________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ 129 (અધ્યયનઃ૨- ઉદેસો-૨) [111] જે સર્ષ પોતાની કાંચળીને છોડી દે છે. તેમ સાધુ કર્મરૂપી રજને છોડી દે. કષાયના અભાવે કર્મનો અભાવ થાય છે એમ જાણીને સંયમી મુનિ ગોત્ર વગેરેનો મદ ન કરે, બીજાની નિંદા ન કરે કારણ કે પરનિંદા અશ્રેયસ્કર છે. [112] જે બીજાની અવજ્ઞા કરે છે, તે સંસારમાં બહુ કાળ સુધી પરિભ્રમણ કરે છે, પરનિંદા પાપનું કારણ છે. અધોગતિમાં લઈ જનારી છે, એવું જાણીને મુનિરાજ મદ કરતા નથી કે હું બીજાથી ઉત્કૃષ્ટ છું, અને બીજા મારાથી હીન છે. [113 ભલે કોઈ ચક્રવર્તી સમ્રાટ હોય કે પછી દાસનો પણ ઘસ હોય, પરંતુ જેણે દિક્ષા ધારણ કરી છે તેણે લજ્જાનો ત્યાગ કરી સમભાવથી વ્યવહાર કરવો જોઇએ. [114] સમ્યક પ્રકારથી શુદ્ધ, જીવન પર્યત સંયમમાં સ્થિત. આત્મજ્ઞાનથી યુક્ત, શુદ્ધ અધ્યવસાયવાળા, મુક્તિગમન યોગ્ય, સત્ અસના વિવેકથી સમ્પન્ન મુનિ મૃત્યુ પર્યત સંયમનું પાલન કરે. [115 ત્રણ કાળને જાણનાર મુનિ, જીવના ભૂતકાળ તથા ભવિષ્યકાળને જાણી અભિમાન ન કરે. તેને કોઈ કટુ વચન કહે અથવા દંડ વગેરેથી માર મારે કે જીવને શરીરથી જુદા કરે તો પણ સમતાભાવમાં જ વિચારે. 116] સંપૂર્ણ પ્રજ્ઞાવાનું મુનિ સદા કષાયોને જીતે. સમતા સાથે ધર્મનો ઉપદેશ આપે. કદી પણ સંયમની વિરાધના ન કરે તેમજ અપમાનિત થઈ ક્રોધ ન કરે અને સન્માનિત થવા પર માન ન કરે. [૧૧૭ઘણા માણસો દ્વારા નમનીય-પ્રશસિત ધર્મમાં સદા સાવધાન રહેનાર સાધુ, ધન ધાન્યાદિ બાહ્ય પદાર્થોથી મમત્વને હઠાવી દઈ, તળાવની પેઠે સદા નિર્મળ બની કાશ્યપગોત્રી ભગવાનના ધર્મને પ્રકાશિત કરે. [118] સંસારમાં બહુ પ્રાણીઓ સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત, ત્રણસ્થાવર, દેવ-નારક આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં સ્થિત છે. તે દરેક પ્રાણીને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત વિવેકી પુરુષ તે પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય. [119 શ્રુત ચારિત્રરૂપ ધર્મના પારગામીને તથા આરંભથી અત્યંત દૂર રહેનારને જ મુનિ કહેવાય છે. તેથી વિપરીત, મમતા રાખનાર પ્રાણી પરિગ્રહ માટે ચિંતા કરે છે, છતાં પણ તે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતા નથી. [120 સોનું ચાંદી વગેરે ધન અને સ્વજનવર્ગ તે સર્વ પરિગ્રહ આ લોકમાં તેમજ પરલોકમાં દુઃખદાયી છે તથા નશ્વર છે એવું જાણીને કોણ વિવેકવાનું પુરુષ ગૃહવાસમાં રહેવાનું પસંદ કરે ? [121 સાંસારિક જીવોની સાથેનો પરિચય તે મહાન કીચડ છે. એવું જાણીને મુનિ તેમની સાથે પરિચય ન કરે, તથા વંદન અને પૂજન મેળવીને ગર્વ ન કરે, કારણ ગર્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય છે જે મુશ્કેલીથી નીકળી શકે. માટે વિદ્વાન મુનિએ પરિચયનો ત્યાગ કરવો જોઈએ. [122] સાધુ દ્રવ્યથી એકાકી અને ભાવથી રાગદ્વેષ રહિત થઈને વિચરે તે એકલા જ કાયોત્સર્ગ કરે, એક જ શય્યા-આસનનું સેવન કરે અને એકલા જ ધર્મધ્યાન કરે. તપસ્યામાં પરાક્રમ કરે તેમજ મન અને વચનનું ગોપન કરે. For Private & Personal use only Lindication International www.jainelibrary.org