Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તિલ્લોકના કરતાં ઉર્વલોકમાં દ્રવ્ય અસંખ્યાત ગણું વધારે છે. કેમકે તે ક્ષેત્ર
અસંખ્યાતગણ વિસ્તારવાળું છે. ઉજ્વલકના કરતાં અલકમાં અનંતગણું વધારે દ્રવ્ય છે. કેમકે અલૌકિક ગ્રામમાં વર્તમાન કાળના જુદા જુદા પરમાણુઓ સંખ્યાત પ્રદેશી અસંખ્યાતપ્રદેશી અનંતપ્રદેશી ક્ષેત્રકાળ અને ભાવની સાથે સંબંધ હોવાના કારણે દરેક પરમાણુ વિગેરે દ્રવ્ય અનંત પ્રકારનું હોય છે. અધલેકના કરતાં તિર્યલેકમાં સંખ્યાતગણું દ્રવ્ય છે, કેમકે અલૌકિક ગ્રામ પ્રમાણ ખંડ કાળ દ્રવ્યના આધારભૂત મનુષ્યલેકમાં સંખ્યાત મળી આવે છે.
દિશાઓની અપેક્ષાથી સામાન્ય દ્રવ્યનું અ૫ બહુત્વ દિશાઓની અપેક્ષાએ સૌથી ઓછું દ્રવ્ય અધોદિશામાં છે. અધોદિશાના કરતાં ઉર્વ દિશામાં અનંતગણું છે. કેમકે ઉર્વલેકમાં મેરૂ પર્વતની ૫૦૦ પાંચસો જનની સ્ફટિકમય ભીંતમાં ચંદ્ર અને સૂર્યના તેજને પ્રકાશ હોવાથી દ્રને ક્ષણ વિગેરે કાળને વિભાગ થવાથી અને દરેક પરમાણુ વિગેરે દ્રવ્યની
અપેક્ષાએ પૂર્વોક્ત પ્રકારથી કાળ અનંત હોવાથી દ્રવ્યનું અનંત ગણું હોવું સિદ્ધ થાય છે. ઉર્વ દિશાના કરતાં ઉત્તર પૂર્વ તથા દક્ષિણ પશ્ચિમ દિશામાં અસંખ્યાત ગણું દ્રવ્ય છે. ઉત્તર પૂર્વ દિશા એ ઈશાન ખૂણે છે. અને દક્ષિણ પશ્ચિમ દિશા એ નૈરૂત્ય ખૂણે છે. તેમાં અસંખ્યાત દ્રવ્ય હેવાનું કારણ ક્ષેત્રનું અસંખ્યાત ગણું હોવું એ છે. પરંતુ બંને દિશાઓમાં સરખે સરખા જ દ્રવ્ય છે. કેમકે એ બન્નેનું ક્ષેત્ર સરખું જ છે, એ બન્નેના કરતાં દક્ષિણ પૂર્વ દિશા અર્થાત્ અગ્નિ ખૂણામાં અને ઉત્તર પશ્ચિમ અર્થાત્ વાયવ્ય ખૂણામાં વિશેષાધિક દ્રવ્ય છે, કેમકે આ દિશાઓમાં વિદ્યુતપ્રભ અને માલ્યવન્ત પર્વતના શિખરે પર કેહરા અને ઝાકળનું શ્લષ્ણુ પુદ્ગલ દ્રવ્ય ઘણું હોય છે. પરંતુ પરસ્પરમાં આ બન્ને દિશાઓમાં સરખું દ્રવ્ય છે. કેમકે બનેનું ક્ષેત્ર સરખું જ છે. આ દિશાઓના કરતાં પૂર્વ દિશામાં અસંખ્યાત ગણું વધારે દ્રવ્ય છે. કેમકે–તેનું ક્ષેત્ર અસંખ્યાત ગણું વધારે છે. પૂર્વ દિશાના કરતાં પશ્ચિમ દિશામાં વિશેષાધિક દ્રવ્ય છે. કેમકે–અધોલૌકિક ગ્રામોમાં પિલાણ હોવાના કારણથી ત્યાં ઘણા પુદ્ગલ દ્રવ્યને સદ્ભાવ છે. પશ્ચિમ દિશાના કરતાં દક્ષિણ દિશામાં વિશેષાધિક દ્રવ્ય છે. કેમકે–ત્યાં અધિક સંખ્યાવાળા ભવનમાં પિલાણ રહેલ છે. દક્ષિણ દિશાના કરતાં ઉત્તર દિશામાં દ્રવ્ય વિશેષાધિક છે. કેમકે માનસ સરોવરમાં રહેવાવાળા જીવોના આશ્રય વાળા તૈજસ અને કામણ વગે. ણાના પુદ્ગલ સ્કંધ દ્રવ્ય ઘણું છે. ૩૮ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૨૯