Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અન્ય શાસ્ત્રોમાં પણ કાલમાન કે અવગાહનાદિનું માપ પ્રદર્શિત કરવા પૃથકત્વ શબ્દનો પ્રયોગ થયા છે, ત્યાં ‘બે થી નવ” અર્થ યથાસંગત થતો નથી તેથી પારિભાષિક પૃથકત્વ શબ્દ ફક્ત બે થી નવ સંખ્યાનો જ વાચક નથી પરંતુ અનેક સંખ્યાનો વાચક છે તે વિવેચનમાં સ્પષ્ટ કર્યું છે.
શતક - ૩/૨માં શક્રેન્દ્રના વજપ્રહારથી પોતાની રક્ષા કરવા ચમરેન્દ્ર પ્રભુ મહાવીરનો આશ્રય સ્વીકારે છે તે પાઠમાં રિહંતે, રિહંત વેડ્યાણ વા, મારે વા... પાઠ છે અર્થાત્ અરિહંત, અરિહંત ચૈત્ય અને અણગારનું શરણ સ્વીકારીને... આ વિષયમાં રિહંત વેળ પાઠમાં મૌલિક્તા જણાતી નથી તે વિષયની ચર્ચા પરિશિષ્ટમાં કરી છે.
શાસ્ત્રના વિષયોની વિવિધતાને લક્ષમાં લઇને વિવેચ્ય વિષયોની અકારાદિ અનુક્રમણિકા, આવશ્યકતાનુસાર કોષ્ટકો વગેરે દ્વારા ગહન વિષયને સરળ બનાવવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે.
અલ્પ ક્ષયોપશમે શાસ્ત્ર સંપાદન જેવું કઠિન અને જવાબદારીપૂર્વક કામ કરવું તે ખરેખર અમારી એક કસોટી હતી. તેમ છતાં અનંત ઉપકારી ગુરુવર્યોની કૃપા, તેઓશ્રીનું પાવન સાંનિધ્ય, પવિત્ર પ્રેરણા તથા આગમ મનિષ પૂ. ત્રિલોકમુનિ મ.સા.ના યથાયોગ્ય માર્ગદર્શને અમે આ કસોટીમાંથી પાર ઉતરી શકયા છીએ.
સર્વ ઉપકારીઓના ઉપકારનો, સહયોગીઓના સહયોગનો અંતઃકરણપૂર્વક સ્વીકાર કરીને નતમસ્તકે સહુને વંદન કરી વિરામ પામીએ છીએ.
શાસ્ત્ર સંપાદનમાં જિનાજ્ઞાથી ઓછી, અધિક કે વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ ગુણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુકત-લીલમ - વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.