Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
આ મારા પિતા છે, આ મારી માતા છે, આ મારા ભાઈઓ છે, વળી આ મારા સગા સ્નેહીઓ છે, આ મારું ધન છે, એ પ્રમાણે તને મમત્વ થયો છે અને તેથી તાસં યમને વશપણું છે, તે તો તું જોતો જ નથી.” ૨૮
સ્વાગતા.
વિષય પર મેહ–તેનું ખરું સ્વરૂપ-સમતા આદરવાને ઉપદેશ. नो धनैः परिजनैः स्वजनी, देवतः परिचितैरपि मंत्रैः। रक्ष्यतेऽत्र खलु कोऽपि कतांता-नो विभावयसि मूढः किमेव ? २९ तैर्भवेऽपि यदहो सुखमिच्छं-स्तस्य साधनतया प्रतिभातैः । मुह्यसि प्रतिकलं विषयेषु, प्रीतीमेपी न तु साम्यसतत्त्वे ॥३०॥
સગાં વહાલાંઓ અને, નોકર ચાકર ધન આદિમાં, રક્ત દેવતાઓ તેમ જ, પરિચિત્ત થતા મંત્રાદિમાં, હે અલ્પજ્ઞ પ્રાણી! મરણ સમયે, એ નહિ જ ઉગારતા, આ વિચાર હૃદય વિષે, તમે કેમ નથી વિચારતા ? એ સંબંધી નોકર ચાકર ધન, મેહને આધીન થતા, સંસારમાં સુખ પામવા, એહિ જ સાધન જાણતા પ્રત્યેક ક્ષણે વિષયમાં, મુંઝાઈ દિલ નહિ આણતા, સમતા રૂપ ખરા રહસ્યને, નહિ પ્રેમથી પિછાણતા. ૨૯-૩૦
ધન, સગાંવહાલાંઓ, કરચાકર, દેવતાઓ અથવા પરિચિત મંત્રો, કઈ પણ યમ(મરણ)થી અહીં રક્ષણ કરતું નથી. હે અલ્પજ્ઞ પ્રાણી! તું આ પ્રમાણે વિચાર કેમ નથી કરતો? સુખ મેળવવાનાં સાધન તરીકે દેખાતા તેઓ (ધન, સગા, નોકર વિગેરે) વડે સંસારમાં સુખ મેળવવા ઈચ્છતા હે ભાઈ ! તું પ્રત્યેક ક્ષણે વિષયોમાં મુંઝાઈ જાય છે, પણ સમતારૂપ ખરા રહસ્યમાં પ્રીતિ પામતા નથી.” ૨૯-૩૦
સ્વાગતાવૃત્ત,
For Private and Personal Use Only