Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] અર્થાત અધ્યાત્મજ્ઞાનીઓને પિતાના અધિકાર પ્રમાણે સર્વ કરવાનું છે; ગૃહસ્થ ગૃહસ્થના અધિકાર પ્રમાણે ધર્માચારો અને પરોપકારિક કૃત્યો કરવાં જોઈએ; અને સાધુઓએ પિતાના અધિકાર પ્રમાણે ધર્માચાર, ઉપદેશ, પઠન, પાઠન આદિ કૃત્યો કરવા જોઈએ. આત્મામાં ઉત્પન્ન થયેલ અધ્યાત્મજ્ઞાનને પરિણામ ખરેખર મન, વચન અને કાયાના યોગોને તાબે કરીને, ભાવનાનું સ્વરૂપ, ભવની પીડા, પૌગલિક પદાર્થોની અસ્થિરતા, રાગદ્વેષનું વિચિત્રપણું અને આત્માનું સાધ્ય શું છે? તે કેમ અને કયારે પ્રાપ્ત થાય ? વિગેરે વિચારો આ અધ્યાત્મ ક૯૫૬મશાસ્ત્ર ચર્ચે છે. રાગને ઉપમિતિભવપ્રપંચાગ્રંથકાર કેસરીની ઉપમા અને દેશને ગજેની ઉપમા આપે છે; વૈરાગ્યના વિષયનો મુખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાને, અને તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાને છે. પર વસ્તુ કઈ છે તેને શોધી તેની સાથેનો સંબંધ ઓછો કરાવી, ધીમે ધીમે તે તોડી નંખાવવાનો છે; પરમપ્રિય મિત્રો, પ્રાણાધિક પત્ની, જીવથી વહાલો પુત્ર, પુત્રપ્રેમી પિતા અને વાત્સલ્યભરપૂર માતા જ્યારે છેડે છોડીને ચાલ્યા જાય છે ત્યારે ગયા પછી તેઓ મિત્ર, પતિ, પિતા કે પુત્રનું શું થયું તેની સંભાળ લેવા પણ આવતા નથી; આ હકીકત પ્રસ્તુત ગ્રંથમાં જીવોના સ્નેહસંબંધની વિચિત્રતા અને અસ્થિરતા બતાવે છે, અને આત્મસ્વરૂપ તરફ વાળે છે.”
પ્રસંગોપાત્ત અધ્યાત્મ સંબંધમાં આટલું નિવેદન કર્યા પછી જણુંવવાની આવશ્યકતા છે કે-પ્રસ્તુત અધ્યાત્મક૫કુમ ગ્રંથના કર્તા સહસ્ત્રાવધાની પૂ. મુનિસુંદર મહારાજ છે. એમનો જન્મ સં. ૧૪૩૬માં થયો હતો. સાત વર્ષની નાની વયમાં દીક્ષા લીધી. શ્રી વજાસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી સમસુંદરસૂરિ અને ઉ. શ્રી યશવિજ્યજી લગભગ સાત વર્ષની ઉમરે દીક્ષિત હતા. પૂ. મુનિસુંદર મહારાજના દીક્ષાગુરુ શ્રી દેવસુંદરસૂરિ સંભવે છે. સં. ૧૪૭૮માં આચાર્ય પદવી મળી હતી. શ્રી સુધર્માસ્વામીથી એકાવનમી પાટે ગચ્છાધિપતિ શ્રી યુનિસુંદરસૂરિ હતા. દેવકુલપટ્ટણમાં મહામારીના ઉપદ્રવ વખતે સતિકર સ્તોત્ર
For Private and Personal Use Only