Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫] તરફ પ્રગતિ કરે ! ભાવ અધ્યાત્મ આત્મા સાથે વણાઈ જાય છે અને તે જ મોક્ષસાધક શીઘ્ર નીવડે છે. ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજીએ પણ સવાસો ગાથાના સ્તવનમાં કહેવું છે કે “અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનમલ તેલે ” અર્થાત્ ભાવ અધ્યાત્મ વગરની ક્રિયા શરીરના મેલ તુલ્ય છે એટલે કે નિરર્થક છે. શ્રી વિજયલક્ષમીસૂરિએ પણ જ્ઞાનપૂજામાં કહ્યું છે કે “અધ્યાત્મજ્ઞાને કરી વિધટે ભવભ્રમભીતિ.”
અધ્યાત્મજ્ઞાન ખાસ કરીને વૈરાગ્યથી પ્રકટે છે. વસ્ત્રના નાશથી જેમ તંતુને નાશ થતો નથી, તેમ આ દેખાતા પ્રત્યક્ષ શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી; દશ પ્રાણુના નાશથી આ શરીરથી આત્મા છૂટે છે અને અપરગતિમાં જાય છે પણ આત્મા તેનો તે જ છે; આત્મામાં ગુણ પર્યાય રહે છે; સહભાવી ગુણ અને ક્રમભાવી પર્યાય; આ પ્રત્યક્ષ દેખાતું શરીર, વાણી, મન–તે હું નથી; એ ત્રણથી ભોગવાતા વિષયો મારા નથી; શરીરાદિથી ભિન્ન આત્મસ્વરૂપ ચિંતવવાથી અધ્યાત્મદષ્ટિ પ્રકટ થવાનું કારણ “વૈરાગ્ય ’ બને છે. અનિત્યાદિ બાર ભાવના અને મૈત્યાદિ ચાર ભાવના ભાવવાથી વૈરાગ્યબળ પ્રકટ થતાં અધ્યાત્મદષ્ટિને પુષ્ટિ મળે છે; તે વખતે અંતરાત્મા વિચારે છે કે-અરે ! આ સંસારમાં મારું શું છે ? કંઈ નથી ! આજે જે દેખાય છે તે મારા આત્માથી જૂદું છે; મારાથી જે વસ્તુ જુદી છે તે સ્ત્રી, અપત્ય, ધન, દેહ, બંધુઓ, વિષય, કષા વિગેરે મારાં નથી; આત્મા જ્ઞાનવડે દેખી શકે છે પણ આત્મા વિના પાંચ દ્રવ્યોમાં એવી શક્તિ નથી, કે જે આત્માને દેખી શકે. હું જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ આત્મા ઈદ્ધિને અગોચર છું; માટે અધ્યાત્મની અભિલાષા કરવી જેથી આત્મા પિતાના ગુણેને વિકાસ કરતાં શીધ્ર પરમાત્મા બની શકશે.
અધ્યાત્મજ્ઞાન માટે શ્રી આનંદવન પદ સંગ્રહ ભાવાર્થમાં સ્વ. આ. શ્રી બુદ્ધિસાગરજી કહે છે કે “અધ્યાત્મજ્ઞાન થનારને ધર્મ ક્રિયાઓ અને પારમાર્થિક કાર્યો કરવાનાં નથી એમ કદી કોઈએ માની લેવું નહિં,
For Private and Personal Use Only