________________ 130 સૂયગડો-૧૨/૨/૧ર૩ [123 સાધુને શૂન્ય ઘરમાં રહેવાનો અવસર આવે તો તે શૂન્ય ઘરનું દ્વાર ખોલે નહીં કે બંધ કરે નહીં. કોઈ પ્રશ્ન કરે તો ઉત્તરમાં સાવધ ભાષાનો પ્રયોગ ન કરે તે ઘરનો. કચરો સાફ કરે નહીં અને તૃણ વગેરે બિછાવે નહીં. [124-12] સાધુ વિહાર કરતાં, જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ રોકાય જાય. અનુકૂળ તથા પ્રતિકૂળ શય્યા આદિ પરીષહોને સહન કરે, પણ આકુલ વ્યાકુલ ન થાય. તે સ્થાનમાં ડાંસ-મચ્છર આદિ હોય, સિંહ આદિ ભયાનક પ્રાણી હોય કે સર્પ આદિના. દર હોય તો પણ ત્યાં જ રહી પરીષહોને સહન કરે. શૂન્યગૃહમાં રહેલા મહામુનિ તિર્યંચ, મનુષ્ય કે દેવતા સંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે. પણ ભયથી રુંવાડુંય ફરકવા દે નહીં. તે ઉપસથી પીડિત સાધુ જીવનની પરવાહ ન કરે, ઉપસર્ગ સહન કરીને માનબાઇની પણ ઇચ્છા ન રાખે. આ પ્રમાણે પૂજા અને જીવનથી નિરપેક્ષ બની શૂન્યગૃહમાં રહેતાં સાધુને ભયંકર ઉપસર્ગ સહન કરવાનો અભ્યાસ થઇ જાય છે. [127 જેને આત્મામાં જ્ઞાનાદિ ગુણો વિશિષ્ટ રૂપે પ્રાપ્ત થયેલ છે, જે પોતાની અને બીજાની રક્ષા કરે છે, તેમજ જે સ્ત્રી, પશુ અને પંડગ રહિત સ્થાનનું સેવન કરે છે તેવા મુનિના ચારિત્રને ભગવાને સામાયિક ચારિત્ર કહ્યું છે. એવા ચારિત્રવાન મુનિને ઉપસર્ગ આવે તો તે ભયભીત ન થાય. [128] જે ઉષ્ણ જળ પીએ છે, જે શ્રુત અને ચારિત્ર ધર્મમાં સ્થિત છે, અસંયમથી લજ્જિત થનાર છે, એવા મુનિને રાજા વગેરેનો સંસર્ગ હિતકર નથી કારણ કે તે સંસર્ગ શાસ્ત્રોક્ત આચાર પાળનાર મુનિનો પણ સમાધિભંગ કરે છે. [12] જે સાધુ કલહ કરનાર છે અને પ્રગટરૂપે ભયાનક વાક્ય બોલે છે તેના સંયમ તથા મોક્ષ નષ્ટ થઈ જાય છે. માટે વિવેકી સાધુ કલહન કરે. [13] જે સાધુ સચિત્ત પાણી પીતા નથી, જે પરલોક સંબંધી સુખોની. અભિલાષા કરતા નથી, જે કર્મબંધન કરાવનાર કાર્યોથી દૂર રહે છે તથા જે ગૃહસ્થના પાત્રમાં ભોજન કરતા નથી તેમનેજ તીર્થંકર ભગવાને સામાયિકચારિત્રી કહ્યા છે. f131 તૂટેલું આયુષ્ય ફરી સાંધી શકાતું નથી. ભગવત્તે કહ્યું છે છતાં પણ અજ્ઞાનીજનો પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. તે અજ્ઞાનીજન પાપી કહેવાય છે માટે મુનિએ બીજા પાપી છે, હું ધાર્મિક છું એવો મદ કરવો જોઈએ નહીં. [132] ઘણી માયા કરનારી તથા મોહથી આચ્છાદિત પ્રજા પોતાની જ સ્વચ્છેદતાથી નરક વગેરે ગતિઓમાં જાય છે. પરંતુ મુનિ નિષ્કપટતાથી સંયમમાં પ્રવૃત્તિ કરે છે તેમજ મન, વચન કાયાથી શીત ઉષ્ણ આદિ પરીષહોને સહન કરે છે. [13] જેવી રીતે જુગાર ખેલવામાં નિપુણ અને કોઈથી પરાજિત ન થનાર જુગારી કતનામના ધવને જ લીએ છે પણ કળિ, દ્વાપર કે ત્રેતામાં ન રમે. : [134o જેમ જુગારી એક, બે અને ત્રણ સ્થાનને છોડી ચોથા કતદાવ સ્થાનને જ ગ્રહણ કરે છે. તેમ સાધુ આ લોકમાં જગતની રક્ષા કરનારા સર્વ જે સર્વોત્તમ ધર્મ કહ્યો છે તેને કલ્યાણકારી અને ઉતમ સમજી ગ્રહણ કરે. [૧૩પ) શબ્દાદિ વિષય અથવા મૈથુનસેવન મનુષ્યો માટે દુર્જય છે. તેનાથી નિવૃત્ત અને સંયમમાં પ્રવૃત્ત મનુષ્ય જ ભગવાન ઋષભદેવના અનુયાયી છે. [13] મહાનું મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org