Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ - - - - - - - - - કુતસ્કંધ-૨, અધ્યયન-૧, 173 ભિલાષી છું ખેદજ્ઞ છું. યાવતુ ઇષ્ટ સિદ્ધિના માર્ગનો જાણનાર છે. માટે હું આ ઉત્તમ શ્વેત કમળ બહાર કાઢી શકશે. આ પ્રમાણે વિચાર કરીને તે સાધુ પુષ્કરિણીમાં પ્રવેશ કરતો નથી. પણ પુષ્કરિણીના કાંઠા પર ઊભા રહીને કહે છે. હે પદ્મવર કમળા બહાર આવો આ પ્રમાણે સાધુના કહેવાથી તે પદ્મવર કમળ પુષ્કરિણીમાંથી બહાર આવે છે. [૩૯હે આયુષ્યનું શ્રમણો ! ઉપર્યુક્ત ઉદાહરણનો અર્થ તમારે સર્વએ જાણવો જોઈએ. ભત્તે ! એમ કહીને સર્વ સાધુ સાધ્વીઓએ શ્રમણ ભગવનું મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- ભગવન ! આપે દ્રષ્ટાંત કહ્યું તેનો અર્થ અમે જાણતા નથી. અમારી સમજમાં આવતું નથી. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સર્વ સાધુ-સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું કે હેતુ અને ઉદાહરણોથી તેના અર્થને તમારી સમજમાં ઉતારું છું. અર્થ હતું અને નિમિત્તની સાથે તે અર્થ વિસ્તૃત અને સરળ બનાવી કહું છું. [40] હે આયુષ્યમાન શ્રમણો ! મેં આ લોક ને પુષ્કરિણીની ઉપમા આપી છે. કર્મને પાણીની ઉપમા આપી છે, કામભોગોને કાદવની ઉપમા આપી છે, આ આર્ય દેશની પ્રજા અને જનપદોને પુષ્કરિણીના ઘણા કમળોની ઉપમા આપી છે, તથા રાજને ઉત્તમ શ્વેત પુંડરીક કમળની ઉપમા આપી છે, અન્યથીકોને ચાર પુરુષોની ઉપમા આપી છે ધર્મને સાધુની ઉપમા આપી છે, ધર્મતીર્થને તટની ઉપમા આપી છે. ધર્મકથાને સાધુના શબ્દોની ઉપમા આપી છે અને નિર્વાણ (મોક્ષ) ને એ પુષ્કરિણીથી શ્રેષ્ઠ પુંડરિક કમળને બહાર કાઢવાની ઉપમા આપી છે. હે આયુષ્યમનું શ્રમણો ! આ તો માત્ર રૂપક છે. આ રૂપકનું તાત્પર્ય એવું છે કે પરતીર્થિકો જે વિષયભોગ રૂપ કાદવમાં ખૂંચેલા હોય છે, તેઓ પોતાને કે પ્રધાન એવા રાજાદિને સંસારસાગરથી પાર ઉતારવા સમર્થ નથી. હોત. રાગદ્વેષ રહિત બનીને જે ધાર્મિક સતુ પુરુષ રાજા-મહારાજા વગેરેને મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે તેના ઉપદેશથી જ તે પાર થઈ શકે છે.. [641 આયુષ્યમનું શ્રમણો ! આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, અને દક્ષિણ દિશાઓમાં વિવિધ પ્રકારના મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ આર્ય કોઈ અનાર્ય કોઈ ઊંચ ગોત્રવાળા, કોઈ નીચ ગોત્રવાળા, કોઈ મોટી અવગાહનાવાળા, કોઇ ઓછી અવગાહનાવાળા, કોઇ રમ્ય વર્ણવાળા તો કોઈ અરમ્ય વર્ણવાળા, કોઈ સુંદર રૂપવાળા તો કોઇ હીનરૂપવાળા હોય છે. એ મનુષ્યોમાં કોઈ એક રાજા હોય છે. તે મોટા હિમવાનુ મલય, મંદર અને મહેન્દ્ર પર્વતસમાન શક્તિસંપન્ન અને ધનવાન હોય છે. તે અત્યંત વિશુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલ હોય છે, તેમના અંગોપાંગ રાજલક્ષણોથી સુશોભિત હોય છે. ઘણા મનુષ્યો વડે બહુમાન અને પૂજા પામેલ, સર્વ ઉત્તમ ગુણોથી સમૃદ્ધ, ક્ષત્રિય, સદા પ્રસન્ન રહેનાર, રાજ્યાભિષેક કરેલ, માતા-પિતાને સુપુત્ર, દયાળ, પ્રજાના હિત માટે મયદાનું સ્થાપન અને પાલન કરનાર, પ્રજાનું કલ્યાણ કરનાર, પોતે કલ્યાણના ધારણ કરનાર, મનુષ્યમાં ઈન્દ્રસમા, પ્રજાનો પિતા, જનપદનો પુરોહિત, સુનીતિ પ્રવર્તક, પુરુષોમાં સિંહ સમાન, ગંધહસ્તીની સમાન પ્રધાન, ધનવાન તેજસ્વી અને પ્રસિદ્ધ હોય છે. તેને ત્યાં વિશાળ ભુવન અને પલંગાદિ સૂવા-બેસવાના ઉત્તમ સાધનો હોય છે. પાલખી આદિઓથી તથા વહાનોથી સંપન્ન હોય છે. અતિ ધન, સુવર્ણ અને રજતથી યુક્ત હોય, તેને ત્યાં ઘણા દ્રવ્યોની આવક અને જાવક થાય છે અને વિપુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116