________________
श्री सिद्धाचलमण्डन-श्री ऋषभदेवस्वामिने नमः । श्री शान्तिनाथस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्मभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मभ्यो नमः ।
જિન આગમ જથsiel (પ્રસ્તાવના)
અનંત ઉપકારી અરિહંત પરમાત્માની પરમકૃપાથી તથા પરમપૂજ્ય પરમોપકારી પિતાશ્રી તથા સદ્ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી પંચમગણધર ભગવાનું શ્રી સુધર્મસ્વામિ પ્રણીત તથા આચાર્યભગવાન્ શ્રી અભયદેવસૂરિમહારાજ વિરચિત ટીકાસહિત શ્રી સ્થાનાંગસૂત્રના દ્વિતીય વિભાગને અનેક પ્રાચીન-પ્રાચીનતમ હસ્તલિખિત આદર્શોને આધારે સંશોધિત તથા સંપાદિત કરીને શ્રી જૈન આગમોના અભ્યાસી વર્ગ સમક્ષ આજે મારા પરમઉપકારી સંઘમાતા માતૃશ્રી સાધ્વીજી મનોહરશ્રીજી મહારાજના ૧૦૯મા જન્મદિવસે પ્રકાશિત કરતા ઘણો જ આનંદનો અનુભવ થાય છે.
આ જ ગ્રંથનો પ્રથમ ભાગ થોડા સમય પૂર્વે જ પ્રકાશિત થયો છે. તેની પ્રસ્તાવનામાં જે જે જણાવવા યોગ્ય હતું તે સંક્ષેપમાં જણાવ્યું છે, વિશેષ કહેવાનું હશે તે તૃતીય વિભાગમાં જણાવાશે. ૭-૮-૯-૧૦ આ ચાર અધ્યયનો તૃતીય વિભાગમાં આવશે. એ રીતે સટીક સ્થાનાંગસૂત્ર ત્રીજા વિભાગમાં સંપૂર્ણ થશે.
એક વાત ખાસ જણાવવાની છે. આમ શ્રી અભયદેવસૂરિ મહારાજે સ્થાનાંગસૂત્રની ટીકામાં સેંકડો પાઠો ભિન્ન ભિન્ન અનેક ગ્રંથોમાંથી તેમના સામે વિદ્યમાન હસ્તલિખિત આદર્શોમાંથી ઉદ્ધત કર્યા છે. એનો અર્થ સમજવા માટે પ્રથમ પરિશિષ્ટમાં તે તે ગ્રંથોની ટીકાઓ અમે ઉદ્ધત કરી છે, પરંતુ અત્યારે મળતા ગ્રંથોમાં કેટલાય સ્થળે થોડા પાઠભેદ જોવા મળે છે. ઉદાહરણ તરીકે અભયદેવસૂરિ મહારાજે પૃ૦૫૭૫ ૫૦૨૫માં- રવિહવેચાવલ્વે સામ વહિં ૨ નિષ્યવયમો | સી૩ષ્ટસદા ખિq દા વાયર્જિયા || આવો વ્યવહારભાષ્યનો પાઠ ઉદ્ધત કર્યો છે. પૃ૦૫૯૭ પં૦૧માં વમવિયોગને રોષ વ્યવહારમાળો: સમવસેયા: એમ તેમણે જણાવેલું છે. એટલે આ ગાથા વ્યવહારભાષ્યની છે એ નિશ્ચિત છે.
શ્રી અભયદેવસૂરિ મહારાજેએ ઉદ્ધત કરેલી વ્યવહારભાષ્યની ગાથા અખંડ છે. છંદની દૃષ્ટિએ પણ બરાબર છે. પરંતુ અત્યારે મળતા વ્યવહારભાષ્યમાં તથા તેની મલયગિરિવિરચિત टीम सा था दसविहवेयावच्चे सग्गाम बहिं च वायामो ।। सीउण्हसहा भिक्खू न य हाणी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org