Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અધિકાર વિષયકો દિખાનેવાલી સંગ્રહિણી ગાથા
છડું પદ
અધિકાર સંગ્રહણી ગાથાને અર્થ શબ્દાર્થ-(વા) બાર (વકીલ) ચેસ (સતર) અન્તર સહિત (UTણમ૨) એક સમય (૧૪ત્તોય) કયાંથી (વટ્ટTI) ઉદ્વર્તન (મવિયા ૨) અને પરભવ સંબંધી આયુ (રાવ મારિસ) આઠ આકર્ષ ૧૧
ટીકાથ–પાંચમાં પદમાં ઔદયિક ક્ષપશમિક અને ક્ષાયિક ભાવના નિમિત્તથી થવાવાળા જીવના પર્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ છઠા પદમાં કર્મોના ઉદય તથા ક્ષપશમથી થવાવાળા પ્રાણિયેના ઉપપાત ઉદ્વર્તન વિગેરેની પ્રરૂપણું કરવા માટે પ્રારંભમાં વિષય સંગ્રહિણી ગાથા કહે છે.
આ પદમાં પહેલા સામાન્યપણાથી નરકાદિ ગતિમાં ઉપપાત અને ઉદ્વર્તનાના વિરહને બાર મુહૂર્તનું પ્રમાણ કહેવામાં આવશે. તે પછી રત્નપ્રભા વિગેરે નારક ભૂમિમાં ઉપપાત વિરહ અને ઉદ્વતનાના વીસ મુહૂર્ત કહેવામાં આવશે. તે પછીથી નારક વિગેરે સાંતર અર્થાત્ વ્યવધાન સહિત પણ ઉત્પન્ન થાય છે, અને નિરંતર (લાગઠ) પણ ઉત્પન્ન થાય છે. એનું નિરૂપણ કરાશે. તે પછી એ બતાવવામાં આવશે કે–એક સમયમાં કેટલા નારક વિગેરેના ઉપપાત અને ઉદ્વર્તન થાય છે? તે પછી એ પ્રરૂપણ કરવામાં આવશે કે નારક વિગેરે કયાં સ્થાનેથી અગર કયા ભવથી ઉત્પન્ન થાય છે? તે પછી નારક આદિમાંથી નીકળીને કયાં ઉત્પન્ન થાય છે? તે પ્રરૂપણ કરાશે. તે પછી એ કહેવામાં આવશે કે વર્તમાન ભવની કેટલી આયુ બાકી રહે ત્યારે નારક વિગેરે આગામી ભવની આયુ બન્ધ કરે છે? છેવટે વધારેમાં વધારે કેટલા આકર્ષો દ્વારા નારક આદિના આયુને બંધ કરે છે? આ પ્રમાણેની જીજ્ઞાસા થવાથી આઠ આકર્ષ કહેવામાં આવશે આ રીતે આ સંગ્રહણી ગાથાને સંક્ષેપથી અર્થ કહેવામાં આવ્યો છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨