________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૧, કહેલો આ અતિ કઠણ માર્ગ ક્રમશઃ હું તમને બતાવું છું. જેમ વ્યાપાર કરનાર વણિક સમુદ્રને પાર કરે છે, તે પ્રમાણે આ માર્ગનું અવલંબન લઈને અનેક આત્માઓ તરી ગયા છે. મોક્ષના માર્ગને ગ્રહણ કરીને ભૂતકાળમાં અનંત જીવોએ સંસાર-સમુદ્રને પાર કર્યો છે, વર્તમાનમાં પાર કરે છે અને ભવિષ્યમાં પાર કરશે. આ માર્ગ મેં ભગવાનું મહાવીર પાસેથી સાંભળેલો છે. તે તમને કહું છું. તમે તે સાંભળો. પિ૦૩-૫૦૬] પૃથ્વી જીવ છે તથા પૃથ્વીને આશ્રિત પણ જીવ છે તે પૃથક-પૃથક રહેલા છે. તથા જળ અને અગ્નિ પણ જીવ છે. વાયુકાયના જીવ પણ ભિન્ન ભિન્ન છે તથા તૃણ, વૃક્ષ અને બીજ પણ જીવ છે. વનસ્પતિકાયના અનંત જીવ છે. ઉપરોક્ત પાંચ સિવાય છઠ્ઠા ત્રસકાયના જીવો પણ છે. તીર્થંકર દેવોએ આ છ ભેદ બતાવ્યા છે. તે સિવાય સંસારમાં બીજા કોઈ જીવ નિકાંય નથી. જ્ઞાની પુરુષ બધી યુક્તિઓ વડે આ જીવોનું જીવપણું જાણીને તથા આ બધા જીવો દુઃખથી ભય પામે છે એવું વિચારીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. જ્ઞાની પુરુષનું એજ ઉત્તમ જ્ઞાન છે કે તે કોઈ પણ જીવની હિંસા કરતા નથી. અહિંસાના સમર્થક શાસ્ત્રોનો એટલો જ સિદ્ધાંત છે. પ૦૭-૫૦૮] ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિય દિશામાં જે કોઈ પણ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તે બધાની હિંસાથી નિવૃત્ત રહેવું જોઈએ. કારણ કે તેનાથી જીવને શાંતિમય મોક્ષની પ્રાપ્તિ કહેલી છે. જિતેન્દ્રિય પુરુષ મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરીને મન, વચન અને કાયાથી જીવન પર્યત કોઈ પણ પ્રાણીની સાથે વૈરવિરોધ ન કરે. પિ૦૯-૫૧૧ આશ્રવદ્વારોનો વિરોધ કરનાર મહાપ્રજ્ઞાવાનું તેમજ પરિષહઉપસર્ગ આવવા છતાં દુઃખિત ન થનાર સાધુ ગૃહસ્થે આપેલો ઐષણિક આહાર-પાણી જ ગ્રહણ કરે છે. તથા સદા એષણા સમિતિથી યુક્ત રહીને અનૈષણિક વસ્તુને વજે. જે આહાર પ્રાણીઓનો આરંભ કરીને બનાવ્યો હોય, સાધુને આપવાના નિમિત્તે બનાવ્યો હોય એવો અનપાણી ઉત્તમ સાધુ પ્રહણ ન કરે. આધાકમ આહારના એક કણથી પણ મળેલો આહાર સાધુ ગ્રહણ ન કરે. શુદ્ધ સંયમ પાળનાર સાધુનો આ જ ધર્મ છે. આ શુદ્ધ આહારમાં પણ જો અશુદ્ધિની શંકા તો તેને પણ પ્રહણ ન કરે. [512-516] શ્રાવકોના નિવાસસ્થાન ગામ અને નગરમાં હોય છે. માટે તે સ્થાનમાં રહેલો આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ જીવહિંસા કરનારને અનુમોદના ન આપે. તેના સમારંભ યુક્ત વચન સાંભળીને સાધુ પુણય છે એવું ન કહે તથા પુણ્ય નથી, એમ કહવું તે પણ મહાનું ભયનું કારણ છે. અન્નદાન કે જળદાન આપવામાં ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે, તેમની રક્ષા માટે સાધુ “પુણ્ય થાય છે” એવું ન કહે, જે પ્રાણીઓને દાન આપવા માટે અન્ન અને પાણી તૈયાર કરવામાં આવે છે તે પ્રાણીઓના લાભમાં અંતરાય પડે છે માટે “પુણ્ય નથી” એમ પણ સાધુ ન કહે. જીવહિંસા દ્વારા નિષ્પન્ન દાનની જે પ્રશંસા કરે છે તેઓ પ્રાણીઓના વધની ઈચ્છા કરે છે. અનુમોદના કરે છે અને જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ પ્રાણીઓની આજીવિકાનું છેદન કરે છે. [17] સંપૂર્ણ રૂપથી આરંભના ત્યાગી સાધુ પૂર્વોક્ત જીવહિંસા જનિત દાનના વિષયમાં પુણ્ય છે અથવા પુય નથી, એ બન્ને વાત કહેતા નથી. આ રીતે કર્મમળને આવવાનો ત્યાગ કરીને સાધુનિવણિપદને પ્રાપ્ત કરે છે. [118] જેમ બધાં નક્ષત્રોમાં ચંદ્રમાં પ્રધાન છે, તેવી રીતે બધી ગતિઓમાં મોક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org