Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચરણાનયોગ : ક્રિયા સંબંધી વિવિધ દૃષ્ટિકોણથી વિચારણા, પ્રત્યાખ્યાન, આધાકર્મી, આહારનું ફળ, આરાધક-વિરાધક, શ્રુત-શીલ આરાધના, સંવૃત્ત-અસંવૃત્ત અણગાર (શતક-૧/૧) આત્મારંભ-પરારંભ (૧/૧) અલ્પાયુષ્ય – દીર્ધાયુષ્યબંધના કારણો, શ્રમણ-અશ્રમણને પ્રતિલાભનું ફળ, પરિભોગૈષણાના પાંચ દોષ ત્યાગનું ફળ આદિ વિષયો આચાર પ્રધાન છે.
કથાનુયોગઃ ગોશાલક, જમાલી, મહાબલ ચરિત્ર, શંખ-પુષ્કલી આદિ શ્રાવકો, તંગિયા નગરીના શ્રાવકો, શિવરાજર્ષિ, સ્કંદક પરિવ્રાજક, પૂરણ તાપસ, તામલી તાપસ, એવંતાકુમાર, ઉદાયનરાજા, અભિચિકુમાર, ઋષભદત્ત અને દેવાનંદા (ભગવાનના માતા પિતા) આદિના જીવન વૃતાન્તો તત્કાલીન દાર્શનિક અને ધાર્મિક પરિસ્થિતિને પ્રગટ કરે છે.
ગણિતાનુયોગઃ ગાંગેય અણગારના ચતુર્ગતિ પ્રવેશ વિષયક પ્રશ્નો (૯/૩૨) ગણિતાનુયોગનું સચોટ દષ્ટાંત છે. તે ઉપરાંત વેશ્યા, કષાયાદિ સંબંધી ભંગ સંખ્યા, કતિસંચય, અકતિ સંચય, ક્ષુદ્રયુગ્મ, મહાયુગ્મ આદિ વિષયો ગણિતપ્રધાન છે.
અન્ય દૃષ્ટિકોણથી પણ આ આગમના વિષય વસ્તુને સમજી શકાય છે.
અનેકાંત દષ્ટિકોણઃ પ્રસ્તુત આગમમાં તત્ત્વવિદ્યાનો પ્રારંભ “ચલમાણે ચલિએ' પ્રશ્નથી થાય છે. એકાંતદષ્ટિએ “ચલમાન” અને “ચલિત’ બંને એક ક્ષણમાં થતા નથી, અનેકાંત દષ્ટિએ વિચારતા બંને એક ક્ષણમાં ઘટી શકે છે. સમગ્ર આગમમાં અનેકાંત દૃષ્ટિકોણ પ્રતીત થાય છે. અનેકાંત દષ્ટિ એટલે નયદષ્ટિ. વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ યદષ્ટિથી જ પ્રગટ થઈ શકે છે. “ચલમાન ચલિત’ ના સિદ્ધાંતની વ્યાખ્યા ઋજસુત્રનયના આધારે થઈ છે. જય ધવલામાં ‘પથ્યમાન પર્વની વ્યાખ્યા ઋજુસૂત્રનયના આધારે કરી છે. આ જ રીતે ક્રિયમાણ કૃત, ભુજ્યમાન ભક્ત, બદ્ધયમાન બદ્ધ, સિદ્ધયમાન સિદ્ધ આદિની વ્યાખ્યા એક સમયવર્તી પર્યાયને સૂચિત કરનાર જુસૂત્રનયના આધારે જ થાય છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ “ચલમાન ચલિત'ની વ્યાખ્યા નિશ્ચય નયના આધારે કરી છે. તેમના મતાનુસાર વ્યવહાર નયની અપેક્ષાએ ચાલવાની ક્રિયા પૂરી થાય ત્યારે જ ચાલું કહી શકાય. નિશ્ચયનયની અપેક્ષાએ ચલમાનને પણ ચલિત કહી શકાય છે. અર્થાત્ ઉત્પત્તિ અને નિષ્પત્તિની એક જ ક્ષણ છે. જે ક્ષણમાં ઉત્પત્તિ છે, તે જ ક્ષણમાં નિષ્પત્તિ થઈ જાય છે. આ રીતે ઉત્પત્તિ અને નિષ્પત્તિની શૃંખલા ચાલુ રહે છે.