Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
(૨) વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ ઃ (વ્યાખ્યા+પ્રખ્યા+આપ્તિ) = વ્યાખ્યા કરવામાં પ્રજ્ઞ ભગવાન મહાવીર દ્વારા ગણધરોને જે ગ્રંથથી અર્થની પ્રાપ્તિ થાય, તેને વ્યાખ્યા પ્રજ્ઞામિ કહે છે.
(૩) વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ (વ્યાખ્યા+પ્રજ્ઞા+આત્તિ) વ્યાખ્યા-અર્થ કથનનો પ્રજ્ઞારૂપ બોધ જેના દ્વારા પ્રાપ્ત થાય, તેને વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ કહે છે.
(૪) વિવાહ પ્રજ્ઞપ્તિ : (વિ+વાહ+પ્રજ્ઞપ્તિ) જે શાસ્ત્રમાં વિવિધ અથવા વિશિષ્ટ અર્થપ્રવાહો અથવા નયપ્રવાહોનું પ્રજ્ઞાપન – પ્રરૂપણ – પ્રબોધન થાય, તે વિવાહ પ્રજ્ઞમિ.
(૫) વિબાધ પ્રજ્ઞપ્તિ : જે શાસ્ત્રમાં બાધા રહિત અર્થાત્ પ્રમાણથી અબાધિત નિરૂપણ ઉપલબ્ધ છે, તે વિબાધ પ્રજ્ઞપ્તિ છે.
ભગવતી : અન્ય અંગસૂત્રોની અપેક્ષાએ વિશાળ અને અધિક આદરણીય હોવાથી તેનું બીજું નામ ‘ભગવતી’ પ્રસિદ્ધ છે.
અચેલક પરંપરામાં ‘વ્યાખ્યાપ્રજ્ઞમિ’નામનો ઉલ્લેખ છે.
શ્રી ભગવતી સૂત્રનું પરિમાણઃ
શ્રી સમવાયાંગસૂત્ર અને નંદીસૂત્રના આધારે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં વિવિધ પ્રકારના ૩૬,૦૦૦ પ્રશ્નોનું વ્યાખ્યા – કથન છે. જે અનેક દેવો, રાજાઓ, રાજર્ષિઓ અણગારો તથા ગણધર ગૌતમ આદિ દ્વારા ભગવાનને પૂછાયેલ છે. ‘કષાય પાહુડ’, ‘તત્ત્વાર્થ રાજવાર્તિક', ‘પખંડાગમ’ અનુસાર પ્રસ્તુત આગમમાં જીવ – અજીવ, સ્વસમય - પરસમય, લોક – અલોક આદિની વ્યાખ્યારૂપે ૬૦,૦૦૦ પ્રશ્નોત્તર છે. આચાર્ય અકલંકના મતાનુસારે તેમાં ‘જીવ છે કે નહીં?’ આ રીતે અનેક પ્રકારના અનેક પ્રશ્નોનું નિરૂપણ છે. આચાર્ય વીરસેનના મતાનુસારે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં પ્રશ્નોત્તરોની સાથે ૯૬,૦૦૦ છિન્નછેદનયોથી શાપનીય શુભાશુભનું વર્ણન છે.
સમવાયાંગ સૂત્ર અને નંદીસૂત્ર અનુસાર પ્રસ્તુત આગમમાં એક શ્રુતસ્કંધ, સો થી અધિક અધ્યયન (શતક), ૧૦,૦૦૦ ઉદ્દેશનકાલ, ૧૦,૦૦૦ સમુદ્દેશન કાલ, વર્ણનમાં અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવર આવે છે.
વર્તમાન ઉપલબ્ધપરિમાણ
35