Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ 134 સૂયગડો-૧૩/૧/૧૬૯ છે જેવી રીતે જળના અભાવમાં અથવા અલ્પ જળમાં માછલા વિષાદને પામે છે. [170-171] બીજા વડે અપાતી વસ્તુની જ એષણા કરવાનું દુસહ છે. તે ઉપરાંત કેટલાંક અવિવેકી માણસો સાધુઓને જોઈને કહે છે કે આ દુભાંગી પોતાના પૂર્વકૃત કર્મનું ફળ ભોગવે છે. જેમ કાયર પુરુષ સંગ્રામમાં વિષાદને પ્રાપ્ત કરે છે તેમ ગામ અથવા નગરમાં રહેલ પૂર્વોક્ત શબ્દો સહન કરવામાં અસમર્થ મંદમતિ પ્રવ્રજિત પુરુષ પણ વિષાદને પામે છે. | [172] ભિક્ષાર્થે ભ્રમણ કરતા સાધુને કોઈ દૂર કુતરા વગેરે પ્રાણી કરડે તો તે વખતે મંદમતિ સાધુ અગ્નિથી દાઝેલા ગભરાયેલા પ્રાણીની જેમ દુખી બની જાય છે. [17] કોઈ કોઈ સાધુના દ્વેષી પુરુષ સાધુને જોઈને કહે છે કે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરનારા આ લોકો પોતાના પૂર્વકર્મના ફળ ભોગવે છે. [174-17] કોઇ કોઈ પુરુષ જિનકલ્પી વગેરે સાધુને જોઇને એવા વચનનો પ્રયોગ કરે છે. આ નગ્ન છે, પરપિંડપ્રાર્થી છે, મુંડિત છે, લુખસના રોગથી તેના અંગો સડી ગયા છે, ગંદા છે, અશોભનીય છે. અને અસમાધિ ઉત્પન્ન કરનાર છે. આ પ્રમાણે સાધનો અને સન્માર્ગનો દ્રોહ કરનાર સ્વયે અજ્ઞાની મોહથી વેષ્ટિત થયેલ મૂર્ણ પુરુષ અંધકારથી નીકળી ફરી અંધકારમાં જાય છે એટલે કે કુમાર્ગગામી થાય છે. [176 દેશ-મશક પરિષહથી પીડિત તથા તૃણની શય્યાના સ્પર્શને સહન કરવામાં અસમર્થ સાધુ એમ વિચારે કે-આ દુષ્કર અનુષ્ઠાન પરલોકના માટે કરાય છે. પરલોક તો મેં જોયો નથી. હા, આ કચ્છી મરણ તો પ્રત્યક્ષ દેખાય છે. [17] કેશલોચથી સંતપ્ત અને કામવિકારથી પરાજિત મૂર્ણ પુરુષ દિક્ષા. ધારણ કરીને એવો દુઃખી થાય છે જેમ જાળમાં ફસાયેલી માછલી દુઃખી થાય છે. [178-180] જેનાથી આત્મા દંડનો ભાગી થાય એવા આચારનું સેવન કરનાર, મિથ્યાત્વના કારણે વિપરીત ચિત્તવૃત્તિવાળા તથા રાગદ્વેષથી યુક્ત કોઈ અનાર્ય પુરષ સાધુને પીડા પહોંચાડે છે. કોઇ અનાર્ય દેશના સીમા પર વિચરનાર સુવ્રતધારી સાધુને આ જાસૂસ છે, ચોર છે, એમ કહીને દોરી આદિથી બાંધી દે છે અને કઠોર વચન કહીને ભર્જના કરે છે. અનાર્ય દેશની સીમા પર વિચરનાર સાધુને તે અનાર્ય પૂરૂષ લાકડીથી, મૂઠ્ઠીથી, ફળથી તેમજ તલવાર વગેરેથી મારે છે, ત્યારે તે સાધુ પોતાના જ્ઞાતિજનોને યાદ કરે છે જેમ ક્રોધિત થઈ ઘરેથી નીકળી જનાર સ્ત્રીને રસ્તામાં કોઇ ચોર આદિ લૂટે તો તે સમયે તેણી પોતાના પ્રતિ વગેરેને યાદ કરે છે તેમ કાયર સાધુ પરિષહ આવતાં પોતાના સ્વજનોનું સ્મરણ કરે છે. 181 જેમ બાણોથી વિંધાયેલ હાથી સંગ્રામમાંથી ભાગી જાય છે, તેમ છે શિષ્યો ! પૂર્વોક્ત કઠોર અને દુસ્સહ પરિષહોથી પીડિત થઇ અસમર્થ સાધુ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. એમ હું કહું છું. અધ્યયન ૩-ઉકેસો નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૩-ઉદેસોર [182] સ્નેહાદિ સંબંધ રૂપ આ અનુકૂળ ઉપસર્ગો સૂક્ષમ છે, તેને સાધુ મુશ્કેલીથી પાર કરી શકે છે. પરંતુ કેટલાક પુરુષો તેને સહન કરી શકતા નથી, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116