________________ ભુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉદેસ-૩ 125 અધ્યયન 1- ઉદ્દેશો 3) [0] આધાકર્મી આહારના એક કણથી પણ યુક્ત તથા શ્રદ્ધાળુ ગૃહસ્થ આગંતુક મુનિઓ માટે બનાવેલો આહાર જે સાધુ હજાર ઘરના આંતરેથી પણ લાવીને ખાય છે તે ગૃહસ્થ અને સાધુ એમ બન્ને પક્ષોનું સેવન કરે છે. [61-3] જે પ્રમાણે પાણીનું પૂર આવતાં પાણીના પ્રભાવથી સૂકા અને ભીના સ્થાને ગયેલી વૈશાલિક જાતની માછલી ઢંક અને કંક વિગેરે પક્ષીઓથી દુઃખી થાય છે, તે પ્રમાણે આધાકમ આહારના દોષને ન જાણનારા અને સંસાર અથવા અષ્ટવિધ કર્મના જ્ઞાનમાં અકુશળ એવા આધાકર્મી આહારનો ઉપભોગ કરનારા પુરુષો દુઃખી થાય છે. તે પ્રમાણે વર્તમાનકાલીન સુખની ગવેષણા કરનાર કોઈ કોઈ શાક્યાદિ શ્રમણ વૈશાલિક મત્સ્યની જેમ અનંતવાર-જન્મ મરણને પ્રાપ્ત કરશે. [64o પહેલાં કહેલ અજ્ઞાનોથી અતિરિક્ત બીજું અજ્ઞાન આ છે- કોઈ કહે છે. આ લોક કોઈ દેવતાએ બનાવેલ છે. અને બીજા કહે છે કે આ લોક બ્રહ્માએ બનાવેલો છે. [5] કોઈ કહે છે કે- જીવ તથા અજીવથી યુક્ત, સુખ અને દુઃખથી યુક્ત આ લોક ઈશ્વરે બનાવ્યો છે. સાંખ્યમતવાળા કહે છે. આ લોક પ્રધાનકૃત છે. [66] કોઈ અન્યતીથી કહે છે. આ લોક સ્વયંભૂએ રચ્યો છે, એવું અમારા મહગર્ષિએ કહ્યું છે. યમરાજે માયા બનાવી છે તેથી આ લોક અશાશ્વત છે. [7] કોઈ કોઈ બ્રાહ્મણ અને શ્રમણ કહે છે કે, આ જગતુ ઈડાથી બન્યું છે. વસ્તુતત્વને ન જાણનાર તે અજ્ઞાનીઓ મિથ્યા બોલે છે. [68] પૂર્વોક્ત અન્યતીર્થી લોકો પોતપોતાની કલ્પનાના અનુસારે જગતને બનાવેલ કહે છે. પરંતુ તેઓ વસ્તસ્વરૂપને જાણતા નથી. કારણ કે લોક કદી ઉત્પન્ન થયેલ નથી અને કદી તેનો નાશ થવાનો નથી. કોઈ તેનો કતાં નથી તેમજ કોઈ સંહત નથી. લોક અનાદિ અને અનંત છે. [9] અશુભ અનુષ્ઠાનથી જ દુઃખ ઉત્પન્ન થાય છે તે જાણવું જોઈએ. દુખની ઉત્પત્તિનું કારણ જે જાણતા નથી તે દુખના નાશનો ઉપાય કેવી રીતે જાણી શકે? [70] ગોશાલક-મતાનુયાયી ત્રરાશિક કહે છે કે-આત્મા શુદ્ધ અને પાપરહિત છે, તો પણ તે રાગ દ્વેષના કારણે બંધાઈ જાય છે. [71] આ મનુષ્યભવમાં જે મુનિ સંયમમાં રત રહે છે, તે બાદમાં પાપ રહિત થઈ જાય છે. પછી નિર્મળ પાણી ફરી મેલું થાય છે, તેમ તે આત્મા ફરી મલિન થાય છે. [72] બુદ્ધિમાન પુરુષ આ અન્ય તીર્થિકોનો વિચાર કરીને એવો નિશ્ચય કરે કે તે લોકો બ્રહ્મચર્ય પાળતા નથી તથા તે બધા પોતપોતાના સિદ્ધાંતને ઉત્તમ બતાવે છે. 73 મનુષ્યને પોતપોતાના અનુષ્ઠાનથી જ સિદ્ધિ મળે છે, અન્યથા નહીં. મોક્ષ પ્રાપ્તિ પૂર્વે મનુષ્ય જિતેન્દ્રિય બનીને રહેવું જોઈએ, તેથી આ લોકમાં ઈષ્ટ કામભોગો પ્રાપ્ત થાય છે અને પરભવમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. 7i4 અન્ય દર્શની કહે છે કે અમારા દર્શન અનુસાર અનુષ્ઠાન કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સર્વ પ્રકારથી શારીરિક તેમજ માનસિક કંકોથી રહિત થઈ જાય છે. તે અન્ય દર્શનીઓ સિદ્ધિને આગળ રાખીને પોતાના દર્શનમાં ગૂંથાયેલા રહે છે. [75) ઈદ્રિયવિજયથી રહિત તે અન્ય દર્શનીઓ વારંવાર અનાદિ સંસારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org