સિદ્ધિ ન થવાથી અથવા અપમાન આદિ કારણથી ક્રોધિત બનીને ગાથાપતિ કે તેના પુત્રના ધાન્ય વગેરેને પોતે આગ લગાવી બાળી નાખે છે. અન્યની પાસે બળાવી નાખે છે. અન્ય કોઇ બાળનારને અનુમોદન આપે છે. તથા તેમના ઊંટ, ગાય, ઘોડા અને ગધેડા વગેરે પશુઓના અંગો સ્વયં કાપે છે, કપાવે છે. અને અનુમોદન આપે છે. તેવા પ્રકારની ક્રિયાથી તે મહા પાપીના નામથી પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ અપમાન આદિ કારણવશ અથવા તેનાથી પોતાની ઈષ્ટ સિદ્ધિ ન થવાને કારણે ગાથાપતિ ઉપર ક્રોધિત બનીને ગાથાપતિની તથા તેમના પુત્રોની ઊંટશાળા ગૌ-શાળા અશ્વશાળા અને ગર્દભશાળાને કાંટાથી ઢાંકી સ્વયં આગ લગાડે છે અથવા બીજા પાસે લગાવડાવે છે. અન્ય કોઈ લગાવે તો અનુમોદન આપે છે. તે પુરુષ જગતમાં મહા પાપી કહેવાય છે. કોઈ પુરુષ એવા હોય છે કે ગાથાપતિથી ઓછું અથવા ખરાબ અને મેળવીને પોતાના મનોરથની સિદ્ધિ ન થઈ શકવાથી અથવા અન્ય કારણથી ક્રોધિત બનીને ગાથાપતિના તથા તેમના પુત્રોના કુંડલ મણિ અથવા મોતીઓને સ્વયં હરણ કરે છે, કરાવે છે, કરનારને અનુમોદન આપે છે ઉપરોક્ત કમોંનો કરનાર વ્યક્તિજગતમાં મહાપાપીનાં નામે ઓળખાય છે. કોઈ પુરુષ ઓછું અન્ન મળવાથી અથવા ખરાબ અન્ન મળવાથી પોતાના અર્થની સિદ્ધિ ન થતાં શ્રમણ માહણ ઉપર ક્રોધિત બની તે શ્રમણ માહણના છત્ર દંડ ભાંડ પાલા લાઠી આસન વસ્તુ, પરધ, ચર્મછેદનક, ચામડાની થેલી આદિ વસ્તુને સ્વયે હરણ કરે, અન્ય પાસે હરણ કરાવે. કોઈ હરણ કરે તો સારું જાણે છે. તે પુરુષ આ જગતમાં મહા પાપીના નામે પ્રસિદ્ધ પામે છે. કોઈ પુરુષ કંઈ પણ વિચાર વિના જ, કારણ વિના જ, ગાથાપતિ કે તેમના પુત્રનાં ધાન્યાદિમાં સ્વયં આગ લગાવે, અન્ય પાસે લગાવડાવે. લગાડનારને અનુમોદન આપે છે. તે મહા પાપી છે કોઈ પોતાના કર્મફળનો વિચાર કર્યા વિના જ તે ગાથાપતિ કે તેમનાં પુત્રોનાં ઊંટ, ગાય, ઘોડા, અને ગર્દભનાં અંગો સ્વયં કાપે છે, અન્ય પાસે કપાવે છે, કાપનારને તે અનુમોદન આપે છે. કોઈ પુરુષ પોતાના કર્મફળનો કંઈ પણ વિચાર કર્યા વિના તથા કારણ વિના ગાથાપતિની તથા તેમનાં પુત્રની ઊંટશાળા, ગૌ-શાળા. અશ્વશાળા, ગર્દભશાળાઓને કાંટાથી ઢાંકી સ્વયં આગ લગાવે, અન્ય પાસે આગ લગાવડાવે લગાવનારને અનુમોદન આપે છે. કોઈ પુરુષ કર્મફળનો વિચાર કર્યા વિના જ ગાથાપતિના તથા તેમના પુત્રોનાં મોતી વિગેરેનાં આભૂષણો સ્વયે હરી લે, અન્ય પાસે હરણ કરાવે અને કોઈ પણ હરણ કરતું હોય તો અનુમોદન આપે છે. કોઈ વિચાર કર્યા વિના જ નિષ્કારણ કોઈ શ્રમણ અથળા માહણનાં છત્ર દડ યાવતુ ચમચ્છેદન આદિ ઉપકરણોને સ્વયં હરણ કરી લે છે, અન્ય પાસે હરણ કરાવે છે. અથવા હરણ કરનારને અનુમોદન આપે છે. તેવા પુરુષો આ જગતમાં મહા પાપીને નામે પ્રસિદ્ધ પામે છે. કોઈ પુરુષ શ્રમણ અને માહણને જોઈને તેના પ્રત્યે અનેક પ્રકારના પાપમય વ્યવહાર કરે છે. તેથી તે મહા પાપી કહેવાય છે. તે સાધુને પોતાની સામેથી દૂર કરવા માટે ચપટી વગાડે છે અને તે સાધુને કડવા વચનો કહે છે. તેમનાં ઘરે જો સાધુ ગોચરી માટે, ગોચરી સમયે જાય છે તે સમયે આહાર પાણી આપે નહીં. પરંતુ એવું બોલે કે આ સાધુ તો ભાર વહન આદિ નીચ કર્મ કરનાર દરિદ્ર શુદ્ર છે. તે આળસને કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org