________________ - - શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, આપે, કલેશ પહોંચાડે, ઉદ્વેગ આપે, અરે ! બીજું તો પણ મારું એક રુવાંડુ પણ ખેંચે તો હું અશાન્તિ અને દુખ અનુભવું છું અને મને ભય થાય છે. તે પ્રમાણે સર્વ જીવ, પ્રાણ, ભૂત અને સત્વને દડા વગેરેથી મારવાથી યાવતુ તેમનું એક રૂવાંડું પણ ઉખેડી લેવાથી તેઓ પણ મારી સમાન જ અશાંતિ તથા દુઃખ અનુભવે છે તથા તેમને ભય ઉત્પન્ન થાય છે. એવું જાણી કોઇપણ પ્રાણી ભૂત, જીવ કે સત્વને હણવા નહિ, તેમને બળાત્કારથી આજ્ઞા આપી દાસ દાસી બનાવવા નહિ, પરિતાપ આપવો નહિ અને તેમને ઉદ્વિગ્ન બનાવવા જોઈએ નહિ. આયુષ્યમનુહું પણ તમને એમજ કહું છું, કે જે તીર્થકર ભગવન્તો પૂર્વે થઈ ગયા છે, જે વર્તમાન છે અને જે ભવિષ્યમાં થશે તે સર્વ એવું વ્યાખ્યાન કરે છે કે પ્રાણી, ભૂત, જીવ અને સત્વને હણવા નહિ, તેમને બલાતું આજ્ઞા આપી કામ લેવું નહિ, તેમને બલાતુ દાસ દાસી બનાવવા નહિ અને તેમને ઉદ્વિગ્ન કરવા નહિ. આ અહિંસાધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, સમસ્ત લોકના દુખને જાણીને ભગવાને આ જ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે ધર્મને જાણીને પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યન્ત પાંચ આશ્રવોથી નિવૃત્ત બનીને સાધુ દતપ્રક્ષાલન ન કરે, આંખની શોભા માટે અંજન નહિ આજે, વમન કરાવનાર એવા ઔષધોનું સેવન ન કરે, ધૂપ વગેરેથી વસ્ત્રોને સુગંધિત ન કરે તથા ધૂમ્ર સેવન નહિ કરે સાધુ સાવદ્ય ક્રિયાઓથી રહિત અહિંસક, ક્રોધ, માન, માયા અને લોભથી વર્જિત બની, ઉપશાંત અને સંયમી બનીને એવી ઈચ્છા ન કરે કે મારી આ શ્રદ્ધા, જ્ઞાન, મનન, વિશિષ્ટરૂપે અભ્યાસ, આ ઉત્તમ ચારિત્ર તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલન તથા જીવનનિર્વાહ માત્રની વૃત્તિનો સ્વીકાર, આ બધા ધમનુષ્ઠાનોના ફળ રૂપે મૃત્યુ થયા બાદ પરલોકમાં દેવગતિ પ્રાપ્ત થાઓ, સર્વ કામભોગ મારે આધીન થાઓ, મને અણિમા, મહિમા, ગરિમા, આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાઓ, અહીં પણ મને દુખ ન થાઓ, અશુભ ન થાઓ, અહીં અને બીજે સ્થળે પણ દુઃખ અશુભ ન થાઓ, આવી કામના, ભાવના, ઈચ્છા સાધુ ન કરે. આ પ્રમાણે જે સાધુ મનોહર શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં આસક્ત રહેતો નથી, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ચુગલી, પરનિંદા સંયમમાં અપ્રીતિ, અસંયમમાં પ્રીતિ, કપટ, જૂઠ અને મિથ્યાદર્શનરૂપી શલ્યથી નિવૃત્ત થઈ જાય છે, તે સાધુ મહાનુ કર્મના બન્ધનથી મુક્ત થાય છે, તે ઉત્તમ સંયમમાં ઉપસ્થિત થાય છે. તથા સંયમમાં લાગતા બધાં દૂષણોથી દૂર થાય છે. તે સાધુ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરતો નથી, કરાવતો નથી અને અનુમોદન પણ કરતો નથી તે સાધુ મહાન કર્મબંધનોથી મુક્ત થઈ ગયેલ છે, શુદ્ધ સંયમમાં સ્થિત છે અને પાપથી નિવૃત્ત છે. તે સાધુ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામભોગોનો સ્વયે ગ્રહણ કરતો નથી, અન્યની પાસે ગ્રહણ કરાવતો નથી, જે અન્ય લોકો ગ્રહણ કરે છે તેઓને સારું પણ માનતો નથી. તે કારણથી તે મહાનું કર્મબન્ધથી નિવૃત્ત થયેલ છે. શુદ્ધ સંયમમાં સ્થિત અને પાપકર્મથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. તે જ સાધુ કહેવાય છે. જે સાધુ સંસારભ્રમણના કારણ રૂપ સાપરાયિક કર્મને સ્વયં કરતો નથી અને અન્યની પાસે કરાવતો નથી, જે અન્ય લોકો કરે છે તેઓને સારું પણ માનતો નથી. તે કારણથી તે મહાન કર્મબંધનથી નિવૃત્ત થાય છે. શુદ્ધ સંયમમાં સ્થિત અને પાપકર્મથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. તે જ સાધુ કહેવાય છે. જો સાધુને ખ્યાલમાં આવી જાય કે અમુક શ્રાવકે સાધર્મિક સાધુને દાન આપવા માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્વનો આરંભ કરીને આહાર બનાવ્યો છે અથવા તે સાધુ માટે ખરીદ્યો છે, કોઈ પાસેથી ઉધાર લીધો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org