Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૧૩૭ : હે તાત્વિક પદાર્થના જ્ઞાતા, આત્મિક ગુણ ઓળખશે, પંદર દ્વાર કર્ધી શિક્ષાને, નિરંતર અભ્યાસ હશે, સમતા આત્મ સાથે જોડતા, ભવભય ભેદન કરતા, મેક્ષ સંપત્તિ હસ્ત કરી ઝટ, શાશ્વતા સુખે વરતા. ૧
હે તાત્વિક પદાર્થને જાણનાર ! આ પ્રમાણે (ઉપર પંદર દ્વારમાં કહેલ) નિરંતર અભ્યાસના યોગથી સમતાને આત્મા સાથે જોડી દે, જેથી કરીને ભવના ભયને ભેદવાવાળી મોક્ષ સંપત્તિએ તને એકદમ હસ્તગત થઈ જાય.”૧
ઉપજાતિ. અવિઘાત્યાગ એ સમતાબીજ खमेव दुःखं नरकस्त्वमेव, त्वमेव शर्मापि शिवं त्वमेव । त्वमेव कर्माणि मनस्त्वमेव, जहीयविद्यामवधेहि चात्मन् ! ॥२॥
હે આત્મન્ તું જ દુઃખ તું જ, નરકને તું જ સુખ ખરે, મક્ષ તું જ વળી કર્મ તું જ, અને મન તું જ નહિ પરે; અવિદ્યાને ત્યાગ કરીને, સાવધાન દિલથી થાતા, સમતારૂપી બીજ હૃદયમાં, ટકી રહે કાયમ જ્ઞાતા. ૨
હે આત્મન ! તુ જ દુઃખ, તું જ નરક, તું જ સુખ અને મોક્ષ પણ તું જ. વળી તું જ કર્મ અને મન પણ તું જ. અવિદ્યાને તજી દે અને સાવધાન થા.” ૨
* ઈદ્રવજા સુખદુ:ખનું મૂળ-સમતા ને મમતા. निःसंगतामेहि सदा तदात्मन्नर्थेष्वशेषेष्वपि साम्यभावात् । अवेहि विद्वन् ! ममतैव मूलं, शुचां सुखानां समतैव चेति ॥३॥ હે આત્મન્ ! સર્વ પદાર્થ પર, સમતાભાવ સદા લાવે, હે વિદ્વન્ ! નિઃસંગાપણું, પ્રાપ્ત કરી લેતા ભાવે દુ:ખનું મૂળ જાણું યે, ખરેખરી નડતી મમતા, સુખનું મૂળ આત્મહિતેચ્છ, આદરવી ભાવે સમતા. ૩
“હે આત્મન ! સર્વ પદાર્થો ઉપર સદા સમતાભાવ લાવીને નિઃસંગપણું પ્રાપ્ત કર. હે વિઠન ! તું જાણી લેજે કે દુઃખનું મૂળ મમતા જ છે અને સુખનું મૂળ સમતા જ છે.” ૩ ઉપજાતિ,
For Private and Personal Use Only
Loading... Page Navigation 1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193