________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ 145 નારક જીવોના શરીરને તોડીને, મરડીને બેડીના બંધનમાં નાખે છે તથા તેમના માથામાં છિદ્ર કરીને પીડિત કરે છે. ત્યાં નરકપાળ નારક જીવોના નાક, હોઠ અને બન્ને કાન તીર્ણ અસ્ત્રોથી કાપી નાખે છે. તથા એક વેંચ બહાર તેમની જીભ ખેંચી તેમાં તીક્ષ્ણ શૂળ ભોંકી પીડા આપે છે. તે અજ્ઞાની નારક જીવોનાં અંગોપાંગમાંથી હંમેશાં લોહી, પરૂ વગેરે ઝરતા રહે છે. તેઓ સૂકાયેલા તાળ પત્રની જેમ શબ્દ કરતા રાત દિવસ રડતા રહે છે. અગ્નિમાં બાળેલા તેના શરીર ઉપર ક્ષાર છાંટતાં તે નારક જીવોના શરીરમાંથી લોહી, પરૂ અને માંસ ઝર્યા કરે છે. 323-324] લોહી અને પરૂને પકાવનારી, નવા સળગાવેલા અગ્નિના તાપ જેવા ગુણવાળી પુરુષના પ્રમાણથી પણ અધિક પ્રમાણવાળી, લોહી અને પરૂથી ભરેલી કુંભી નામની નરકભૂમિ વિષે તમે સાંભળ્યું હશે. પરમાધામી તે કુંભમાં આર્ત સ્વરે કરૂણ કંદન કરતા અજ્ઞાની નારકજીવોને નાખીને પકાવે છે. તે જીવોને તરસ લાગતાં સીસું અને તાંબુ ગાળીને પાય છે. ત્યારે તે આર્ત સ્વરથી રૂદન કરે છે. [325-32] આ મનુષ્ય ભવમાં થોડા સુખના લોભથી જે પોતાના આત્માને ઠગે છે, તે સેંકડો અને હજારો વાર નીચ ભવ પામી નરકમાં નિવાસ કરે છે. જેણે પૂર્વજન્મમાં જેવું કર્મ કર્યું છે તે પ્રમાણેજ તે પીડા પામે છે. અનાર્ય પુરૂષ પાપ ઉપાર્જન કરીને અનિષ્ટ અપ્રિય, દુર્ગધમય, અશુભસ્પર્શવાળી, માંસ અને લોહીથી પૂર્ણ એવી નરકભૂમિમાં કર્મને વશીભૂત થઈને નિવાસ કરે છે. અધ્યયન-ઉદ્યોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન ૫-ઉદેસોઃ 2 ) [૩ર૭] હવે હું જેનો સ્વભાવ નિરંતર દુઃખ દેવાનો છે જ્યાં એકક્ષણની પણ શાંતિ મળતી નથી અને સંપૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના જ્યાંથી છૂટકારો થતો નથી તેવા સ્થાનના વિષયમાં યથાર્થ વાતો કહીશ. પાપકર્મ કરનાર અજ્ઞાની જીવો પૂર્વે કરેલાં કર્મોના ફળ કેવી રીતે ભોગવે છે તે બતાવીશ. 3i28-330] પરમાધામીદેવો તે નારજીવોના હાથ પગ બાંધીને શુર (અંતુરા) અને તલવાર વગેરેથી તેમનું પેટ ચીરી નાખે છે, તેમજ તે નારક જીવોના દેહને લાકડી. વગેરેનો પ્રહાર કરી આહત કરી, તેમને પકડી તેઓના પીઠની ચામડી ઉતારી નાખે છે. નરકપાળ નારકજીવોની ભુજાઓ જડથી કાપી નાખે છે, તેમનું મોઢું ફાડી તેમાં તપેલા લોઢાનો ગોળા ભરાવીને બાળે છે. એકાંતમાં લઈ જઈ તેમના પૂર્વકત પાપને યાદ કરાવે છે તેમજ ક્રોધિત બનીને પીઠ ઉપર ચાબુક મારે છે. તપેલા લોઢાના ગોળા જેવી બળતી આગ જેવી ભૂમિ પર ચાલતાં નારકજીવો બળવાથી કરૂણ રૂદન કરે છે. તે સિવાય તપેલા. ધોસરામાં તેઓને જોડે છે અને પરોણાની તીખી અણીઓના મારથી પ્રેરિત કરે છે તેથી પણ નારકજીવો કરૂણ રૂદન કરે છે. [331-335 પરમાધામીઓ અજ્ઞાની નારક જીવોને તપેલા લોહપથ સમાન તપ્ત લોહી અને પરૂના કીચડથી ભરેલી ભૂમિ પર ચલાવે છે. કોઈ કઠણ સ્થળે નારકજીવા ચાલતાં ચાલતાં રોકાઈ જાય તો ત્યાં તેને બળદની પેઠે પરોણા વગેરેથી મારીને આગળ ચલાવે છે. નારકીઓ અત્યંત દુઃખને લઈને વિશ્રાંતિ માટે થોભી જાય તો નરકપાળો 10 Jense cation International For Private & Personal Use Only www.jainelibrary.org