Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વિવક્ષાથી અસંખ્યાતગણું છે. કેમકે–અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોય છે.
પ્રદેશની વિવક્ષાથી સૌથી ઓછા પુદ્ગલ એક પ્રદેશાવગાઢ છે. તેના કરતાં સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશની વિવેક્ષાથી સંખ્યાતગણું વધારે છે. તેના કરતાં પણ અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશોની વિવક્ષાથી અસંખ્યાતગણું છે.
દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ સૌથી ઓછા છે. દ્રવ્ય અને પ્રદેશ બંનેની વિવક્ષાથી સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યથી સંખ્યાતગણુ છે. અને એ જ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશથી પણ સંખ્યાતગણું છે. અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યથી અસંખ્યાતગણુ એજ પ્રદેશથી અસંખ્યાતગણું વધારે છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન એક સમયની સ્થિતિવાળા સંખ્યાત સમયની સ્થિતિવાળા અસંખ્યાત સમયની સ્થિતિવાળા અને અનંત સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાંથી કોણ તેનાથી દ્રવ્ય પ્રદેશ અને દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી અલ૫, વધારે, તુલ્ય, અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! દ્રવ્યની વિવક્ષાથી સૌથી ઓછા પગલે એક સમયની સ્થિતિવાળા છે. દ્રવ્યની વિવક્ષાથી સંખ્યાત સમયની સ્થિતિ વાળા પુદ્ગલ સંખ્યાતગણું વધારે છે. દ્રવ્યની વિવેક્ષાથી અસંખ્યાતગણા સમયની સ્થિતિવાળા પુદ્ગલ અસંખ્યાતગણું છે. પ્રદેશની વિવલાથી સૌથી ઓછા એક સમયની સ્થિતિવાળા છે. પ્રદેશની વિવક્ષાથી સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ સંખ્યાતગણુ છે. પ્રદેશની વિવક્ષાથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ અસંખ્યાતગણ છે.
દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી સૌથી ઓછા પુદ્ગલ એક સમયની સ્થિતિવાળા છે. દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી સંખ્યાત સમયની સ્થિતિ વાળા પુદ્ગલ દ્રવ્યથી સંખ્યાતગણ અને એ જ પ્રદેશથી પણ સંખ્યાતગણું છે. દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ અસંખ્યાત ગણું છે. અને એજ પ્રદેશની અપેક્ષાથી અસંખ્યાતગણું છે.
હવે ભાવની અપેક્ષાથી અ૯૫ બહુંની પ્રરૂપણ કરવામાં આવે છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવદ્ આ એક ગુણકાળ સંખ્યાત ગુણુ કાળા અસંખ્યાત ગુણ કાળા અને અનન્તગુણ કાળા પુલમાંથી દ્રવ્ય,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૩૫.