________________ 184 સૂયગડો-રારHપ૦ પુરુષને નિસ્પ્રયોજન પ્રાણીઓની ઘાતનું કર્મ બંધાય છે આ બીજું અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાયું. [51] ત્રીજું ક્રિયાસ્થાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. કોઈ પુરુષ એમ વિચારે કેએમણે મને કે મારા સંબંધીને કે બીજાને કે બીજાના સંબંધીને માય છે, મારે છે અથવા મારશે. આ પ્રમાણે વિચાર કરીને તે ત્રણ સ્થાવર પ્રાણીઓને દંડ આપે છે, બીજા પાસે દંડ અપાવે છે, અન્ય કોઈ દંડ આપે તો અનુમોદન કરે છે. તેવા પુરુષને હિંસાપ્રત્યયિક સાવદ્યકર્મનો બંધ થાય છે. આ ત્રીજું હિંસા પ્રત્યાયિક ક્રિયાસ્થાન, [52] હવે ચોથું ક્રિયાસ્થાન અકસ્માતુ-દંડ-પ્રત્યાયિક વિષે કહેવામાં આવે છે. જેમ કોઈ શિકાર ખેલનાર પુરુષ સઘન અટવીમાં અથવા દુર્ગમ વનમાં જઈને મૃગને મારવાની ઈચ્છા કરીને મૃગને મારવાનો સંકલ્પ કરે છે, મૃગનું ધ્યાન કરે છે તથા તે મૃગને મારવા માટે ગયેલ છે. ત્યાં મૃગને જોઈને “આ મૃગ છે” એમ વિચારીને ધનુષ ઉપર બાણ ચડાવે બાણ છોડે છે. પરંતુ મગને બદલે તે તીર, તીતર પક્ષી, બટેર, ચકલી, લાવક કબૂતર, બંદર, કંપીજલમાંથી કોઈ પણ પક્ષી ને વીંધી નાખે છે તો આવી પરિસ્થિતિમાં તે પુરુષ બીજાની ઘાત માટે પ્રયુક્ત દંડથી અન્યની ઘાત કરે છે. મા દંડ ઈચ્છા ન હોવા છતાં અચાનક થાય છે એટલા માટે અકસ્માતુ દંડ કહેવાય છે. જેમ કોઈ પુરુષ શાલિ, વ્રીહિ, કોઢવ, કંગ, પરાગ અને રાળના છોડને છેદે અને અન્ય તૃણાદિને શસ્ત્રો અડી જાય અને હું શ્યામાક, તૃણ, કમોદ આદિને કાપું છું, એવા આશયને લક્ષમાં રાખીને કાપે પણ લક્ષ્ય ચૂકી જતા શાલિ, બ્રીહિ, કોઢ, કંગ અને રળના છોડનું છેદન કરી નાખે, અન્યને બદલે અન્યનું છેદન થવાથી તે પુરુષને અકસ્માતુ દંડની ક્રિયા લાગે છે. તેથી તે સાવદ્યકર્મનો બન્ધન કરે છે. આ ચોથું ક્રિયાસ્થાન થયું... [54] હવે દ્રષ્ટિવિપયસિ નામનું પાંચમું ક્રિયાસ્થાન કહેવાય છે. જેમ કોઈ પુરૂષ. માતા, પિતા ભાઇ, બહેન, સ્ત્રી, પુત્ર, કન્યા અને પુત્રવધૂની સાથે નિવાસ કરતો હોય અને પોતાના મિત્રને શત્રુ સમજીને શ્રમથી તેને મારી નાખે તે દ્રષ્ટિની વિપરીતતાને કારણે દ્રષ્ટિવિપસ દંડ કહેવાય છે. જેમ કોઈ પુરુષ ગ્રામ, નગર, ખેડ, કર્વટ (પહાડોની વચમાં વસેલું ગામ) મડંબ (જેની આજુ બાજુ યોજન સુધી કોઈ ગામ ન હોય તેવું ગામ) દ્રોણમુખ પટ્ટણ (જ્યાં સર્વવસ્તુઓ મળતી હોય) આશ્રમ (તાપસોનું નિવાસસ્થાન) નિવેશ (મંડી) નિગમ (વ્યાપારનું મુખ્ય સ્થાનો અને રાજધાનીમાં યાતના સમયે ચોર જે નથી તેને ચોર સમજીને મારે, ભ્રમથી ઘાત કરે, તો તે પુરુષે દ્રષ્ટિવિપયસથી-એક પ્રાણીના ભ્રમથી બીજાને માર્યો તેને દ્રષ્ટિવિપયસિડ પ્રયિક ક્રિયા લાગે છે. આ પાંચમું દૃષ્ટિવિપયાસ દડ પ્રત્યયિક નામનું ક્રિયાસ્થાન કહેવાયું. [54] હવે છઠું ક્રિયાસ્થાન મૃષા પ્રત્યાયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિ માટે, ઘરને માટે, અને પરિવાર માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવે અને જે અસત્ય બોલે છે તેને અનુમોદન આપે તે પુરુષને મૃષા પ્રત્યાયિક કર્મબન્ધ હોય છે. આ છઠું કિયાસ્થાન મૃષા પ્રત્યયિક કહેવામાં આવ્યું હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાધનપ્રયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિ માટે, ગૃહ માટે અથવા પરિવાર માટે સ્વયં અદત્તને ગ્રહણ કરે છે, અન્યની પાસે કરાવે છે અને કરતાને અનુમોદન આપે છે, તેને અદત્તાદાન પ્રત્યયિક પાપનો બન્ધ થાય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org