Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮] કાવ્યકલ્લોલ ભાગ બીજાનું આમુખ લખવા જેમ પ્રથમ પ્રેરણા કરી હતી તેમ આ વખતે પણ એમણે પુનઃ પ્રેરણા કરી જેથી તેમની વિનંતિને માન આપી પ્રસ્તુત આમુખ યથામતિ લખેલ છે. શ્રી દુર્લભજી મહેતાના કાવ્યોને વિકાસ પ્રાચીન વલ્લભીપુર શહેર કે જ્યાં હરિણમેલી દેવના માનવભવમાં શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે શ્રી જિનાગમને પુસ્તકારૂઢ કર્યા હતા તે હાલના વળાના ગ્રામ્યસ્થાનમાં થયું હતું. અને પૂ. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની કૃપારૂપ નિમિત્ત કારણ અને શ્રી દુર્લભજી મહેતાને આત્મિક-નૈસર્ગિક કાવ્ય શક્તિરૂપ ઉપાદાનકારણહારા નવ સ્મરણ, વૈરાગ્યશતક, સમરાદિત્ય કેવલી વિગેરે બાર વિભાગના કાવ્યમય અનુવાદના રચયિતા વિશિષ્ટ કવિ તરીકે અભિનંદન આપી, હજી તેઓ પ્રસ્તુત અધ્યાત્મકલ્પદ્રુમના કાવ્યાનુવાદને તેમની આ વૃદ્ધ ઉમ્મરમાં પણ છેલ્લે નહિં ગણતાં વિશેષપણે કાવ્યાનુવાદ કરવા માટે દીર્ધાયુ થાય તેમ ઇચ્છી, નીચેને અધ્યાત્મ સંબંધમાં અધ્યાત્મસાર ગ્રંથમાં પૂ૦ ઉ. શ્રી યશોવિજ્યજી મહારાજે નિવેદન કરેલે મંગલમય શ્લોક સાદર કરી વિરમું છું.
येषामध्यात्मशास्त्रार्थतत्त्वं परिणतं हृदि ।
कषायविषयावेशकलेशस्तेषां न कर्हि चित् ।। “જે પ્રાણીઓના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્વતઃ જ્ઞાન થયું છે તેને કાયરૂપ વિષયના આવેગને કલેશ કદાપિ થતું નથી.”
મુંબઈ. સં. ૨૦૦૯ ફાલ્ગન શુકલ ત્રયોદશી
ફતેહચંદ ઝવેરભાઈ શ્રી માંડવી તીર્થયાત્રા મંગલમય તિયિ.
For Private and Personal Use Only