Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 189
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -દશ દષ્ટાંત : ૧૫૭ : આ હકીકત બીજી રીતે પણ ઘટાવાય છે. એક શેઠને રત્નોને સંગ્રહ કરવાને અજબ શોખ હતો. તેના પુત્રને આ વાત પસંદ પડતી નહિ. એકદા કામ પ્રસંગે શેઠ બહારગામ ગયા તે તકને લાભ લઈ પુ, દેશ-દેશાવરથી આવેલા વ્યાપારીઓને તે રત્ન વેચી નગદ નાણાં કરી લીધા. થોડા દિવસે બાદ શેઠ ઘરે આવતાં તેને આ હકીક્તની ખબર પડી. પુત્રને ઘણે ઉપાલંભ આયો અને તે બધાં રને પાછા લઈ આવવાની આજ્ઞા કરી. હવે દેશ-દેશાવરના વ્યાપારીઓ પાસેથી તે રત્નો જેમ મેળવવા મુશ્કેલ છે તેમ ગુમાવી દીધેલો માનવભવ મળી દુલભ છે. (૬) સ્વાન-એક રાજકુમાર રીસાઈને પરદેશ ચાલ્યો ગયો. રાત્રિસમયે કઈ ધર્મશાળામાં સૂઈ રહ્યો. તેવામાં પ્રભાત સમયે તેને એવું સ્વપ્ન આવ્યું કે-“પૂનમના ચંકે મારા મુખમાં પ્રવેશ કર્યો.” બરાબર તે જ સસથે બાજુમાં સૂતેલા કોઈ ભિક્ષુકને પણ તેવું જ સ્વપ્ન આવ્યું. પ્રભાતકાળે બંને જાગ્યા. યાચકે કઈ બાવાજીને પિતાના સ્વપ્નનું ફળ પૂછ્યું. બાવાજીએ જણાવ્યું કે તને આજે મોદક મળશે અને ખરેખર ભિક્ષામાં તેને કેઈએ ચૂરમાના લાડ આપ્યો. રાજકુમારે કુશળ સ્વપ્ન પાઠકને પિતાના સ્વપ્નને અર્થ પૂછળ્યો. તેણે જણાવ્યું કે-“સાત દિવસની અંદર તેને રાજ્યપ્રાપ્તિ થશે.” અને સાથોસાથ સ્વપાઠકે પિતાની પુત્રી પણ તેને પરણાવી દીધી. રાજપુત્રને ફરતાં ફરતાં સાતમા દિવસે, અપત્રિય રાજા મૃત્યુ પામતાં, રાજ્યપ્રાપ્તિ થઈ. આ વાત તે ભિખારીના જાણવામાં આવી એટલે તે પિતાના ભાગ્યની નિંદા કરવા લાગ્યો. આવું સ્વપ્ન ફરી આવે અને રાજ્ય મળે તેવી આશાથી તે ધર્મશાળામાં સૂવા લાગ્યો, પણ આવું સ્વપ્ન ને રાજય મળવું જેમ દુર્લભ છે તેમ મનુષ્યજન્મની પ્રાપ્તિ દુલભ છે. (૭) ચક-રાધાવેધ–એક સ્થંભની ટોચે યાંત્રિક પ્રયોગથી પૂતળી ચકર-ચાકર ફરતી હોય. તે રાધા-પૂતળીની નીચે ચાર ડાબી બાજુથી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193