________________
પ્રસ્તાવના
વાયાવિયા આ રીતે ૨૫૩૯મી ગાથાના ઉત્તરાર્ધરૂપે તથા ૨૫૪૦મી ગાથાના પૂર્વાર્ધરૂપે મળે છે. એટલે બંનેના પાઠમાં પણ થોડો ભેદ પડી ગયો છે અને છંદના માત્રામેળની દૃષ્ટિએ પણ પાઠ જુદો છે. અભયદેવસૂરિ મહારાજે વિક્રમસંવત્ ૧૧૨૦માં વૃત્તિ રચી છે. તે પછી લગભગ ૧૦૦ વર્ષે મલયગિરિ મની ટીકા રચાઈ છે. મલયગિરિ મહારાજ જૈન શાસનમાં અતિમહાનું વિખ્યાત ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. ૧૦૦ વર્ષમાં પાઠ બદલાઈ જાય એ આશ્ચર્યજનક લાગે. પરંતુ અભયદેવસૂરિ મ0 તથા મલયગિરિ મબંનેની સામે જુદી જુદી હસ્તલિખિત આદર્શોની પરંપરા હશે એમ લાગે છે. આવાં આવાં અનેક ઉદાહરણો આ ગ્રંથમાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને અભયદેવસૂરિમહારાજે તે તે ગ્રંથોમાંથી ઉદ્ધત કરેલા પાઠો અને અમે પરિશિષ્ટમાં આપેલા. વર્તમાનમાં મળતા ગ્રંથોને આધારે લખેલાં ટિપ્પણોને વાંચવાં એ ખાસ ભલામણ છે.
આ.મ.શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકામાં જે સાક્ષિપાઠો આવશ્યકનિયુક્તિ આદિમાંથી લીધેલાં છે. તે અમે [ ] આવા ચોરસ કોષ્ઠકમાં જણાવેલું છે તે નિર્યુક્તિસંગ્રહ, નિર્યુક્તિપંચક આદિ આદિ ગ્રંથોમાં જે નિયુક્તિગાથાઓ છપાયેલી છે તેના આધારે જ જણાવ્યું છે. ખરેખર તો, ગ્રંથોમાં નિર્યુક્તિની ગાથાઓ કેટલી છે તથા ભાષ્ય અથવા પ્રક્ષિપ્ત ગાથાઓ તેમાં કેટલી ભળી ગઈ છે. આ વાત સંશોધક અભ્યાસીઓની દૃષ્ટિએ ઘણી જ ઘણી વિચારણા માગે છે. અમે તો અત્યારે નિયુક્તિ તરીકે પ્રસિદ્ધ હોવાને લીધે જ આવશ્યકનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ આદિ નામોલ્લેખ કર્યો છે. ખરેખર તો એ ગાથાઓ તે તે નિર્યુક્તિની છે કે કેમ એ વિદ્વાનોએ જ વિચારવાનું છે.
તે તે મુદ્રિત ગ્રંથોમાંથી ટિપ્પણીમાં અમે ઉદ્ધત કરેલા પાઠો જ્યાં અમને અતિઅશુદ્ધ લાગ્યા છે ત્યાં બને તો તેના પ્રાચીન હસ્તલિખિત (વ્યવહારભાષ્ય-ટીકા આદિ) ગ્રંથોને આધારે જ તે તે પાઠોને શુદ્ધ કરીને આપવા પણ અમે પ્રયત્ન કર્યો છે. સ્થાનાંગસૂત્રમાં ક્ષેત્ર આદિ સંબંધી ઘણાં જ ઘણાં સૂત્રો આવે છે. જંબૂદ્વીપ આદિ ક્ષેત્રોના તથા તેને લગતા પદાર્થોના નકશાઓ તથા ચિત્રો સામે હોય તો જ તેનો અર્થ બરાબર સમજી શકાય. એટલે સ્થાનાંગના ત્રીજા ભાગમાં નકશાઓ તથા ચિત્રો આપવાની અમારી ભાવના છે.
આ ભાગમાં સ્થાનાંગના ચોથા, પાંચમા તથા છઠ્ઠા અધ્યયનોનો સમાવેશ છે. માનસશાસ્ત્ર આદિ દૃષ્ટિએ વિચારતાં, ચોથું અધ્યયન અત્યંત અત્યંત અત્યંત અદ્ભુત છે. આ ભાગમાં ટીકામાં જે પાઠો બીજા ગ્રંથોમાંથી ઉદ્ધત કરેલા છે તેનું વિવરણ, તુલના તથા કથાઓ આદિ પરિશિષ્ટમાં આપેલું છે. પ્રથમભાગની જેમ આમાં પણ અમે ત્રણ પરિશિષ્ટો આપેલાં છે.
ધન્યવાદ :- શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ જૈનગ્રંથમાળાના પ્રણેતા પુણ્યનામધેય આ પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજને અનેકશઃ વંદન પૂર્વક હૃદયથી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. દ્વાદશારનયચક્રના સંશોધન-સંપાદન દ્વારા આ સંશોધન-સંપાદન ક્ષેત્રમાં અને તેઓ જ લાવ્યા હતા.
સ્વ૦ પૂ૦ આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ કે જેમના ભગીરથ પ્રયાસથી આગમ આદિ વિશાળ જૈન સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે તેઓશ્રીને પણ આ પ્રસંગે ભાવપૂર્વક વંદન કરૂં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org