Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અપેક્ષાએ અધિક હોય છે, આ કારણે અચુત કલ્પના દેવેની અપેક્ષાએ આરણ કલ્પના દેવ સંખ્યાતગણ અધિક છે. (૯) આરણ કલ્પના દેથી પ્રાણત કલ્પના દેવ સંખ્યાતગણું અધિક છે. (૧૦) તેમની અપેક્ષાએ આનત કલ્પના દેવ સંખ્યાતગણ અધિક છે. (૧૧) આનત કલ્પના દેવેની અપેક્ષાએ સાતમી નરકભૂમિના નારક અસંખ્યાતગણું અધિક છે, કેમકે તેઓ શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૧૨) તેમની અપેક્ષાએ પણ છટ્રી તમ:પ્રભા પૃથ્વીના નારક અસંખ્યાતગણી છે. પહેલા દિશાઓની અપેક્ષાએ નારકનું જે અ૫બહત્વ બતાવેલું છે, તેમાં તેમના અસંખ્યયત્વનું પ્રતિપાદન કરાયેલું છે. (૧૩) છટ્રી નરક ભૂમિના નારકની અપેક્ષાએ સહસાર કપના દેવ અસંખ્યાતગણુ છે. છઠી પૃથ્વીના નારકના પરિમાણ હેતુભૂત શ્રેણિને અસંખ્યાત ભાગ છે જ્યારે સહસ્ત્રાર ક૯૫ના દેવના પરિમાણ હેતુભૂત શ્રેણીના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાત ગુણિત છે. (૧૪) સહસાર કલ્પના દેવેની અપેક્ષાએ મહામુક કલ્પમાં દેવ અસંખ્યાતગણી અધિક છે, કેમકે, સહસાર કપના છ હજાર વિમાન છે, જ્યારે મહામુક કપમાં ચાલીસ હજાર વિમાન છે, તેથી જ તેઓમાં રહેનાર દેવ અસંખ્યાત ગણા હોય છે. (૧૫) મહામુક કલ્પના દેવેની અપેક્ષાએ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારક અસંખ્યાતગણુ છે, કેમકે તેઓ બૃહત્તમ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશની બરાબર છે, તેથી જ અસંખ્યાતગણ છે. (૧૬) તેમની અપેક્ષાએ લાન્તક કપમાં દેવ અસંખ્યાતગણુ છે. કેમકે તેઓ અતિ બૃહત્તમ શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૧૭) લાક કલપના દેવેની અપેક્ષાએ ચોથી પંકપ્રભ પૃથ્વીને નારક અસંખ્યાત. ગયું છે. આ વિષયમાં યુક્તિ પહેલા કહેવાઈ ગઈ છે. (૧૮) તેમની અપેક્ષાએ બ્રહ્મલેક કલ્પના દેવ અસંખ્યાતગણ છે. તે પૂર્વોક્ત યુક્તિના અનુસાર છે. (૧૯) તેમની અપેક્ષાએ ત્રીજી વાલુકાપ્રભા નામક પૃથ્વીમા નારક અસંખ્યાતગણી છે. (૨૦) તેમની અપેક્ષાએ મહેન્દ્ર નામક કલ૫મા દેવ અસંખ્યાતગણું છે (૨૧) મહેન્દ્રકલ્પની અપેક્ષાએ સનસ્કુમાર ક૯પમાં દેવ અસંખ્યાતગણ છે. (૨૨) તેમની અપેક્ષાએ બીજી શર્કરપ્રભા નામક પૃથ્વીમાં નારક અસંખ્યાતગણ છે, સાતમી પૃથ્વીથી લઈને બીજી પૃથ્વી સુધીના નાક પ્રત્યેક પિતાના સ્થાનમાં પ્રરૂપિત કરાય તે બધા ઘનીકૃતલક શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશના પ્રદેશોની રાશિના બરાબર છે, પરંતુ શ્રેણના અસંખ્યાતમા ભાગમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૪૨