Book Title: Adhyatmabindu
Author(s): Bhavyadarshanvijay
Publisher: Padmvijay Ganivar Jain Granthmala Trust

View full book text
Previous | Next

Page 122
________________ મહાપુરુષોનાં શબ્દોમાં, અધ્યાત્મનો મહિમા અધ્યાત્મશાસ્ત્રના વાંચન-મનન-પરિશીલનથી ઉત્પન્ન થતા સંતોષના સુખને ધારણ કરતા પુણ્યાત્માઓ રાજાને, ધનપતિ કુબેરને કે દેવેન્દ્રને પણ ગણકારતા નથી, મહત્ત્વ આપતા નથી. અધ્યાત્મશાસ્ત્રના સુંદર રાજ્યમાં ધર્મનો માર્ગ વ્યવસ્થિત થાય છે. પાપરૂપી ચોર ભાગી જાય છે અને કોઈપણ પ્રકારનો ઉપદ્રવ રહેતો નથી. જે આત્માઓના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રનો અર્થ પરિણત થાય છે તે આત્માઓના હૃદયમાં વિષય-કષાયના આવેશનો ક્લેશ ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી. નિર્દય એવો કામ-ચંડાલ પંડિતોને પણ પડે છે પરંતુ અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા થાય તો તે હરગીજ પડી શકતો નથી. - વનમાં ઘર, દરિદ્ર અવસ્થામાં ધન, અંધકારમાં પ્રકાશ અને મરુદેશમાં પાણી મળવું જેમ દુર્લભ છે, તેમ કલિકાલમાં અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિદુર્લભ છે. કામસુખનો રસ ભોગના કાળ સુધી છે. ભક્ષ્ય પદાર્થોનો રસ ભોજન સુધી મળે છે પરંતુ અધ્યાત્મશાસ્ત્રના વાંચનાદિનો રસનિરવધિહોયછે. મોહનો અધિકાર જેમના ઉપરથી ઊઠી ગયો છે અને આત્માને અનુલક્ષીને જે ક્રિયાઓ થાય છે તેને જિનેશ્વરદેવો અધ્યાત્મ કહે છે; તે અધ્યાત્મશાસ્ત્ર ભણવું જોઈએ, વારંવાર વિચારવું જોઈએ. એમાં કહેલો અર્થ આચરણમાં લાવવો જોઈએ અને એ અધ્યાત્મશાસ્ત્ર કોઈ યોગ્ય આત્માને આપવું જોઈએ. "JINESHWAR" Ph. : 079-6404874 (M) 98240 15514,

Loading...

Page Navigation
1 ... 120 121 122