Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ્યન્તર અને જતિષ્ક પ્રતરની અસંખ્યાત ભાગવત શ્રેણિયેના આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. સિદ્ધ તેમનાથી પણ અનન્ત ગુણ છે, કેમકે તેઓ અભથી અનન્ત ગુણ છે. સિદ્ધોની અપેક્ષાએ તિર્યંચ અનન્ત ગુણિત છે, કેમકે એકલા વનસ્પતિ કાયિક જ સિદ્ધમાં અનન્ત ગુણ છે. આ મનુષ્ય નારકે, તિયો , દેવો અને સિદ્ધોનું એ૯૫ત્વ બહુત્વ બતાવ્યું છે.
હવે નારક, તિર્યંચ, તિર્યંચની, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી, દેવ, દેવી, અને સિદ્ધ આ આઠનું અ૮૫ બહત્વ કહે છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ? આ નારક, તિર્યંચા, તિર્યચીનિયે, મનુષ્ય, મનુષ્યસ્ત્રિ, દેવ, દેવિ અને સિદ્ધો આ આઠ ગતિની અપેક્ષાએ સંક્ષેપથી કેણુકેની અપેક્ષાએ અ૯૫ બહુ તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! બધાથી ઓછી મનુષ્ય-સ્ત્રિ છે, કેમકે તેમની સંખ્યા સંખ્યાત છેડાછેડી પ્રમાણ છે, તેમની અપેક્ષાએ મનુષ્ય અસંખ્યાત ગુણ છે, કેમકે તેમાં વેદની વિવક્ષા કરવાથી સંમૂર્ણિમ મનુષ્ય પણ સંમિલિત છે. સંમઈિમ મનુષ્યની ઉચ્ચાર આદિથી લઈને નગરની મોરી વિગેરેમાં ઉત્પત્તિ થાય છે. તેથી જ તેઓ અસંખ્યાત છે. મનુષ્યની અપેક્ષાએ નારક અસંખ્યાત ગુણ છે. મનુષ્ય જે ઉત્કૃષ્ટ સંખ્યામાં મળે તે પણ શ્રેણિના અસંખ્યાતમાં ભાગવતી પ્રદેશની રાશિના બરાબર ઉપલબ્ધ થાય છે, તેમની અપેક્ષાએ અંગુલમાત્ર પ્રદેશના ક્ષેત્રની રાશિવતી ત્રીજા વર્ગ મૂળથી ગુણેલ પ્રથમ વર્ગમૂળ પ્રમાણ શ્રેણિત પ્રદેશની રાશિના બરાબર નારક અસંખ્યાત ગુણ છે. નારકની અપેક્ષાએ તિયચીની અસંખ્યાત ગણી છે. કેમકે તે પ્રતરા સંખેય ભાગમાં રહિને અસંખ્યય શ્રેણિયેના આકાશ પ્રદેશના બરાબર છે. દેવ તેમનાથી પણ અસંખ્યાત ગુણ છે, કેમકે તેઓ અસંખ્યાત ગણુપ્રતરના અસંખ્યાત ભાગવતી અસંખ્ય શ્રેણિના પ્રદેશોની રાશિના બરાબર છે, દેવેની અપેક્ષાએ દૈવિયા અસંખ્યાત ગણી અધિક છે, કેમકે તે તેઓથી બત્રીસ ગણી છે. દેવીની અપેક્ષાએ સિદ્ધ અન ગુણિત છે અને સિદ્ધોની અપેક્ષાએ તિર્યંચ અનન્તગણું છે. તેઓની અધિકતાનું કારણ પહેલાં કહિ દિધેલું છે. તે ૩ છે
ગતિદ્વાર સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૮