Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ 143 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-જ, ઉદેસર [299] જેમણે સ્ત્રીસંપર્ક જનિત કર્મોને દૂર કર્યા છે તથા જે રાગ દ્વેષથી રહિત છે તેવા વીર પ્રભુએ પૂર્વોક્ત વાત કહી છે. માટે નિર્મળ ચિત્તવાળા તેમજ સ્ત્રી સંપર્ક-વર્જિત સાધુ મોક્ષ પર્યન્ત સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. એમ હું કહું છું. અધ્યયનઃ૪-ઉદેસી ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યનનઃ૪-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૫-નરકવિભક્તિ) - ઉદેસી-૧[૩૦૦-૩૦૧] મેં પહેલાં કેવળજ્ઞાની મહર્ષિ ભગવાનું મહાવીર સ્વામીને પૂછ્યું હતું કે નરકમાં કેવી પીડા ભોગવવી પડે છે? હે ભગવાન! આપ જ્ઞાન દ્વારા જાણો છો. માટે અજ્ઞાન એવા મને બતાવો, અને એ પણ કહો કે અજ્ઞાની જીવ કેવી રીતે નરકમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે મેં પૂછ્યું ત્યારે અતિશય માહાભ્ય સંપન, સદા ઉપયોગવાન, આશુપ્રજ્ઞ કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે નરકસ્થાન ઘણું જ દુઃખદાયી છે, તથા છવાસ્થને માટે તેનો અર્થ દુર્ગમ છે, ત્યાં પાપી અને દીન જીવો નિવાસ કરે છે, તે દુઃખસ્થાનનું સ્વરૂપ હું બતાવીશ. 3i02-304] આ સંસારમાં પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનાર, રુદ્ર, અસંયમ જીવનની ઈચ્છા કરનાર અજ્ઞાની જીવો જીવહિંસા વગેરેના પાપો કરે છે તેઓ તીવ્ર તાપ તથા ઘોર અંધકારવાળા નરકમાં જાય છે. જે જીવ પોતાના સુખને માટે ત્રસ અને સ્થાવર જીવોની ક્રૂરતાપૂવક હિંસા કરે છે, પ્રાણીઓને ઉપમર્દન કરે છે, અદત ગ્રહણ કરે છે અને સેવન કરવા યોગ્ય સંયમનું થોડું પણ સેવન કરતા નથી તે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. જે જીવ પ્રાણીઓની હિંસા કરે છે અને ધૃષ્ટતા પૂર્વક વચન બોલે છે જેમકે - વેદમાં કહેલ હિંસા તે હિંસા ન કહેવાય, શિકાર ખેલવો એતો રાજાનો ધર્મ છે, તથા જે તીવ્ર ક્રોધી હોય, તે અજ્ઞાની મરીને નીચે અંધકારમય નરકમાં ઊંધે માથે મહાકષ્ટ ભોગવે છે. [305 નારકી જીવ મારો, કાપો, ભેદન કરો, બાળો, આવા પરમાધાર્મિકોના શબ્દો સાંભળીને ભયથી સંજ્ઞાહીન બની જાય છે અને તેઓ વિચારે છે કે અમે કઈ દિશામાં ભાગી જઈએ કે જેથી અમારી રક્ષા થાય? [30] જાજ્વલ્યમાન અગ્નિની રાશિ સમાન તથા અગ્નિમય ભૂમિ સમાન અત્યંત ગરમ નરકભૂમિમાં ચાલતાં નારક જીવો જ્યારે દાઝે છે ત્યારે જોર જોરથી કરુણ રુદન કરે છે. તેઓ ચિરકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. 3i07-38] અસ્ત્રા જેવી તેજ તેજ ધારવાળી વૈતરણી નદી વિષે તમે કદાચિત સાંભળ્યું હશે. તે નદી ઘણી દુર્ગમ છે. તેમાં ખારું, ગરમ અને રૂધીર સમાન પાણી વહે છે. જેમ આર થી પ્રેરિત અને ભાલાથી ભેદતો મનુષ્ય લાચાર બનીને ભયંકર નદીમાં કૂદી પડે છે, તે પ્રમાણે પરમાધાર્મિકો વડે સતાવવામાં આવતા નારકજીવો ગભરાઈને તે દુર્ગમ વૈતરણી નદીમાં કૂદી પડે છે. વૈતરણી નદીના ખારા, ઉષણ અને દુર્ગધમય પાણીથી સંતપ્ત થઈ નારક જીવ જ્યારે નાવપર ચઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરમાધાર્મિક તેમનું ગળું ખીલીથી વીંધી નાખે છે, તેથી તેઓ સ્મૃતિહીન બની જાય છે. તેમજ બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116