________________ .. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦, 157 તે તે યોનિઓમાં વારંવાર ભ્રમણ કરે છે. જીવ હિંસ પોતે કરવાથી કે બીજા પાસે કરાવવાથી પાપ ઉત્પન્ન થાય છે. [478] જે પુરુષ ઈનવૃત્તિ કરે છે તે પણ પાપ કરે છે. એવું જાણી તીર્થકરોએ એકાંત ભાવસમાધિનો ઉપદેશ આપ્યો છે. તેથી વિચારવાન શુદ્ધચિત્ત પુરુષ ભાવસમાધિ અને વિવેકમાં રત રહીને પ્રાણાતિપાતનો ત્યાગ કરે. 4i79] સર્વ જીવોને સમભાવથી જોનાર સાધુ કોઈ સાથે પ્રિય કે કોઈ સાથે અપ્રિય સંબંધ ન રાખે. કોઈ-કોઈ પ્રવ્રજ્યા ધારણ કરીને પરિષહ અને ઉપસર્ગ આવતાં દીન બની જાય છે અને દીક્ષા છોડી પતિત થઈ જાય છે. તો કોઈ પોતાની પૂજા-પ્રશંસાના અભિલાષી બની જાય છે. 4i80-481] જે પુરુષ પ્રવ્રજ્યા લઈને આધાકર્મી આહારની ઈચ્છા કરે છે અને તેને માટે વિચરે છે તે કુશીલ છે, તથા સ્ત્રીમાં આસક્ત બનીને તેના વિલાસોમાં અજ્ઞાનીની પેઠે મુગ્ધ રહે છે અને સ્ત્રીની પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે તે પાપની વૃદ્ધિ કરે છે. જે પુરુષ પ્રાણીઓની હિંસા કરી તેમની સાથે વૈર બાંધે છે તે પાપની વૃદ્ધિ કરે છે. તેથી તે મરીને નરક વગેરે દુઃખદાયી સ્થાનોમાં જન્મ લે છે. માટે વિવેકી સાધુ ધર્મનો વિચાર કરી સર્વ દુરાચારોથી દુર રહી સંયમનું પાલન કરે. - 4i82-483] સાધુ આ સંસારમાં ભોગમય જીવનની અભિલાષા કરીને ધનનો સંચય ન કરે. તથા પુત્ર કલત્ર વગેરેમાં આસક્તિ ભાવ ન રાખે, વિચારપૂર્વક ભાષા બોલે, શબ્દાદિ વિષયોમાં રત ન રહે તેમજ હિંસાયુક્ત કથા ન કહે. સાધુ આધાકમ આહારની ઈચ્છા ન કરે અને આધાકર્મી આહારની ઈચ્છા રાખનારનો સંગ પણ ન કરે, તેમજ શરીરની પરવા ન કરતાં સંયમનું પાલન કરે. 4i84] સાધુ એકત્વ ભાવના કરે કે-આ જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને એકલો જ પોતાના કરેલા કમોંનું ફળ ભોગવવાનો છે. કોઇ કોઇનું સગું નથી. આવી ભાવનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એકત્વ ભાવના મોક્ષરૂપ છે, સત્ય છે, શ્રેષ્ઠ છે. માટે જે તેનાથી યુક્ત થાય છે તે ક્ષમાવાનું સત્યાગ્રહી અને તપસ્વી બને છે. [485 જે સાધુ સ્ત્રીઓ સાથે મૈથુનસેવન કરતો નથી, તથા પરિગ્રહનો સંચય કરતો નથી, મનોજ્ઞઅમનોજ્ઞ વિષયોમાં રાગદ્વેષ કરતો નથી તેમજ પ્રાણીમાત્રની રક્ષા કરે છે તે નિસંદેહ સમાધિને પ્રાપ્ત કરે છે. [48] સાધુ સંયમ સંબંધી અરતિ અને અસંયમ સંબંધી રતિનો ત્યાગ કરીને તૃષ્ણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણ, ડાંસ મચ્છર વગેરે તેમજ સુગંધ અને દુર્ગંધને સહન કરે. 4i87 વચનગુપ્તિનો ધારક સાધુ ભાવ સમાધિમાનું કહેવાય છે. તે શુદ્ધ લેશ્યાને ગ્રહણ કરીને સંયમનું અનુષ્ઠાન કરે છે. પોતે ઘર સંબંધી સમારકામ કરે નહીં બીજા પાસે કરાવે નહીં અને કરતાને અનુમોદન આપે નહીં, તેમજ સ્ત્રીઓની સાથે સંપર્ક રાખે નહીં. - 4881 આ લોકમાં કેટલાક અન્ય દર્શનશાસ્ત્રીઓ ક્રિયાને માનતા નથી, કહે છે કે આત્મા અક્રિય છે, પ્રકૃતિજ બધું કાર્ય કરે છે. એ સમયે તેને કોઈ પૂછે કે આત્મા અક્રિય છે તો બંધ અને મોક્ષ કેવી રીતે થાય છે? તેઓ મોક્ષનો ઉપદેશ પણ આપે છે અને કહે છે કે અમારા શાસ્ત્રથીજ મોક્ષ મળે છે. તે આરંભમાં આસક્ત થઇને, વિષયોમાં વૃદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org