Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર પૂર્વ દિશામાં તથા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખે સરખા પુલો છે. પણ અદિશાના કરતાં અસંખ્યાત ગણું વધારે છે. કેમકે રૂચકથી નીકળેલ મુક્તાવલીના આકારની અને તિયàક, અલેક અને ઉર્વિલેક સુધી ફેલા યેલી આ બંને દિશાઓનું ક્ષેત્ર અસંખ્યાત ગણું વધારે છે. તેથી જ તેમાં પુદ્ગલ પણ અસંખ્યાત ગણુ છે. પરંતુ બન્ને દિશાઓનું ક્ષેત્ર આમતે બરબર છે. તેથી જ એ બન્નેમાં પુગલે પણ સરખા કહેવામાં આવેલ છે. આ બન્ને દિશાઓના કરતાં દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ એ બને દિશાઓમાં પરસ્પર સરખા પગલે છે. પણ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશાઓના કરતાં વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે-સૌમનસ અને ગંધમાદન પર્વતના સાત સાત ફૂટ ( શિખરેપર) તથા વિધુત્ર અને માલ્યવાન પર્વતના નવા નવ કૂટ પર કેહરા અને ઝાકળ વિગેરેના સૂમ પુદ્ગલે ઘણું હોય છે, પરંતુ અને દિશામાં ક્ષેત્ર અને પર્વત વિગેરેનું સરખાપણું હોવાના કારણે સરખા જ પુગે છે. આ બંને દિશાઓના કરતાં પૂર્વ દિશામાં પગલે અસંખ્યાત ગણા વધારે છે. કેમકે એ ક્ષેત્ર અસંખ્યાત ગણું છે. પૂર્વ દિશાના કરતાં પશ્ચિમ દિશામાં પુદ્ગલે વિશેષાધિક છે. કેમકે ત્યાં અલેકિક ગામોમાં છિદ્ર (પિલાણ) હોવાથી ઘણાજ પુદ્ગલે રહેલા હોય છે. પશ્ચિમ દિશાના કરતાં દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. કેમકે ત્યાં પોલણ વધારે છે. દક્ષિણ દિશાના કરતાં ઉત્તરદિશામાં પુદ્ગલો વિશેષાધિક છે. કેમકે ઉત્તર દિશામાં સંખ્યાત કેડાછેડી રોજન લાંબુ પહોળું માનસ સરોવર છે. તેમાં જલચર, પનક અને સેવાળ વિગેરે જેવા ઘણાજ વધારે છે, અને તેની સાથે લાગેલા તેજસ અને કામણ વગણના પુદ્ગલે પણ ઘણું જ છે. તેથી જ અહીયાં પુદ્ગલે પણ ઘણાજ વિશેષાધિક કહેવામાં આવેલા છે. આ પુદ્ગલેના અલપ બહત્વ સંબંધી કથન થયું
હવે સામાન્ય પણાથી દ્રવ્ય સંબંધી અલ્પ બહુત્વનું પ્રરૂપણ કરવામાં આવે છે.
ક્ષેત્રની અપેક્ષાથી પ્રરૂપણ કરવામાં આવે તે સૌથી ઓછું દ્રવ્ય એ છે કે જે ત્રિલોકમાં હોય કેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુ૬ગલાસ્તિકાયના મહાત્કંધ અને જીવાસ્તિકાયમાંથી મારણાન્તિક સમુઘાતથી અત્યંત સમવહત જીવજ ત્રિલોકમાં વ્યાપ્ત હોય છે. અને તેઓ ઓછા છે. ત્રિલેક સ્પેશિ દ્રવ્યના કરતાં ઉર્થક તિબ્લેક નામના પ્રતાને અનંત પુદ્ગલ દ્રવ્ય અને અનંત જીવ દ્રવ્ય સ્પર્શ કરે છે. ઉલેક તિર્યશ્લેકના કરતાં અલેક તિર્યશ્લોક નામના પ્રતરમાં કંઈક વધારે દ્રવ્ય છે અલેક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૨૮