Book Title: Adhyatmabindu
Author(s): Bhavyadarshanvijay
Publisher: Padmvijay Ganivar Jain Granthmala Trust

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાકથન ૫.પૂ.સિદ્ધાંતમહોદધિ કર્મશાસ્રરહસ્યવેદી સંયમત્યાગતપોમૂર્તિ સુવિશાલગચ્છાધિપતિ ભવસાગરોદ્ધારક આ.ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની કલ્યાણકારિણી આજ્ઞા અને આશીર્વાદથી વિ.સં.૨૦૧૪નું ચાતુર્માસ રાધનપુરમાં થયું. આસો માસમાં ૨૦ દિવસમાં ૫ દ્રવ્યનાં એકાસણાંથી ૧ લાખ નવકારનો જાપ થયો. એ જ દિવસોમાં ૫.પૂ.વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ પ્રભાવકપ્રવચનકાર પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે વિ.સં.૨૦૧૦ના અહમદનગરના ચાતુર્માસમાં આપેલી મહાનિશીથગ્રંથ ઉપરની બે અધ્યયનની વાચનાની નોટ ફેર કરી. રાધનપુરના અખીડોસીની પોળના, તંબોલીશેરીના, ખજૂરીની પોળના તેમજ વીરસૂરિ મ.ના હસ્તલિખિત જ્ઞાનભંડારનું નિરીક્ષણ કર્યું. એમાં (૧) મન્નહ જિણાણુંની સજ્ઝાય ઉપર પ્રબોધ દીપિકા ટીકાની પ્રત (૨) અધ્યાત્મબિંદુની ચાર બત્રીસીની પ્રત (૩) ધર્મરત્નપ્રકરણની અવસૂરિ (૪) ઉપદેશસંગ્રહ (ઉપદેશકલ્પવેલી) વગેરે ઘણી મહત્ત્વની પ્રતો મળી. એની પ્રેસ કોપી ત્યાંના પાઠશાળાના શિક્ષક મણીભાઈ પાસે કરાવી. એમાં ઉપદેશ કલ્પવેલી બે વર્ષ પૂર્વે અનુવાદ સાથે પ્રકાશિત કરવામાં આવી છે. અધ્યાત્મબિંદુ ગ્રંથની પહેલી બત્રીસી ઉપર ગ્રંથકાર મહર્ષિ શ્રી હર્ષવર્ધન ઉપાધ્યાયજીએ સ્વોપજ્ઞ ટીકા રચી છે. એનું સંશોધન કર્યા પછી બાકીની ત્રણ બત્રીસી ઉ૫૨ કોઈ વિવેચન-ટીકા ન હતી. બત્રીસીઓ અર્થગંભીર હોવાથી એનાં રહસ્યોને પ્રગટ કરવાની જરૂર હતી. સંસ્કૃતમાં એ વિવેચન લખવાનો વિચાર આવ્યો અને એક મંગલઘડીએ એનો પ્રારંભ થયો. એ સમય હતો વિ.સં.૨૦૨૯ની સાલનો. ત્યારબાદ એનું નિરીક્ષણ, સંશોધન આ.વિ.જગચ્ચન્દ્રસૂરિજીએ આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજીએ (ત્યારે મુનિ), આ.વિ.કુલચન્દ્રસૂરિજીએ (ત્યારે મુનિ) મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજીએ તથા મુનિશ્રી ઉદયવલ્લભવિજયજીએ સહૃદયભાવે કરી ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. ત્રીજી બત્રીસીની આઠ શ્લોકની ટીકા બાકી હતી અને હું માંદગીમાં સપડાયો. એમાં વર્ષો વીતી ગયાં. હવે તે કાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યું છે. ચોથી બત્રીસીના ૨૫મા શ્લોકના અર્થઘટનમાં ઘણી કસોટી થઈ. ઘણા મહાત્માઓને પૂછાવ્યું પણ કોઈ સંતોષ ન થયો. છેવટે........ ટીકાનું નામકરણ સહજભાવે પદ્મપ્રભા સૂઝી આવ્યું. મારા જ્ઞાનનિધિ, ચારિત્રરત્ન, સમતાસિંધુ પૂ.ગુરુદેવ પં.પદ્મવિજયજી ગણિવરશ્રીએ મને આપેલી જ્ઞાનની પ્રભા આમાં વિસ્તાર પામી છે. ટીકાનું નામ પદ્મપ્રભા રાખવાથી એની સ્મૃતિ ચિરંજીવ બની છે. વિ.સં.૨૦૨૨ની સાલમાં આ ગ્રંથનું સંશોધન કરી પ્રિન્ટ કરવા માટે પ્રેસમાં મોકલવાની તૈયારી કરતો હતો એવામાં મુનિશ્રી કીર્તિચંદ્ર વિજયજીએ એલ.ડી.ઈન્સ્ટીટ્યુટમાં અનેક ગ્રંથોનાં સંશોધન સંપાદનનું કાર્ય કરી રહેલા નગીનદાસ જી. શાહને પૂછ્યું : હાલ શું ચાલે છે? નગીનદાસ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 122