Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
તેમણે બનાવ્યું હતું. એમના ખીજા ગ્ર ંથા ત્રિશતર ગિણી, ઉપદેશરત્નાકર, સ્તોત્રરત્નકાશ, મિત્રચતુષ્ટયકથા, તપાગચ્છપટ્ટાવળી અને શાંતરસ રાસ, ત્રિવિધગાષ્ટિ, જયાનંદ ચરિત્ર, ચતુર્વિશતિજિનસ્તત્ર તથા સીમધરસ્તુતિ વિગેરે ગ્રંથ છે. એમને મુઝફરખાન બાદશાહ તરફથી ‘વાદીગેાકુલષઢ”નું બિરુદ મળ્યું હતું. ‘ જયશ્રી ' એ શબ્દ દરેક ગ્રંથની આદ્યમાં તેમની કૃતિની નિશાની છે.
'
પ્રસ્તુત ગ્રંથને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. તેની સેાળ શાખારૂપે સાળ અધિકારેા છે. સમતા, શ્રમમત્વમાચન, અપત્યમમત્વમેાચન, ધનમમત્વમેાચન, દેહમમત્વમાચન, વિષયપ્રમાદત્યાગ, કષાયત્યાગ, શાસ્ત્રાભ્યાસ, ચતુર્થાંતિદુઃખવનાધિકાર, મનેાનિગ્રહ, વૈરાગ્યોપદેશ, ધર્માંશુદ્ધિ, ગુરુશુદ્ધિ, યતિશિક્ષા, મિથ્યાત્વાદિનિરોધ, શુભવૃત્તિ અને સામ્યસ સ્વ.
આ સેાળ અધિકારાની શરૂઆતમાં અધ્યાત્મશાસ્ત્રને શાંત રસાધિરાજની ઉપમા આપી છે. હાસ્ય, શૃંગાર, બિભત્સ, રૌદ્ર, કરુણ વિગેરે આઠ રસ છે પણ તે કરતાં આત્માને મુક્તિ ભણી લઈ જનાર નવમા શાંતરસ છે. આ અધ્યાત્મકલ્પદ્રુમમાં ૨૭૮ લેાા છે. તેનું ભાષાંતર સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ લગભગ સ. ૧૯૬૫ માં વિવરણ સાથે પ્રકાશિત કરેલું છે. શ્રી જિનચંદ્રસૂરિના શિષ્ય ર્ગવિલાસે મૂળ શ્લોકા ઉપરથી ગુર ભાષામાં ચાપાઇ બનાવેલ છે. પ્રસ્તુત ગ્રંથની સંસ્કૃતમાં એ ટીકા છે; એક શ્રો ધર્મવિજય ગણુની તથા ખીજી શ્રી રત્નચંદ્ર મણિની.
પિંગળશાસ્ત્રના અભ્યાસપૂર્વક ધણાં વર્ષાં થયાં કવિ તરીકે ખ્યાતિ પામેલા શ્રીયુત દુર્લભજી ગુલામચંદ મહેતા ( વલભીપુરનવાસી ) કે જેમની ઉમ્મર હાલમાં ૭૫ વર્ષની છે અને જે અમારા લઘુ અ ભાઈ જાદવજીના શ્વસુર થાય છે તેમણે પ્રસ્તુત અધ્યાત્મકપદ્રુમના સંસ્કૃત શ્લોકા ઉપરથી હરિગીત છંદો બનાવેલા છે. તેમણે મને દુર્લભ
For Private and Personal Use Only