Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૩૨ :
અધ્યાત્મનાશવંત દુર્ગધીવાળું, રોગે ભરેલું અંગ છે, અંગ માટરૂપ પિંડ પણ, ધર્મ સાધવા પ્રસંગ છે, તુજ આત્મહિત સધાય, જ્યારે એહ શરીર–પ્રસંગથી, હે મૂઢ! પછી શા કારણે, એ યત્ન તું કરતું નથી? ૮
માટીના પિંડરૂપ, નાશવંત, દુર્ગધી અને રોગના ઘર એવા આ શરીરવડે જ્યારે ધર્મ કરીને તારૂં પિતાનું હિત સારી રીતે સાધી શકાય તેમ છે ત્યારે હે મૂઢ! તેમાં યત્ન કેમ કરતો નથી?” ૮
પાંચમો અધિકાર સમાપ્ત.
अथ षष्ठो विषयप्रमादत्यागाधिकारः વિષયસેવનથી થતાં દુઃખ-સુખની સરખામણું. अत्यल्पकल्पितसुखाय किमिंद्रियार्थै
स्त्वं मुह्यसि प्रतिपदं प्रचुरप्रमादः । एते क्षिपन्ति गहने भवभीमकक्षे,
जंतून यत्र सुलभा शिवमार्गदृष्टिः ॥१॥ માની લીધેલ અલ્પ સુખકાજ, પ્રમાદી શાને બને? વારંવાર ઈન્દ્રિય વિષયમાં, મેહ આવે છે મને, એ વિષય સુખ સંસારમાં, ફે કે ભયંકર ગહન વને, ત્યાંથી ન જાણવું સુલભ જીવને, મુક્તિ મારગ પંથને. ૧
“ઘણા જ થડા અને તે પણ માની લીધેલાં (કપિત) સુખ માટે તું પ્રમાદવાન થઈને વારંવાર ઇંદ્રિયોના વિષયમાં શા માટે મોહ પામે છે ? એ વિષય પ્રાણીને સંસારરૂપ ભયંકર ગહનવનમાં ફેંકી દે છે, જ્યાંથી મોક્ષમાર્ગનું દર્શન પણ આ જીવને સુલભ નથી.” ૧ વસંતતિલકા.
૧ મને-દિલમાં. ૨ મોટા જંગલમાં.
For Private and Personal Use Only