Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ અસંખ્યાત ભેદ હોય છે, તેથી જ બને જગ્યાએ અસંખ્યાતગણું અલ૫ બહત્વ કહેવામાં કઈ વિરોધ નથી આવતું (૨૩) તેમની અપેક્ષાએ પણ સંમઈિમ મનુષ્ય અસંખ્યાતગણુ છે, કેમકે અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના દ્વિતીય વર્ગ મૂળથી ગુણી ત્રીજા વર્ગ મૂળમાં જેટલા પ્રદેશ થાય છે, તેટલા પ્રમાણુવાળા જેટલા ખંડ એક પ્રાદેશિક શ્રેણીમાં થાય છે, તેટલી જ સંભૂમિ મનુષ્યોની સંખ્યા છે. (૨૪) સંમૂર્ણિમ મનુષ્યની અપેક્ષાથી ઈશાન કલપમાં દેવ અસંખ્યાતગણ છે. અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના ત્રીજા વર્ગમૂળથી ગુણેલા બીજા વર્ગ મૂળમાં જેટલા આકાશ પ્રદેશની રાશિ બને છે, તેટલા પ્રમાણુવાળી ઘનીકૃત લેકની એક પ્રાદેશિક શ્રેણિમાં રહેલા આકાશ પ્રદેશની બરાબર છે. આ સંખ્યા ઈશાન કલ્પના દેવ અને દેવિયે, બનેની છે. તેમાંથી કાંઈ છે બત્રીસમો ભાગ ક૫ ઇશાન દેવ છે. તેથી જ તેઓ સંમૂર્ણિમ મનુષ્યથી અસંખ્યાતગણી થાય છે. (૨૫) ઈશાન કલ્પના દેવેની અપેક્ષાએ ઈશાન કલ્પની દેવિ સંખ્યાતગણ અધિક છે, કેમકે બત્રીસગણું અને બત્રીસ કહેલી છે. કહ્યું પણ છે–દેવિયો બત્રીસ રૂપ અધિક બત્રીસગણે છે (૨૬) ઈશાન કપની દેવિયેની અપેક્ષાએ સૌધર્મ ક૫મા દેવ સંખ્યાલગણા અધિક છે, કેમકે ઈશાન કપમાં અઠ્ઠાવીસ લાખ વિમાન છે જ્યારે સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાન છે. તદુપરાન્ત દક્ષિણ દિશામાં ઘણા કૃષ્ણપક્ષી ને ઉત્પાદ થાય છે, તેથી ઉત્તર દિશા વતી ઈશાન કપની દેવિયેની અપેક્ષાએ વિમાનની બહલતા હોવાથી દક્ષિણ દિશા વતી સૌધર્મ કપના દેવ સંખ્યાત ગણા અધિક સમજવા જોઈએ. ૨૭ ઈશાન કલ્પમાં સર્વત્ર દેવિ બત્રીસ ગણી છે, સૌધર્મ ક૯પમાં દેવ તેઓથી સંખ્યાતગણુ છે અને ભવનવાસિની સંખ્યા તેઓથી અસંખ્યાત ગણી છે. આ વચનની પ્રમાણુતાથી સૌધર્મ કલ્પના દે અહિ સંખ્યાતગણ કહેવા અને મહેન્દ્ર કપની અપેક્ષાએ સનકુમાર કપના દેવાને અસંખ્યાતગણું કહેવા તે પરસ્પર વિરૂદ્ધ નથી. સૌધર્મ કલ્પના દેવેની અપેક્ષાએ સૌધર્મ કલ્પની દેવિ સંખ્યાતગણી અધિક છે, કેમકે દેવિયે દેવેની અપેક્ષાએ બત્રીસ ગણી અને બત્રીસ થાય છે. કહ્યું પણ છે કે “દેવિયે બધે બત્રીસ ગણી અને બત્રીસ હેાય છે, (૨૮) સૌધર્મ પની દેવિયેની અપેક્ષાએ ભવનવાસી દેવ અસંખ્યાતગણું છે. અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના ત્રીજા વર્ગ મૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળમાં જેટલા પ્રદેશની રાશિ થાય છે, તેટલા પ્રમાણવાળી ઘનીકૃત લેકની એક પ્રદેશવાળી શ્રેણિયામાં જેટલું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૪૩