Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ 148 સૂયગડો-૧ર-૩૬૦ વિદ્વાન હતા. ગ્રંથિરહિત, નિર્ભય, અને આયુષ્યરહિત હતા. તે અનંતજ્ઞાની, અપ્રતિબદ્ધ વિહારી, સંસાર-સાગરથી પાર થયેલા, પરમધીર ગંભીર હતા. જેમાં સૂર્ય સૌથી વધુ તપે છે તે પ્રમાણે ભગવાને સૌથી વધારે જ્યોતિમાન હતા તથા અગ્નિની સમાન અજ્ઞાનઅંધકારને દૂર કરી, પદાથના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરતા હતા. તે ઋષભ આદિ જિનવરોના ધર્મના નેતા હતા. તેઓએ પૂર્વવર્તી તીર્થકરોના ધર્મને જ પુરસ્કૃત કર્યો હતો. જેમ સ્વર્ગ લોકમાં દેવોમાં ઈન્દ્ર મહાનું પ્રભાવશાળી છે, તેમ ભગવાન સમસ્ત જગતમાં પ્રભાવશાળી હતા. સમુદ્ર સમાન અક્ષયપ્રજ્ઞાવાનું હતા, સ્વયંભૂરમણ સમુદ્ર સમાન તેમની પ્રજ્ઞા અપાર હતી, સમુદ્રના જળ સમાન સ્વચ્છ અને નિર્મળ હતા, સમસ્ત કષાયોથી રહિત અને જીવનમુક્ત હતા. દેવોના અધિપતિ ઇન્દ્ર સમાન દેવાધિદેવ હતા તેમજ દિવ્ય તેજથી સંપન્ન હતા. ભગવાન વીર્યથી પૂર્ણ વીર્યવાન હતા-શારીરિક અને આધ્યાત્મિક બળમાં ચરમ સીમા સુધી પહોંચી ગયા હતા, જેમ સુદર્શનમેરુપર્વત બધા પર્વતોમાં પ્રધાન છે તેમ ભગવાન બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ હતા. જેમ મેરુ પર્વત સ્વર્ગના નિવાસીઓ માટે આનંદદાયક છે, તેમ ભગવાનું જગતના જીવોને આનંદદાયક હતા. અને અસાધારણ ગુણોથી સુશોભિત હતા. 3i61-36o તે સુમેરુ પર્વત એક લાખ યોજન ઊંચો છે. તેના ત્રણ વિભાગ છે પૃથ્વીમય, સુવર્ણમય અને વૈડૂર્યમય. સૌથી ઊંચે સ્થિત પંડકવન પતાકા જેવું શોભી રહ્યું છે. 99000 યોજન જમીન ઉપર ઊંચો છે અને એક હજાર યોજન જમીનની અંદર છે. ઉપર આકાશને સ્પર્શ કરતો અને નીચે પૃથ્વીમાં અંદર સ્થિત છે. સૂયાદિ જ્યોતિષ્કગણ તેની પરિક્રમા કરે છે. તે સોનેરી રંગનો છે અને અનેક નંદનવનોથી યુક્ત છે. ત્યાં મોટા, ઈદ્રો પણ આનંદનો અનુભવ કરે છે. જગતમાં અનેક નામોથી પ્રસિદ્ધ છે. જેમકે-મંદર, મેરૂ, સુદર્શન, સુરગિરિ વગેરે. તેનો રંગ સોના જેવો શુદ્ધ અને સુશોભિત છે. તે સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છે. તે ઉપ પર્વતોના કારણે દુર્ગમ છે અને મણિઓ એવું ઔષધીઓથી ભૂમિભાગની સમાન શોભી રહ્યો છે. પૃથ્વીના મધ્ય ભાગમાં સ્થિત છે, સૂર્યની સમાન કાંતિવાળો છે. અનેક વર્ણવાળો અનુપમ શોભાથી યુક્ત છે અને મનોહર છે, તેમજ સૂર્યસમાન બધી દિશાઓને પ્રકાશિત કરે છે. જેમ સમસ્ત પર્વતોમાં સુમેરુ પર્વતનો યશ સર્વથી શ્રેષ્ઠ છે. તેમ ભગવાન મહાવીર પણ જાતિ, યશ, દર્શન, અને શીલધારીઓમાં સર્વથી શ્રેષ્ઠ હતા. જેમ લાંબા પર્વતોમાં નિષેધ પર્વત સર્વથી લાંબો છે. અને વર્તુલ પર્વતોમાં રૂચક પર્વત સર્વથી શ્રેષ્ઠ છે તેમ જગતમાં બધા મૂનિઓમાં ભગવાન મહાવીર અદ્વિતીય અને શ્રેષ્ઠ હતા. એમ શાનીઓએ કહ્યું છે. [367368] ભગવાન મહાવીર સર્વોત્તમ ધર્મ બતાવી સર્વોત્તમ ધ્યાન ધરતા. હતા. તેમનું ધ્યાન એકાંત શુકલ વસ્તુની પેઠે શુક્લ હતું અને શંખ તથા ચંદ્રમાની સમાન શુભ હતું. મહર્ષિ ભગવાન મહાવીરે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવથી સમસ્ત કર્મોને ક્ષય કરીને સર્વોત્તમ, પ્રધાન, સાદિ અનંત એવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી. [૩૯-૩૭પ જેમ વૃક્ષોમાં શાલ્મલી વૃક્ષ શ્રેષ્ઠ છે અને તે સુવર્ણકુમાર દેવોનું ક્રિીડાસ્થાન છે. વનોમાં જેમ નંદનવન શ્રેષ્ઠ છે તેમ જ્ઞાન અને ચરિત્રમાં સર્વજ્ઞ ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ શબ્દોમાં મેઘગર્જના પ્રધાન છે, નક્ષત્રોમાં ચંદ્રમાં પ્રધાન છે, તથા સુવાસિત પદાર્થોમાં ચંદન પ્રધાન છે. તેમ સર્વકામવિનિમુક્ત ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116