________________ 146 સૂયગડો-૧/પર/૩૩પ તેમને મોટી મોટી શિલાઓથી મારે છે. કુંભી નામના નરકમાં ગયેલા પ્રાણીઓની સ્થિતિ ઘણી લાંબી હોય છે. પાપી જીવો લાંબા કાળ સુધી ત્યાં દુઃખ ભોગવે છે. નરકપાળ અજ્ઞાની નારક જીવોને ભઠ્ઠીમાં નાખી પકાવે છે. પછી જ્યારે તે ઉપર ઉછળે છે ત્યારે કાક પક્ષી વગેરે તેમને ટોચી ખાય છે. અને બીજી બાજુ જાય તો ત્યાં સિંહ વાઘ વગેરે ખાઈ જાય છે. ઊંચી ચિતા જેવું નિધૂમ અગનિવાળું એક સ્થાન છે. ત્યાં ગયેલા નારકજીવો શોકથી તપેલા કરૂણ રુદન કરે છે. વળી પરમાધામી તે નારકજીવોનું માથું નીચું કરીને કાપી નાખે છે અને લોઢાના શસ્ત્રોથી તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. નરકમાં અધોમુખ કરીને લટકાવેલા તથા જેમના શરીરની ચામડી ઉખેડી નાખી છે એવા નારકજીવોને વજની ચાંચવાળા પક્ષીઓ ખાય છે. નરકની ભૂમિ સંજીવની કહેવાય છે. કારણ ત્યાં અત્યંત દુઃખ પામીને પણ નારકજીવો અકાળે મરતાં નથી. તેમજ આયુષ્ય ઘણું લાંબુ હોય છે તે નરકમાં પાપી જીવો મુદ્દગર આદિ દ્વારા વારંવાર હણાય છે. 336-340 નરકપાલ નારકજીવોને તીક્ષ્ણ શૂળથી એવી રીતે મારે છે કે જેમ વશીભૂત થયેલા જંગલી જનાવરો ને શિકારી મારે છે. શૂળથી વિંધેલ, બાહ્ય તથા આંતરિક દુઃખથી દુઃખી નારકજીવ કરૂણાજનક રુદન કરે છે. નરકમાં સદા બળતું રહેતું એક ઘાતસ્થાન છે. જેમણે પૂર્વજન્મમાં ઘણા ક્રમમાં કરેલા છે તેઓને તે નરકમાં બાંધવામાં આવે છે અને વેદનાથી નિરંતર રુદન કરતાં તેમાં ચિરકાળ નિવાસ કરે છે. પરમાધામી મોટી ચિતા બનાવીને તેમાં રતા નારક જીવોને ફેંકી દે છે. જેમ આગમાં પડેલું ઘી પીગળી જાય છે તેમ તે આગમાં પડેલા પાપી જીવો દ્રવીભૂત થઈ જાય છે. નિરંતર બળતું એક ગરમ સ્થાન છે, જે અત્યંત દુઃખ આપવાના સ્વભાવવાળું છે, જે સ્થાન અત્યંત ગાઢ દુષ્કમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં નારક જીવોના હાથ પગ બાંધીને શત્રુની જેમ નરકપાળો તેમને મારે છે. નરકપાળ અજ્ઞાની નારકીઓને લાઠીથી માર મારી તેમની પીઠ તોડી નાખે છે તથા લોઢાના ઘણથી તેમના માથાના ચૂરેચૂરા કરી નાખે. છે. છિન્નભિન્ન દેહવાળા નારકીઓને તપેલા આરા ઓથી લાકડાની જેમ છોલે છે, અને ગરમ ગરમ સીસું તેમને પીવા માટે વિવશ કરે છે. 3i41 નરકપાળો પાપી નારકીઓને પૂર્વક પાપનું સ્મરણ કરાવી બાણોનો પ્રહાર કરીને હાથીની જેમ ભાર વહન કરાવે છે. એક નારકીની પીઠ પર એક, બે, ત્રણે વગેરે નારકીઓને બેસાડીને ચલાવે છે અને ક્રોધી થઈ તેમના મર્મસ્થાન ઉપર પ્રહાર કરે છે. પાપથી પ્રેરિત નરકપાળ, પરાધીન બિચારા નારક જીવોને કીચડ અને કાંટાથી ભરેલી વિસ્તૃત ભૂમિ ઉપર ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમજ નારક જીવોને અનેક પ્રકારે બાંધે છે અને મૂચ્છા પામેલા નારકીઓના શરીરના ટુકડેટુકડા કરી જ્યાં-ત્યાં ફેંકી દે છે. ત્યાં આકાશમાં પરમાધામી દેવો વડે વિદુર્વેલો શિલાનો બનાવેલો બહુ તાપ આપનારો, એક લાંબો પર્વત છે. ત્યાં પરમાધામીઓ નારક જીવોને હજારો મુહૂથી કાંઇક અધિક સમય દીર્ઘકાલ સુધી મારે છે. નિરંતર પીડિત થતાં પાપી જીવો રાત-દિવસ પરિતાપ પામતા રોતા રહે છે. જે સ્થાનમાં એકાંત દુઃખ છે તેમજ જે ઘણી વિસ્તૃત અને કઠણ ભૂમિ છે એવી નરકભૂમિમાં રહેલા પ્રાણીના ગળામાં સંસી નાખી મારવામાં આવે છે, ત્યારે તે કરુણ રુદન કરે છે. તે પરમાધામીદેવો રોષથી મુક્નર અને મૂસળ લઈને તેના પ્રહારથી. નારક જીવોના શરીરને તોડી દે છે. જેના અંગોપાંગ ભાંગી ગયા છે તથા મુખમાંથી લોહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org