________________ 185 તસ્કંધ-૨, અધ્યયન-૨, સાતમું અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. [5] હવે આઠમું ક્રિયાસ્થાન અધ્યાત્મપ્રત્યયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ વિષાદનું કાંઈ બાહ્યકારણ નહિ હોવા છતા પણ સ્વયં હીન, દીન દુઃખિત અને ઉદાસ બને છે, મનમાં ને મનમાં નહિ કરવા યોગ્ય એવા ખરાબ વિચારો કરે છે, ચિંતા અને શોકના કારણે શોકના સમુદ્રમાં ડુબેલો રહે છે તથા હથેલી ઉપર મુખ રાખી પૃથ્વીને જોતો જોતો આર્તધ્યાન કરતો રહે છે, નિશ્ચયથી તેના દયમાં ક્રોધ-માન-માયા ને લોભ સ્થિત છે. આ ક્રોધ, માન, માયા અને લોભ આધ્યાત્મિક ભાવ છે. આવા પુરુષને આધ્યાત્મિક સાવધ કર્મનો બન્ધ થાય છે. આ આધ્યાત્મિકપ્રત્યયિક આઠમું ક્રિયાસ્થાન કહેવાયું. - દિપક હવે નવમું ક્રિયાસ્થાન.માનપ્રત્યયિક છે. જેમ કોઈ પુરુષ જાતિમદ, કુળમદ, બળમદ રૂપમદ, તપોમદ, શાસ્ત્રમદ, લાભમદ, ઐશ્વર્યમદ અને બુદ્ધિમદ વગેરે મદથી મત્ત બની બીજા મનુષ્યોની અવહેલના કરે છે અને નિંદા કરે છે, ઘણા કરે છે ગહ કરે છે અને તિરસ્કાર કરે છે. અને એમ વિચારે કે આ લોકો મારાથી હીન છે, હું જ વિશિષ્ટ વ્યક્તિ છું અને ઉત્તમ જાતિ, કુળ અને બળ વગેરે ગુણોથી યુક્ત છું, આ પ્રમાણે પોતાને ઉત્કૃષ્ટ માને તે અભિમાની પુરુષ આ દેહ છોડીને કર્મને વશીભૂત બનીને પરલોકગમન કરે છે. તે એક ગર્ભથી બીજા ગર્ભમાં, જન્મ ઉપર જન્મ અને મૃત્યુ ઉપર મૃત્યુ અને નરક ઉપર નરકોને પ્રાપ્ત કરે છે. તે પરલોકમાં ભયંકર, નમ્રતારહિત, ચપલ અને અભિમાની બને છે. તે પુરુષ માનદ્વારા ઉત્પન્ન કરેલા સવદ્ય કર્મનો બન્ધ કરે છે. આ માન...ત્યયિક નામનું નવમું ક્રિયાસ્થાન કહેવાયું. [58] હવે દસમું ક્રિયાસ્થાન મિત્ર-દોષપ્રત્યાયિક કહેવાય છે. જેમ કોઈ પરષ માતા, પિતા, ભાઈ, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ વગેરેની સાથે રહેતો હોય અને તેમાંથી કોઈ નાનો અપરાધ કરે તો તેને ભારે દંડ આપે છે. જેમકે શિયાળાની ભારે ઠંડીમાં તેને ઠંડા પાણીમાં ડુબાવે તેમજ ગરમીના સમયમાં તેના શરીર ઉપર ગરમ પાણી છાંટે, અગ્નિથી તેમનું શરીર દઝડે તથા છોતરાથી, નેતરથી છડીથી, ચામડાથી, કે દોરડાથી માર મારી તેમની પીઠની ખાલ ઉતારે તથા દેડા-મુઠ્ઠી વિગેરેથી મારીને શરીરને ઢીલું કરી દે. આવા પુરૂષ સાથે રહેવાથી પરિવારના માણસો દુખી રહે છે. અને તેના દૂર રહેવાથી સુખી રહે છે. એવો પુરુષ જે હંમેશા સામાન્ય કારણથી કઠોર દંડ આપે છે તે ઈહ-પર લોકમાં પોતાનું અહિત કરે છે. અને પરલોકમાં ઈષળ ક્રોધી અને નિદક બને છે. તેને મિત્રદોષપ્રત્યયિક કર્મનો બંધ થાય છે. આ મિત્રદોષપ્રત્યયિક નામનું દસમું ક્રિયાસ્થાન. [59] હવે અગિયારમું ક્રિયા સ્થાન માયાપ્રત્યયિક કહેવાય છે. આ જગત્માં કોઈ કોઈ કોઈ માણસો એવા હોય છે કે સંસારમાં વિશ્વાસ ઉત્પન કરીને બીજા માણસોને ઠગે છે. તથા લોકોથી છૂપી રીતે ખરાબ ક્રિયા કરનાર ઘૂવડની પાંખ જેવા હલકા હોવા છતાં પણ પોતાને મોટા પર્વત જેવા ભારે માને છે. તે આર્ય હોવા છતાં પણ અનાર્ય જેવી ભાષા બોલે છે. તેઓ બીજી જ જાતના હોવા છતાં પણ પોતાને બીજા જ રૂપે માને છે. તેમને એક વાત પૂછવામાં આવે અને તેઓ બીજી જ વાત બતાવે છે. જે બોલવું જોઈએ તેથી તેઓ તેઓ વિરુદ્ધ બોલે છે. જેમ કોઈ પુરુષ પોતાને લાગેલો કાંટો કે (અંતઃશલ્ય) તીર સ્વયં બહાર ન કાઢે, બીજા પાસે ન કઢાવે અને તેને નાશ પણ ન કરે પરંતુ વ્યર્થ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org