Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ સૂયગડો- 214 ભોજન પાણી માણસોને આપવામાં આવે છે. તેને ત્યાં દાસ-દાસીઓ તથા ગાય, ભેંસ અને બકરીઓની અધિકતા હોય છે. તેનો ખજાનો દ્રવ્યથી, કોઠાર અનથી અને શસ્ત્રશાલા શસ્ત્રોથી પરિપૂર્ણ હોય છે. તે શક્તિશાળી હોય અને શત્રુઓને શક્તિહીન બનાવેલા હોય છે. ચોર, જાર વગેરે દુષ્ટ મનુષ્યોથી પ્રજાને અપાતા ઉપદ્રવોને દૂર કરનાર તથા તેઓનું અહમ્ ઓગાળનાર હોય છે. કેટકની સમાન પીડા આપનારા ઉપદ્રવીઓથી તેનું રાજ્ય વર્જિત હોય છે. તેનું રાજ્ય શત્રુઓના ભયથી તથા દુભિક્ષ અને મહામારીના ભયથી રહિત હોય છે. આ પ્રમાણે તેમના રાજ્યનું વર્ણન ઉવવાઈ સૂત્રમાં કર્યું છે. તે પ્રમાણે જાણવું. તે રાજા સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત રાજ્યનું પાલન કરતો વિચરે છે. તે રાજાની સભા હોય છે. તે સભામાં ઉગ્રવંશી, અને ઉગ્રપુત્ર, ભોગવિશી અને ભોગપુત્ર, ઈક્વાકુ ક્ષત્રિય અને ઈક્વાકુ પુત્ર, જ્ઞાત અને જ્ઞાતપુત્ર કુરુવંશી, તથા કુપુત્ર, સુભટ અને સુભટપુત્ર, બ્રાહ્મણ અને બ્રાહ્મણપુત્ર, લિચ્છવી, અને લિચ્છવીપુત્ર, મંત્રી અને મંત્રીપુત્ર, સેનાપતિ, સેનાપતિપુત્ર, આદિ સર્વ તેની સભાના સભાસદો હોય છે. એવા રાજાઓમાંથી કોઇ રાજ ધર્મશ્રદ્ધાળુ હોય છે, કોઇ શ્રમણ કે બ્રાહ્મણ તે શ્રદ્ધાળુની પાસે જવાનો વિચાર કરે અને કોઈ એક ધમવિષયક શિક્ષા દેનાર શ્રમણ કે બ્રાહ્મણ એવો નિશ્ચય કરે કે અમે તેને અમારા ધર્મની શિક્ષા આપીશું. આમ વિચાર કરીને તે શ્રમણ બ્રાહ્મણ તે શ્રદ્ધાળુની પાસે જાય છે અને કહે છે-હે પ્રજાનું રક્ષણ કરનાર રાજનું! હું તમોને ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું. તમો તેને સમજો.પ્રથમ પુરુષ તજજીવ તચ્છરીર વાદી. તે પુષ્કરિણી રૂપ જગતમાં ઉત્તમ કમળ સમાન રાજાનો ઉદ્ધાર કરવા ઈચ્છે છે, તે આ પ્રમાણે કહે છે- પગના તળિયાથી લઈ ઉપર માથાના વાળ પર્યન્ત અને તિથ્થુ ચામડી સુધી જે શરીર છે તે જ સંપૂર્ણ જીવની અવસ્થા છે, કારણકે આ શરીરના જીવવા પર જીવે છે અને શરીરના મરવા પર જીવ મરે છે. શરીરના સ્થિત રહેવા પર જીવ સ્થિત રહે છે. શરીરનો નાશ થાય એટલે જીવનો નાશ થાય છે. તેથી જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જીવન છે. ત્યારે તેને બાળવા માટે બીજા માણસો લઈ જાય છે. અગ્નિમાં શરીર બળી જાય છે અને કપોત વર્ણના હાડકા બાકી રહી જાય છે. પછી મૃતદેહને ચાર જણા ઉપાડનારા અને પાંચમી ઠઠારી એમ પાંચેય પોતાના ગામમાં પાછા ફરે છે. આ પ્રમાણેની અવસ્થા દેખાતી હોવાથી સ્પષ્ટ જણાય છે કે શરીરથી ભિન્ન જીવ નામક કોઈ દ્રવ્ય નથી. કારણ કે શરીરથી ભિન્ન જીવ પ્રતીત થતો નથી. તેથી જે લોકો શરીર અને જીવને જુદા જુદા માનતા નથી તેમનો સિદ્ધાંત યુક્તિ-યુક્ત છે. પરંતુ જે લોકો કહે છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે, તેઓ તે બતાવવા શક્તિમાન નથી કે આત્મા દીર્ઘ છે કે હસ્વ છે ? ગોળાકાર છે કે દડા જેવો છે? ત્રિકોણ છે કે ચતુષ્કોણ? પહોળો છે કે કોણવાળો છે કે અષ્ટકોણવાળો છે? તે કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ છે? સુગંધી છે કે દુર્ગધી? તે તીખો, કડવો, કસાયેલો ખાટો કે મીઠો છે? તે કર્કશ છે કે સુવાળો? ભારે છે કે હલકો છે? ઠંડો છે કે ગરમ છે? સ્નિગ્ધ છે કે રૂક્ષ? શરીર સિવાય આત્માનું ઉપરોક્ત પ્રમાણેનું સંવેદન કે અનુભવ હોતો નથી તેથી જીવ અને શરીરને જુદા જુદા માનનારાઓ આત્માને શરીરથી જુદો નથી પામી શકતા, જેમ કોઈ પુરુષ મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને માન અને તલવાર બંનેને જુદા જુદા બતાવી શકે છે. જેમ કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116