________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૫, 169 [24] જે જીવ મનુષ્યભવ ગુમાવી દે છે તેને ફરીથી બોધિની પ્રાપ્તિ મુશ્કેલ છે. કારણ કે સમ્યકદર્શનની પ્રાપ્તિ યોગ્ય દ્ધાના પરિણામો થવા દુર્લભ છે, જે ધર્મની વ્યાખ્યા કરી શકે, અને ધર્મપ્રાપ્તિ માટે યોગ્ય છે તેઓને શુભ લેશ્યા (અંતઃકરણની શુભ પરિણતિ)ની પ્રાપ્તિ થવી પણ કઠિન છે. [25-62] જે મહાપુરુષ પરિપૂર્ણ અનુપમ અને શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરે છે અને તેજ પ્રમાણે આચરણ કરે છે, તેઓ સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. પછી તેમને જન્મ લેવાની વાત પણ શાની હોય ? પુનરાગમન રહિત મોક્ષમાં ગયેલ જ્ઞાની પુરુષો કદીય સંસારમાં ઉત્પન્ન થઈ શકે ? સર્વ પ્રકારની કામનાઓથી રહિત તીર્થકર ગણધર આદિ મહાપુરુષ જગતના સર્વોત્કૃષ્ટ નેત્ર (પથદર્શક) છે. [27-28] કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત સંયમ નામનું સ્થાન સૌથી પ્રધાન છે. પંડિત પુરુષો તેનું પાલન કરીને સંસારનો અંત કરે છે અને નિવણ પ્રાપ્ત કરે છે. જ્ઞાની પુરુષ કર્મનું વિદારણ કરવામાં સમર્થ વીર્યને મેળવીને પૂર્વકત કર્મનો નાશ કરે અને નવીન કર્મ ન કરે. [29] કર્મોનો વિનાશ કરવામાં સમર્થ વિરપુરુષ, બીજા જીવો દ્વારા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને યોગના નિમિત્તથી પ્રાપ્ત થનારા કમનું ઉપાર્જન કરતા નથી. કારણ કે પહેલાં કરેલાં કમોના પ્રભાવથી જ નવા કર્મો કરવામાં આવે છે, તે પુરુષ આઠ પ્રકારના કર્મોને છોડીને મોક્ષની સન્મુખ થયેલા છે. 3i0 સમસ્ત સાધુ પુરુષો દ્વારા માન્ય જે સંયમ છે તે શલ્યને કાપનાર છે. તે સંયમની આરાધના કરીને ઘણાં આત્માઓએ સંસાર-સાગરને પાર કર્યો છે અથતુ મોક્ષ મેળવ્યો છે અથવા દેવલોક પ્રાપ્ત કર્યો છે. 3i1 ભૂતકાળમાં ઘણા ધીર પુરુષો થઈ ગયા અને ભવિષ્યમાં પણ થશે, તે બધા અતિદુર્લભ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું અનુષ્ઠાન કરીને તથા તે માર્ગ પ્રગટ કરીને સંસારથીપાર થયા છે. એમ હું કહું છું. અધ્યયન-૧૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૧૬-ગાથા) [32] ભગવાને કહ્યું. પહેલા પંદર અધ્યયનોમાં કહેલા ગુણોથી યુક્ત સાધુ ઈન્દ્રિયો અને મનનું દમન કરનાર હોવાથી દાંત હોય, મુક્ત થવા યોગ્ય હોવાથી દ્રવ્ય હોય, શરીરની વૈયાવચ્ચ નહિ કરનાર હોવાથી વ્યસૃષ્ટકાય હોય. તેને માહન, શ્રમણ, ભિક્ષુ અથવા નિગ્રંથ કહેવાય છે. શિષ્ય પૂછ્યું- હે પૂજ્ય! જે પુરુષ દાંત, મુક્તિ જવા યોગ્ય તથા શરીરની વૈયાવચ્ચના ત્યાગી છે તે શા માટે માહન, શ્રમણ, ભિક્ષુ અથવા નિગ્રંથ કહેવા યોગ્ય છે? હે મહામુનિ ! આપ મને એ બતાવો. ભગવાન ઉત્તર આપે છે. તે સંયમી પુરુષ સર્વ પાપ કર્મોથી વિરત થયેલો છે, તથા તે રાગદ્વેષ, કલહ, કોઇને જૂઠો દોષ દેવ, ચુગલી કરવી, નિંદા કરવી, સંયમમાં ખેદ કરવો અને અસંયમમાં પ્રેમ રાખવો, પરને ઠગવું અને જૂઠું બોલવું તેમજ મિથ્યાદર્શન શલ્ય વગેરે પાપ કર્મોથી દૂર થયો છે. તથા પાંચ ગુપ્તિઓથી ગુપ્ત છે, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે, સદા ઈન્દ્રિયોને જીતનાર છે. કોઈ ઉપર ક્રોધ નથી કરતો, માન નથી કરતો, તેથી તે મોહન કહેવાય છે. જે સાધુ પૂવક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org