Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દંતશૂળ સમ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય, સમુન્નત કુંભસ્થળ સમ વ્યવહાર અને નિશ્ચયનય, દીર્ઘકર્ણ સમ યોગ અને ક્ષેમ, પ્રચંડ સૂંઢ સમ પ્રસ્તાવનાની વચન રચના, પૂંછ સમ નિગમન કે ઉપસંહાર વચન છે. આ ભગવતી જયકુંજર ઉત્સર્ગ અને અપવાદ રૂપ બે અતુચ્છ ઘટઘોષથી યુક્ત છે, સ્વાવાદ્ રૂપ અંકુશથી વશીકૃત છે. મિથ્યાત્ત્વ, અજ્ઞાન અને અવિરતિરૂપ સૈન્યનો નાશ કરવો, તે આ ગજરાજનું મહાનકાર્ય છે. તેમાં વિજય પ્રાપ્ત કરીને વિજયનાદથી તેણે દશે દિશાઓને વ્યાસ કરી છે.
આ રીતે જયકુંજરના પ્રત્યેક અંગની વિશિષ્ટતા સમાન શ્રી ભગવતી સૂત્ર અનેક પ્રકારે વિશિષ્ટતાઓથી યુક્ત છે.
શ્રુત સ્થવિર પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. એ શ્રી ભગવતી સૂત્રને ચિંતામણિરત્ન, કામધેનુ, કલ્પતરુ આદિ ઉપમાઓથી ઉપમિત કર્યું છે.
જનમાનસમાં આ સૂત્ર પ્રતિ અનન્ય શ્રદ્ધાભક્તિ છે. શ્રી ધર્મઘોષ સૂરિના ઉપદેશથી સુશ્રાવક શ્રી પેથડ સંઘવીએ ૧૧ આગમ ગ્રંથનું શ્રવણ કર્યું. તેમાં ભગવતી સૂત્રના શ્રવણ સમયે પ્રત્યેક પ્રશ્ને જ્ઞાનભંડારમાં એક એક સોનામહોર મૂકી હતી. આ રીતે ૩૬,૦૦૦ સોનામહોર મૂકી સૂત્ર શ્રવણ કર્યું હતું. શ્રાવકની આ પ્રકારની શ્રુતભક્તિ ગ્રંથ ગૌરવને પ્રગટ કરે છે.
વિવાદ પત્તિ નામના પર્યાયાન્તરઃ
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું પ્રાકૃતરૂપ વિવાહ પત્તિ છે. ક્યાંક તેનું નામ વિવાહપત્તિ અથવા વિવાહપત્તિ પણ પ્રાપ્ત થાય છે, પરંતુ વૃત્તિકારે વિવાદ પત્તિ ને જ પ્રામાણિક અને પ્રતિષ્ઠિત માન્યું છે.
શ્રી અભયદેવ સૂરિએ વિવાદૃપત્તિ પ્રાકૃત શબ્દના પાંચ સંસ્કૃત રૂપાંતર કરીને તેનું પથક પૃથક્ નિર્વચન કર્યું છે. (૧) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, (૨) વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ, (૩) વ્યાખ્યા પ્રજ્ઞાત્તિ, (૪) વિવાહ પ્રજ્ઞપ્તિ, (૫) વિબાહ પ્રજ્ઞપ્તિ.
(૧) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ઃ (વિ+આ+ખ્યા+પ્ર+જ્ઞપ્તિ) પ્રશ્નોત્તર શૈલીમાં લખાયેલા ગ્રંથને ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ કહે છે. વ્યાખ્યા એટલે વિવેચન અને પ્રજ્ઞપ્તિ એટલે સમજાવવું. અર્થાત્ જેમાં વિવેચનપૂર્વક તત્ત્વ સમજાવાય, તેને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કહે છે.
34