________________ 176 સૂયગડો-૨૧-૪૨ કરે છે. તેની પાસે જાય છે. પોતાના ધર્મની શિક્ષા દેનારા તે શ્રમણ-બ્રાહ્મણ તે શ્રદ્ધાળને કહે છે. હે પ્રજાના ભયનું નિવારણ કરનાર રાજનું ! હું તમોને મારા ધર્મનું સ્વરૂપ સમજાવીશ. તમે તે ધર્મને સત્ય સમજે. સુઆખ્યાત અને સુપ્રત સમજો. આ ગતમાં પાંચમહાભૂત જ છે અને આ પાંચ મહાભૂતોથી જ ક્રિયા-અક્રિયા સુકૃત-દુકૃત, પૂણ્ય, પાપ શ્રેય, અશ્રેય, સિદ્ધિ, અસિદ્ધિ, નરક અને નકથી. ભિન્ન ગતિ, વધારે શું ? તૃણની નમ્રતા પણ તે પાંચ મહાભૂતોથી જ થાય છે. અન્યથા નહિ આ પાંચ મહાભૂતોનો સમૂહ જ ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે. જેમકે સ્પ્રથમ મહાભૂત પૃથ્વી છે. બીજો મહાભૂત જળ છે. ત્રીજો મહાભૂત તેજ છે. ચોથો મહાભૂત વાયુ છે. અને પાચમો મહાભૂત આકાશ છે. આ પાંચ મહાભૂતો કોઈ કત દ્વારા બનાવેલ નથી તથા અન્ય દ્વારા નિમણ કરાવાયેલ નથી. તે અકત છે, અનાદિ છે, શાશ્વત છે અને સમસ્ત કાયના કરનાર છે. તેમને કાર્ય કરવાની પ્રેરણા આપનાર કોઈ નથી. તે સ્વતંત્ર તથા અવિનાશી છે. કોઈ કોઈ (સાંખ્ય આદિ પાંચ મહાભૂતો અને છઠ્ઠા આત્માનો સ્વીકાર કરે છે અને તેઓનું કથન છે, કે સતુ પાર્થને કોઈ સમયે નાશ થતો નથી અને અસતુની ઉત્પત્તિ થતી નથી. પાંચ મહાભૂતવાદીઓના મતમાં પાંચ ભૂત રૂપજ જીવ છે. તે જ અસ્તિકાય છે. તે જ સંપૂર્ણ જગતુ છે. તે પાંચ મહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે સામાન્ય તૃણનું કમ્પન પાંચ કારણે જ થાય છે. તેથી ભલે કોઈ સ્વયં ખરીદ કરે અથવા અન્ય પાસે કરાવે, સ્વયં પાકાદિ ક્રિયા કરે. અન્ય પાસે કરાવે. ઉપર્યુક્ત સર્વ ક્રિયાઓ કરવા કરાવવામાં પુરુષ દોષનો ભાગી બનતો નથી, જો કોઈ પુરુષ ઉપર્યુક્ત ક્રિયાઓ કરે, તેને ઘેષી ન સમજો. આ પ્રમાણે સિદ્ધાન્તને માનનાર પાંચ મહાભૂતવાદીઓ ક્રિયા, અક્રિયા, નરકસ્વર્ગ આદિ કંઇજ સ્વીકારતા નથી. તેના ફળ સ્વરૂપે વિવિધ પ્રકારના સાવદ્ય-અનુષ્ઠાનો દ્વારા વિષયભોગોની પ્રાપ્તિ માટે આરંભમાં પ્રવૃત્ત રહે છે. તેથી તે અનાર્ય તથા વિપરીત વિચારવાળા છે. તે પાંચ મહાભૂતવાદીઓના મતને માનવાવાળા રાજાદિ તેઓને ભોજન પાણી, વસ્ત્ર, પાત્રાદિ પ્રદાન કરે છે અને કહે છે કે તમોએ ઘણો જ ઉત્તમ ધર્મ અને ધર્મનું સ્વરૂપ અમોને અમોને સમજાવ્યું છે. આવા ધર્મપ્રરૂપક કામભોગ રૂપ કીચડમાં ફસાઈને નહિ આ પાર કે નહિ પેલે પાર તેવી દશાવાળા હોય છે. આ દક્ષિણ દિશાથી આવેલ બીજા પુરુષનું રૂપક છે. તે રાજાદિ રૂપ પાવર કમળનો ઉદ્ધાર કરવા ધર્મ સ્વરૂપ સમજાવે છે. પરંતુ સ્વયં ભોગ રૂપી કીચડમાં ફસાય છે અને અન્યને ફસાવે છે. 4i3 હવે ત્રીજા પુરુષ ઈશ્વરકારણવાદીનું કથન કરાય છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં આર્ય-અનાર્ય આદિ મનુષ્યો રહે છે જે અનુક્રમથી આ લોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ એક રાજા હોય છે. રાજાની સભા હોય છે જેમાં સેનાપતિપુત્રાદિ પ્રમુખ હોય છે. તેમાં કોઈ ધર્મશ્રદ્ધાળુ હોય છે, તે શ્રદ્ધાળુની પાસે જવા માટે કોઈ શ્રમણ કે બ્રાહ્મણ વિચાર કરે છે. વિચારીને શ્રદ્ધાળુની પાસે જાય છે. જઈને કહે છે હું તમોને સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવું છું. તેને જ તમો સત્ય સમજે અને ગ્રહણ કરો. તે ધર્મ આ પ્રમાણે છે- આ જગતમાં ચેતન અને અચેતન જે કંઇ પદાર્થો છે તે સર્વનું મૂળ કારણ ઈશ્વર યા આત્મા છે. સર્વ કાર્ય ઈશ્વર દ્વારા રચાયેલ છે. સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન કરેલા છે. વસ્તુમાત્ર ઈશ્વરથી પ્રકાશિત છે. દરેક પદાર્થો ઈશ્વરના અનુગામી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org